________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહીવટ
૧૩૫
ફોજદારી મુત્સદ્દીગીરીથી ચડીઆતી હતી. બંદરને દગો પણ બાદશાહી સનંદથી નીમા. મુત્સદ્દીના હાથ નીચે ખંભાતની બંદરદારી ઉપરાંત ગાંધાર અને ઘોઘા બંદરનો વહીવટ પણ હતા. બીજા આધકારીઓમાં કાછ, મોહિતસિબ (ધર્માધિકારી), ટંકશાળનો દરગે, મુશરફ, તેવીલદાર, મુકીમ અને ખજાનાનો દરગો એ બધા સુબાના હાથ નીચે હતા. જમીન તથા સમુદ્ર માર્ગે આવતા જતા માલ ઉપર મુત્સદ્દી, મુશરફ અને તેવીલદારની મહેર તથા મુકીમના દસ્કતની પાવતી આપવામાં આવતી. જ્યાં હાંસલ લેવાતું તેને ફરજો કહેતા. કપાસ મંડી, ઘી મંડી, લાકડાં મંડી, મીઠા મંડી એ મુખ્ય મંડીઓ હતી,
ખંભાત ફોજદારીના તાબામાં ગાજના કિલ્લાની થાણદારીના ૧૦૦ સવારે, દેહવાણ થાણામાં દોઢસો સવારો, નાપાડ થાણું કે જ્યાં મુહમ્મદ અશરફ ઘોરીએ કોટ બાંધેલો ત્યાં ૧૭૦ સવારો, માહુન, વહી અને વામન થાણામાં દોઢસા સવાર, ખડસરા થાણામાં ૫૦ સવારો, મતીલ થાણામાં સો સવારો, ગઢા થાણામાં ૫૦ સવારે અને બસ્તાનામાં ૫૦ સવારો રહેતા.૯
બાદશાહી સમયની આવક અને વ્યવસ્થા ઉપર જોઈ. સ્વતંત્ર સંસ્થાન વખતે આવકમાં ફેરફાર થયા કર્યા છે. ઈ. સ. ૧૮૭૯માં ૩,૮૮,૬૩૦ રૂપિયાની આવક હતી. વસાઈના કરાર પછી ઠરાવેલી ખંડણું રૂ. ૨૫૪૭૫–૫-૧ છે. બધું મહેસૂલ પરગણા કચેરીની તીજોરીમાં જમે થાય છે. ખરચ બાદ કર્યા પછી જે રકમ વધે તે દરબાર સાહેબની ખાનગી તીજોરીમાં જાય છે. કાંઠાનાં ગામનું મહેસૂલ, સમુદ્ર તથા જમીન માર્ગે જતાઆવતા માલની જકાત અને પરચુરણ જકાત, એ દરબાર સાહેબની ખાનગી આવક ગણાય છે. એની કચેરીને તે શાખાના કહે છે ને એનો દરોગો જુદો છે.
પહેલાં ખંભાતમાં આવકજાવક માલ ઉપરની જકાત બહુ ભારે હતી. કપાસ ઉપર ૪૩૧ ટકા, અકીક ઉપર ૭-૫૦ ટકા, કાપડ ઉપર ૬.૦૫ ટકા, અનાજ ઉપર ૬-૫૦ ટકા અને તમાકુ ઉપર ૧૦૯૮ ટકા હતી. ટોલના નાકા ઉપર લેવાતી અવ્યવસ્થિત જકાતથી આ જકાતમાં બીજો વધારો થતો. આવા ભારે વેરાથી વેપારને બહુ હરકત થતી. તેથી મુંબાઈ સરકારની સલાહથી એમાં ફેરફાર કરી ટોલનાં નાકાં બંધ કરવામાં આવ્યાં એ વિગત આગળ જોઈ ગયા છીએ. ગઈ સદીમાં પિોલીસનો ખર્ચો રૂા. ૫૦૦૦ થ.૧૦ આ સિવાય ગઈ સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં બંદરની વ્યવસ્થાની વિગત પણ આગળ જોઈ ગયા છીએ.
આ ઉપરાંત બાજરી, કોટડા અને ઘાસચારાના વેરા હતા. બાજરીવેરે એક ગાડે બે ખંભાતી રૂપિયા તથા કોટડાવેરે જેને રૂા. ૧૦૦ ઉપર સાંથ આવતી હોય તેને એક ટકો આપવો પડતો. આ
૯ મિરાતે અહમદી, ગુ. ભા. ભા. ૨. પૃ. ૧૯૮. મુસલમાન સમયમાં ફોજદારી એટલે લગભગ રાજસત્તા જેવું જ હતું. હિંદુમાં દંડનાયક તે મુસલમાન સમયમાં ફોજદાર ગણાતો. જદાર શબ્દ હાલ જે અર્થમાં વપરાય અને સમજાય છે તે અર્થહીન છે. મેગલાઈના અંત ભાગમાં ઘણી જગ્યાએ સુબાઓ ઉપરાંત જદારે જ સ્વતંત્ર થઈ ગયા અને રાજા અગર નવાબ બની ગયા. ૧૦ Bom. Gaz. VI 27. આની વિગત આગળ આવી છે. એકસરખે વેરે નાખ્યા પછી બ્રિ.ટશ અને દરબારને ભાગ હતો એમાંથી ઉપરની પિોલીસની રકમ શહેરસુધારણા તથા કેળવણીમાં ખર્ચ કરવું એવી શરત હતી. અંગ્રેજોના ભાગની જકાત ખેડાના કલેકટરના હાથ નીચે મહાલકારી વસૂલ કરતે.
For Private and Personal Use Only