________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહીવટ
૧૩૩ અને ઘણીવાર દિલ્હીથી બાદશાહી મહોરના ફરમાનથી એમની નિમણુક થતી.
મેગલાઈના અંત વખતે ખંભાત સ્વતંત્ર સંસ્થાન થયું તે પછી એના વહીવટનો હેવાલ શરૂ થાય છે. એ સમયના આખા દેશના અવ્યવસ્થિત વાતાવરણના પ્રમાણમાં દેશના બીજા ભાગોમાં જે સામાન્ય વહીવટ ચાલતો તેનાથી ખંભાતનો વહીવટ કાંઈ ખાસ જુદો નહોતો; છતાં પણ એ વહીવટમાં પાછલા સમયમાં જે કાંઈ સુધારા થયા તે પહેલાં એ કેવી રીતે ચાલતો તે ટૂંકામાં જોઈએ. જમીન મહેસુલ જમીન મહેસુલનો વહીવટ આસપાસના ગૂજરાતના મુલકની માફક થતો. જમીન દરબાર પાસેથી સીધી મળતી અને મોટા મુખીઓ પાસેથી પણ ખેડુતોને મળતી. ખેડુતો ઠરાવેલી રકમ દર વર્ષે ભરતા. દરબારની રજા વગર જમીન એકના નામ ઉપરથી બીજાના નામ ઉપર ચડી શકતી નહિ, તેમ જ્યાં સુધી ખેડુત ઠરાવેલું મહેસુલ ભરતો ત્યાં સુધી તેનો અમુક જમીન ખેડવાનો હક્ક કોઈ લઈ શકતું નહિ. જમીનની આમ ખાસ કાંઈ કિંમત ગણાતી નહિ, પરંતુ જે પહેલાંના ખેડનારે કાંઈ સુધારા કર્યા હોય તો પછીનો જમીન લેનાર પંચ અગર લવાદ ઠરાવે તે મુજબ ખર્ચના બદલાની રકમ આપતો. ખેડુતના ખાનગી દવા પેટે જમીન લઈ શકાતી નહિ અને ખેડુતની મિક્તના રક્ષણ માટે ખાસ કાયદો નહોતો, છતાં અદાલતો એ બાબત ધ્યાનમાં લઇને જવાબ આપતી. બારાના ભાગ સિવાય બીજા ભાગની જમીનનું મહેસુલ ચલણી નાણમાં લેવાતું. બારાની જમીનનું મહેસુલ થએલો પાક અરધો દરબારને અને અરધો ખેડુતને સરખે ભાગે વહેંચી લેવાની રીતથી વસૂલ થતું. આ સ્થિતિ ઓગણીસમી સદીમાં હતી. એની પહેલાં જમીન મહેસુલના ઈજારા પણ આપી દેવાતા. આ રિવાજ પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ હતો. ઓગણીસમી સદીમાં તલાટીઓ મારફતે મહેસુલ ઉઘરાવી એક દરગે એ ઉપર દેખરેખ રાખતો અને એના હાથ નીચે એક હિંદુ તથા એક મુસલમાન એમ બે કારકૂનો રહેતા. મહેસુલ વખતસર ન ભરનારને બે આનાથી એક રૂપિયા સુધી દંડ થતો અને સખત સજા કરવાની જરૂર જણાય તો તડકે બેસાડી માથે લાકડાનો મોટે કકડો મૂકવાની જૂની રીત પણ લેવાતી. ખેડુતની સ્થિતિ બહુ જ ગરીબ હોય કે આગથી નુકસાન થએલું સાબિત થાય તો મહેસુલી અધિકારી રાહત આપી શકતો. ન્યાયખાતું
ન્યાયખાતામાં બહુ ભારે દાવા નવાબ સાહેબ જાતે ચૂકવતા. બાકીના બીજા દાવા શહેરમાં કોટવાલ ચૂકવતા; ગામડાંઓમાં દરોગાઓ ચૂકવતા. ફોજદારી ગુનાઓની છેવટની અરજી નવાબ સાહેબની હજૂર આવતી, તેમજ બહુ ભારે ગુનાની શિક્ષા પણ હજૂરને પૂછીને કરવામાં આવતી. રાજ્યમાં એક મુનશી ખેડાના પોલિટિકલ એજન્ટ સાથે પત્રવ્યવહાર કરવા માટે રખાતો અને પોલિટિકલ ખાતું એની પાસે રહેતું. દીવાનીમાં ત્રણ અદાલતો હતીઃ એક દીવાની અદાલત, બીજી તજવીજસની અને ત્રીજી છેલ્લી અપીલની કોર્ટદીવાનખાના. એમાં નવાબ સાહેબ “એસેસરની સલાહથી
૩ Bom. Gaz. VI 234:35:
For Private and Personal Use Only