________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
વહીવટ
અરજી સાંભળી નિકાલ કરતા. પરચુરણ અરજીઓ અને નાતજાતના ઝઘડામાં નગરશેઢ એ માટા વેપારીઓને ‘એસેસર’ તરીકે રાખીને નિકાલ કરતા. હિંદુ કાયદા માટે વંશપરંપરાથી હોદ્દો ભાગવતા શાસ્ત્રી રખાતા. દેવાલેણાને લગતા ઘણા સવાલ લવાદ નીમીને પતાવાતા.૪ જે એવા દાવા કચેરીમાં આવતા તે! લેણી રકમને છ વર્ષ થઈ ગયાં ન હોય તેા વ્યાજ સાથે હુકમનામું થતું; છ વર્ષ અને બાર વર્ષની વચ્ચે દાવા થયા હોય તે! ફક્ત મૂડીનું જ હુકમનામું થતું અને બારથી વીસ વર્ષની અંદર દાવા થયા હાય તા મૂડી અરધી જ મળતી. જો વીસ વર્ષ થઈ ગયાં હાય તા ચેાથા ભાગની રકમ માટે દાવેા દાખલ થઈ શકતા. ત્રીસ વર્ષ પછી દાવાનેા હક્ક રહેતા નહિ. પૈસાના દાવા ઉપર કાર્ટ શ્રી અઢી ટકા લેવામાં આવતી. જો હુકમનામું થયા પછી પૈસા ન મળે તે એ આસામીને કેદની સજા થતી.પ
કાજીના પ્રમુખપણા નીચે છૂટાછેડા અગર તલ્લાકની એક કોર્ટ પણ હતી. ધાર્મિક બાબતે માં કાજીની સલાહ લેવાતી અને સ્થાવર મિલ્કતના વેચાણ તથા બદલાના દસ્તાવેજો ઉપર કાળની સહી, સિક્કો અને મહાર થતાં. આ કામમાં જે પીનાં નાણાં આવતાં તે મુનશી, કાજી અને નવાબ સાહેબ વચ્ચે સરખે ભાગે વહેંચી લેવામાં આવતાં. છૂટાછેડાના દાવામાં કાજી માણસની સ્થિતિ પ્રમાણે પી લેતા. આસામી ગરીબ છે એવું પુરવાર થાય તો પીને અમુક ભાગ પાછા મળતા. ફે।જદારી અને દીવાની કાયદા સામાન્ય રીતે હતા, પરંતુ એના અમલ બરાબર થતા નહિ. ફેાજદારીમાં ‘સમન્સ' કે ‘વાટ' કાઢવામાં આવતાં નહિ. જે આસામી ઉપર ગુનાને વહેમ આવે તેને જામીન આપે ત્યાં સુધી કેદ કરવામાં આવતા; અગર ખીજો પુરાવા મળે અથવા પૈસા આપીને છૂટકારા મેળવે તેા મળતા. દીવાનીમાં અવ્યવસ્થા કાંઇક ઓછી રહેતી. પરંતુ કેટલીક વાર અમલદારા મન કાવે તેમ કરતા અને કોઈ બાબતમાં પોલિટિકલ એન્ટંટને અરજી થઈ શકતી નહિ; પરંતુ કાઈ કરિયાદ એજેંટને વ્યાજબી લાગે તો તે સાંભળીને નવાબ સાહેબનું ધ્યાન તે તરફ ખેંચવામાં આવતું અને તેમાં ન્યાય મળતા.૭
જકાત અને આવક—સુસલમાન સમય
ગુજરાત સલ્તનતના આખર સમયમાં ખંભાત પરગણા તાબે ૬૦૦ ગામ અને સાડાચાર લાખ રૂપિયાની આવક હતી.૮ પેટલાદ પરગણામાં ગામ આછાં છતાં આવક ખંભાતથી વધારે હતી.
આ આવકમાં ખંભાત બંદરની આવક ગણાતી નહિ. માગલામાં ખંભાત ચેારાસી નામ પડયું. મિરાતે અહમદીને લેખક એ વખતે ખંભાત તાબે ૮૮ ગામ હાવાનું લખે છે. મુત્સદ્દીગીરી હજૂર બાદશાહની સનંદથી અને ફાજદારી પણ એ જ રીતે સુબાના દીવાનની પસંદગીથી થાય છે.
૪ Bom. Gaz. VI. 235.
૫ એ જ. પૃ. ૨૩૯.
૬ એ જ, પૃ. ૨૩૬. જુદીજુદી નાતના લાકા પાસેથી ફી લીધેલી અને એની વહેંચણી કરેલી તેના કાઢ ગેઝેટીઅરમાં આપ્યા છે. છ આ હકીકત Bom. Gaz· VI પૃ. ૨૭-૩૬ ઉપરથી લીધી છે.
૮ મિરાતે અહમદી ગુ. ભા. ૧. પૃ. ૭.
For Private and Personal Use Only