________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેપાર અને વહાણવટું
૧૧૯ હતું. રેલ્વે થયા પછી નાનાં વહાણમાં આવતા સાધારણ માલ સિવાય બીજા જથાબંધ માલ અને માણસની આવજા માટે ખંભાતનું બારું લગભગ બંધ જેવું થઈ ગયું.૪૦ સમૃદ્ધિને ઊગતા સૂર્ય
આવી, એક વખતના પ્રથમ પંક્તિના સમૃદ્ધ બંદરની રસમય હકીકત છે. પ્રત્યેક ગૂજરાતીને એ ગર્વની વસ્તુ છે. છિન્ન થએલું વૃક્ષ પણ વધે છે અને ક્ષીણ થએલો ચંદ્રમા પણ વધે છે એ કુદરતી ન્યાય સર્વત્ર લાગુ પડે છે. ખંભાત બંદરની આવી સ્થિતિમાંથી એની સમૃદ્ધિના સૂર્યનો ઉદય થવાનાં ગુલાબી તેજનાં ચિ ક્ષિતિજ ઉપર માલુમ પડે છે. હાલના નામદાર નવાબસાહેબની એક સ્તુત્ય અભિલાષા આ પ્રાચીન બંદરને ફરી સમૃદ્ધ કરવાની છે. એ બાબત યથાસ્થાને વર્ણન કરીશું. ૪૧
૪૦ પારસી પ્રકાશ ઇ. સ. ૧૮૬૯ તા. ૨ જી માર્ચમાંથી. ૪૧ આ પ્રકરણમાં ગેઝેટીઅર ઉપરાંત આગલાં પ્રકરણોમાં જે જે પરદેશી મુસાફરોના ઉલલેખે આવ્યા છે તેમના વેપારસંબંધી ઉલ્લેખોને ઉપયોગ કર્યો છે.
For Private and Personal Use Only