________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
ઉદ્યોગ-ધંધા-રોજગાર ખંભાતના અકીકીઆઓમાં દરેક પેટા કામ કરનારાઓનાં જુદાં પંચાયતે છે. ડોળીઆ પંચાયત, પટીમાર પંચાયત, ઘશીઆ પંચાયત, વીંધાર પંચાયત. આ બધાના ઉપર અકીકીઆ પંચાયત છે. અકીકીઆ પંચાયતના હાથમાં પથ્થર વહેરવાને અને ઘડવાનો ધંધો છે. આ બધાં પંચાયતોમાં પ્રમુખ પંચનો શેઠ, પંચના મતદારોના વધુ મતથી અગર સર્વાનુમતથી પસંદ કરવામાં આવે છે.૧૪ પંચાયતના રિવાજ
આ પંચાતોના મતાદારેમાં અંદરઅંદર અગર તો શેઠ અને નોકર વચ્ચે ટંટા પડ્યાનું જાણ્યામાં નથી. કોઈપણ હેશિયાર કારીગર પોતે પિતાની હોશિયારીથી આગળ વધીને કારખાનું કાઢે તો તે ઉપર જણાવેલા પેટા ભાગમાં જે કામનું કારખાનું કાઢ૧૫ તે કામના પંચાયતને માતાદાર થઈ શકે છે. કોઈપણ પંચાયતમાં દાખલ થનારને પ્રથમ તો બધાને જમણ આપવું પડે છે. સામાન્ય રીતે જમણમાં રૂા. ૧૭૫થી રૂા.૮૦૦ સુધી ખરચ થાય છે. પંચાયતમાં મતું લેનાર માણસને ખંભાતના દરબાર સાહેબને રૂા. ૧પથી રૂા. ૧૦૦ સુધી ભરવા પડે છે. ૧૭ પંચાયતોના મતાદારો વખતોવખત જમણવારો કરે છે અને જમણફંડમાંથી પૈસા ખરચે છે. કારીગરોમાંથી કોઈને પિતાના છોકરાને હુન્નર શીખવાડે હેય અગર કોઈ નવા માણસને હુન્નર શીખવાની ઈચ્છા હોય તે કારખાનાના શેઠને અને મુખ્ય કારીગરોને જમણ આપવું પડે છે. પંચાયતોનાં નાણાંને ઉપયોગ દરબાર સાહેબને જે કામ મહેનતાણું લીધા વગર કરી આપવું પડે છે તેને અંગે થતા ખર્ચ સિવાય જમણો જમવામાં જ થાય છે. આવાં જમણમાં કઈ મતાદાર માં હોય કે એવા બીજા કારણસર જમવા ન આવી શકે તે એનું ભાણું એને ઘેર પહોંચાડવામાં આવે છે. પરંતુ કામ વગરનાને કે મરણ પામેલા મતાદારની વિધવાને કે એવા કોઈ ઉત્તમ કાર્યમાં પંચાયતનાં નાણાં વપરાયાનું જાણવામાં નથી. દર વર્ષે રૂ. ૧ર મતદારોને ભરવા પડે છે. ઉપર ગણાવેલાં પંચાયતોને કોઈપણ મતાદાર દરબારનું ભરણું ભર્યા પછી અકીકીઆને ધંધો પણ કરી શકે છે. એક વખત (ગઈ સદીના છેલ્લા પાદમાં) અકીકીઆ પંચાયતમાં દાખલ થવાનો મોટો ખરચ
૧૪ ના શેઠ મતથી અને વંશપરંપરાથી હોય એમ બે રીત ચાલુ હતી. વંશપરંપરાની રીત માટે ભાગે નાતેમાં હતી. ૧૫ Bom. Gaz. VI. 204. ગેઝેટીઅરને લેખક ટંટા થયાનું નેધાએલું નથી એમ લખે છે. ટંટા તે થવાના પણ પંચાચતિમાં સમાધાન થવાથી એ ટંટા ભાગ્યે જ બહાર આવે છે. પંચાયતના મતાદારેને ટંટા થાય તે હમેશાં બહારનાં માણસે સાથે થાય છે. અને તેવા થયા હોય તો ધાએલા હોય છે. તે માટે “અમદાવાદ'ના ગ્રંથમાં “મહાજન'ના વિષય ઉપર આ લેખકે ચર્ચા કરી છે તે જેવી. ૧૬ આ ખરચના આંકડા ઈ. સ. ૧૮૭૮ના છે; આજના નથી. એમ કહેવાય છે કે ખંભાતના લેકે જમણ આપવામાં બહુ શરા છે. અને ઘી ખબ વાપરે છે. ઘણે ભાગે મગજપુરીનું જમણ થાય છે કે જેથી મગજ વધે તે બગડે નહિ. ૧૭ Bon. Gaz. VI. P. 2૦. અને નોટ ૧. ગઈ સદીના છેલ્લા પાદમાં પંચાયતમાં દાખલ થવાનું ખર્ચ અને દરબાર ભરણાની વિગત ગેઝેટીઅરના લેખકે લખી છે. ડાળીઓ પંચાયતમાં દાખલ થનારને રૂા. ૧૭૫ જમણમાં અને રૂા. ૧૫ દરબારને ઘશીઆ પંચાયતમાં દાખલ થનારને રૂા. ૩પ૦ જમણ માટે અને રૂા. ૨૦ દરબાર સાહેબને; પટીમાર પંચાયતમાં દાખલ થનારને રૂા. ૧૨૫ જમણ માટે અને રૂા. ૨૫ દરબાર સાહેબને; અને અકીકીઆ પંચાયતમાં દાખલ થનારને રૂ. ૮૦૦ જમણ માટે અને રૂા. ૧૦૦ દરબાર સાહેબને ભરવા પડે છે.
For Private and Personal Use Only