________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્યાગ-ધંધા-રાજગાર
૧૨૫
-
શ્વેતાં પહેલાં રાજપીપળાના અકીક સંબંધી વિગત જોઇએ. એ પથ્થર બાબા ધારની પાસે નર્મદાને કિનારેથી નીકળે છે એ આગળ જોઈ ગયા. આ પથ્થર રાજપીપળામાં ખાણમાંથી કેવી રીતે કાઢે છે એનું વર્ણન ઘણું લાંબું છે અને તે અહીં ઉપયેગી નથી.૧૦ ખાણમાંથી પથ્થર કાઢવા પછી વેપારી ઇજારદારને આપવામાં આવે છે. ઈજારા દર વર્ષે બદલાય છે અને તે ખંભાતના વહેારા કે વાણિયા રાખે છે. ખાણમાંથી કાઢવા પછી ત્રણ જાતના પથ્થર જેવા કે ‘માર’ અગર ‘ખાબા ધારી', ‘ ચસમદાર ' અગર ‘ડાલ ', અને રીરી અગર લસણીઆને તપાવતા નથી. બાકીનાને તપાવવા પડે છે. ‘મેાર’ અગર ‘ બાબા ઘેરી' પથ્થરની એ જાતે છે. એક ઘેરા રંગને અને તેમાં ધેાળી લીટીઓ અને ખીજો આછા રંગના અને તેમાં ધેરી લીટીઓ. આ પથ્થર એક શેરના ટુકડામાં મળે છે અને એના આકાર જુદાજુદા હોય છે, જે જાતને તપાવવી પડે છે તેમના રંગ તપ્યા પછી પકડે છે. ગરમીની મેાસમમાં આ પથ્થરાને તડકામાં મે મહિના સૂકવે છે. એ પછી એ પ્રીટ પૈંડા ખાડા કરી માટલાંમાં ભરી માટલાંને તળિયે કાણું કરી ઊંધાં પાડી છાણાંના તાપથી સાંજ પડચા પછી સૌંદય સુધી રાતના ભાગમાં તપાવે છે. અને બહાર કાઢી કાથળાએમાં ભરીને નર્મદા કિનારે લઈ જઈને હાડીએમાં ભરૂચ લઈ જાય છે. ત્યાંથી મેઢાં વહાણેામાં ખંભાત લાવીને કારીગરાને વેચાય છે.
પરદેશથી ખંભાત આવતા પથ્થરામાં ‘રાજાવરત' (Lapis lazuli) ખાસ છે. એને રંગ ઘેરે ભૂરા અને અંદર રૂપેરી કે સાનેરી છાંટ હોય છે. આ પથ્થર ઇરાન અને મુખારાની નદીએમાં મળે છે અને મુંબાઈ થઈને ખંભાત આવે છે. પરતુ એ પાચા હોવાથી એના ઉપર ચમક સારી ચડતી નથી. બસરા અને એડનની ટેકરીઓમાંથી કાળે! પથ્થર (Jet) આવે છે. ત્યાં એ મેટા ટુકડામાં નીકળે છે અને મુંબાઈ થઈ ને ખંભાત આવે છે એ બહુ ભારે નથી અને સખત હેાવાથી ચમક સારી આવે છે. પરંતુ આ પથ્થરની બનાવટ હાલ અટકી ગઇ છે. ચીનથી પીરાજા રંગને પથ્થર આવે છે એ પાચા છતાં એના ઉપર સારી ચમક ચઢી શકે છે.
અકીકને ઘડવાની અને પાલીશની રીત
ખંભાતમાં બનતા અકીકના સામાનના જુદીજુદી જાતના પથ્થરાનું વર્ણન કર્યું. હવે એ પથ્થરાને કેવી રીતે ઘડે છે એ જોઇએ. ખાણમાંથી નીકળેલા પથ્થર પહેલા વહેરાય છે પછી એને ધડે છે અને છેવટે એને પાલીશ કરે છે. વહેરવા માટે પથ્થરને પહેલાં લાકડાનાં ચોકઠામાં સજ્જડ કરી દે છે અને સૂતરનાં તાંતણાં મીણમાં મેળવી તે વડે તેને ચાંટાડી પણ દે છે. એ પછી ઝીણા દાંતાવાળી કરવત વડે નાનામેાટા પથ્થરના કદ પ્રમાણે એક અગર એ માણસ બેસીને એને વહેરે છે. એને ધડવા માટે જમીનમાં બેસાડેલા ખાંડીઆ ઉપર લઈ જાય છે. આ ખાંડીઆની ધાર આગળ રાખીને શિઘડાના મથાળાવાળા હથાડાથી કરકરા ભાગ જતા રહે ત્યાં સુધી ધીમેથી ઘડે છે. એ
૧૦ એ વર્ણન માટે ગેઝેટીઅર પૃ. ૧૯૮-૯કે જોવું. ખાણમાંથી પથ્થર કાઢવાનું વર્ણન ખંભાત કરતાં રાજપીપળાના વર્ણનને લાયક છે.
For Private and Personal Use Only