________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Na waanse
પ્રકરણ ચૌદમું ઉગ–ધંધેરોજગાર
૫ ભાત જ્યારે ગૂજરાતનું અને એક વખત આખા હિંદુસ્તાનનું મુખ્ય બંદર હતું ત્યારે તે ખંભાત * મારફતે દેશાવર ચડતા ભિન્નભિન્ન પ્રાંતના માલ પણ પરદેશમાં ખંભાતના માલ તરીકે જાહેર થતા. આમ હોવા છતાં ગૂજરાત પ્રાંતમાં ખંભાતનું સ્થળ એવું તો મધ્યસ્થ આવેલું છે કે દરિયા કે જમીન માર્ગે ખંભાતથી એક જગ્યા સો માઈલથી વધારે છેટી ન હોય. અંગ્રેજો એમના ઇતિહાસમાં મગરૂરીથી કહે છે કે ઈંગ્લેંડમાં એક જગ્યા એવી નથી કે જ્યાંથી સમુદ્ર સીત્તેર માઈલથી વધારે દૂર હોય. પાલણપુર એજન્સીને કેટલોક ભાગ અને પંચમહાલનો દાહોદ તાલુકો એટલે બાદ કરતાં ગૂજરાત પણ એવી મગરૂરી લઈ શકે; અને પ્રાચીન કાળમાં જ્યારે કચ્છનું રણ સમુદ્ર હતું ત્યારે તે પાલણપુરના ભાગ પણ સમુદ્રની પાસે ગણી શકાય. આગળ જોયું તેમ સરસ્વતી નદી ઘણુ પ્રચીન કાળમાં ઉત્તર ગુજરાતમાંથી ઊતરી ગૂજરાત અને કાઠિયાવાડની વચ્ચે વહી ખંભાતના અખાતમાં મળતી હશે ત્યારે ગૂજરાતનાં ઘણાં સ્થળો સમુદ્ર સાથે સંબંધ ધરાવી શકતાં હશે. અને એના વેપારઉદ્યોગને પણ ઘણું સગવડ પડતી હશે. એક મહાન હિંદી ઇજનેરનું માનવું છે કે આખા હિંદુસ્તાનમાં કુદરતી વેપારમાં અને આવજાના રસ્તા જળમાર્ગના જ છે. એ જળમાર્ગ આજે નકામા થઈ ગયા છે કે સમૂળગા ઊડી ગયા છે. વેપારઉદ્યોગની ખીલવણી માટે જળમાર્ગ જ ઉત્તમ છે એ દરેક અર્થશાસ્ત્રી આજે કબૂલ કરે છે. હિંદ એક વખત આખી દુનિયામાં વેપારઉદ્યોગ માટે સૌથી આગળપડતો દેશ હતો અને હિંદમાં ગૂજરાત દેશ સૌથી આગળપડતો હતો એ જાણતી વાત છે. ગુજરાતે તો બીજી રીતે એ સ્થાન આજે પણ જાળવી રાખ્યું છે; અને એ સ્થાન પ્રાપ્ત કરવામાં એના જળમાર્ગો અને ભૌગોલિક પરિસ્થિતિ મુખ્ય કારણ છે. ખંભાત એમાં મધ્યસ્થ અને ઉત્તમ જળમાર્ગ ઉપર હોવાથી આ બધા લાભ ઘણું સૈકાઓ સુધી ખંભાતે ભગવ્યા. જ્યારે મુંબાઈથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હીની કઢંગી ને અકુદરતી રેલ્વે ગાડી થઈ ત્યારે જ ખંભાત પિતાના કેન્દ્રસ્થાનનું મહત્ત્વ છેલ્લું ખોયું, અને છેવટે સીધા વેપારી રાજમાર્ગો મૂકી આણંદથી “હબસીના કાનની પેઠે ખંભાત જવા માટે રેલ્વે ગાડી થઈ.
- ખંભાતના અનેક ઉદ્યોગોમાંથી આજે માત્ર થોડેડ કાપડ વણવાનો ઉદ્યોગ અને સૈકાઓ જૂનો અકીકના પથ્થરના સામાન બનાવવાને ઉદ્યોગ એટલું હાલ કાંઈક આવતું છે. એટલું પણ
૧ આ ઈજનેરનું નામ આ લખતી વખતે ચેસ રમરમાં નથી પરંતુ ઘણે ભાગે સર. એમ. વિશ્વયાનું આ કથન છે.
એ પશ્ચિમના દેશોમાં માન પામેલા હિદના એક મહાન ઇજનેર ઉપરાંત પ્રખર અર્થશાસ્ત્રી અને રાજપુણ્ય છે. જલમાર્ગોનું એમનું કથન પૂર્વમાં ગંગા મારફતે, બ્રહ્મપુત્રા મારફતે અને હાલ નકામી થઈ પડેલી પણ પહેલાં કચ્છના રણમાં વહેતી સિંધુ અને અદષ્ટ સરસ્વતી માટે છે.
For Private and Personal Use Only