________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેપાર અને વહાણવટું
૧૧૧ લાગ્યો. ૧૧ એ જ અરસામાં ખંભાતના અખાતને ઉપરને ભાગ પુરાતે જ હોવાથી મોટાં વહાણ ઘોઘે ઊભાં રહેતાં અને ત્યાંથી નાનાં વહાણમાં માલ ભરીને લાવવો પડતો. બંદરની સદ્ધિને આ એક મેટી હરકત નડી હતી. એથી સુરત વધતું ગયું અને ખંભાતને વેપાર એ પછીની સદીથી ઓછો થતો ચાલ્યો.
સેળમી સદીમાં ખંભાતમાં પાટણ, અમદાવાદ અને ચાંપાનેરથી માલ આવત. શરૂઆતમાં તો દિલ્હી અને લાહોરથી પણ માલ આવતો. હિંદુસ્તાન અને ગૂજરાતનાં બંદરો જેવાં કે, ઘોઘા, દીવ, દેબલ, (સિંધ), કાલીકટ, ચીન, સીલેન, ચિતાગાંગ, માર્તાબાન, નાસરીમ, મલાકા, અને પશ્ચિમમાં હેરમઝ, શહેર, એડન, જેડા, મેગેડેકસા, મલિંદા અને મબાસા, વગેરે બંદરેથી પણ ખંભાતમાં માલ આવતા. પિોર્ટુગીઝોની સત્તાના વખતમાં ખંભાતથી હિંદુસ્તાનના બંદરેએ જ માલ દીવ દમણ ને ગે જ, અને ઇરાની અખાત બાજુ જ માલ હોરમઝ જતો.૧૨ બારબોસા લખે છે કે ખંભાતના વેપારીઓ મબાસામાં ઘર કરીને રહેતા હતા અને ખંભાતનાં વહાણોમાં પિતાનો માલ આવતા તે સોકાલા અને દક્ષિણ આફ્રિકામાં બસે માઈલથી છે. અને કેપ ઑફ ગુડ હોપ સુધી જતો. આ વેપારીઓ ખંભાતનો રંગીન માલ આફ્રિકાના અંદરના લોકોને આપી ખ્યા વગર સોનું બદલામાં લેતા અને એમાં સે ટકા ઉપર નફો કરતા. મબાસામાં ખંભાતનાં ઘણું વહાણ આવતાં.૧૩ કહે છે કે ઇરાની અખાતને હારમઝ બંદરની આવક ખંભાત સાથે વેપાર ઉપર જ આધાર રાખતી.૧૪ એડનનો ખભાત સાથે મોટો વેપાર હતો. એમાં કાપડ, તેજાના, ઔષધ, જવાહર, મોતી, સુતર, રૂ વગેરે આવતું; અને પારે, કરમજ, ગુલાબજલ વગેરે જતું. બારસા લખે છે કે “ખંભાતનાં વહાણો એટલાં બધાં ને એવડાં મોટાં આવે છે અને એટલો બધો જથાબંધી માલ લાવે છે કે એની કિંમતનો વિચાર કરતાં ગભરામણ થઈ જાય.”૧૫ પેગુમાં ખંભાતનું કાપડ અને રેશમી પટોળાં બહુ જતાં.
૧૧ Bom. Gaz. VI. P. 190. Note. 1. ૧૨ એ જ પૃ. ૧૯૦. 13 Stanley's Barbosa P. 12. ૧૪ Bom.Gaz.VI. P. 190 Note૩મિરાતે અહમદી ગૃજરાત સલ્તનતના સમયમાં ગૂજરાતનાં બદરો ગણાવતાં હેરમઝ (હુરમુજ) બંદરને ગુજરાતને ખંડણી આપતું બંદર કહે છે. ગૂજરાત ચોર્યાસી બંદરને વાવટો કહેવાતું એમાં બહારનાં ઘણાં બદરોને ગણાવેલાં છે. હરમુજ બંદરનું નામ જૂના જૈન રાસામાં પણ આવે છે. એ બંદરમાં પહેલાં આપણા લોકોની વરતી સારી હતી. Stanley's Barbosa P. 4, 5, 9, 13, 15, 16, 17માં આમિકાના કાંઠાને ખંભાત સાથે વેપારના ઉલ્લેખ છે. સોફાલામાં હિંદુ મુસલમાન રહેતા અને રેશમી રંગબેરંગી કાપડ આપી મોટા જથામાં હાથીદાંત લઈને એક હંદવેટના પાંચ છ ડયુકેટ લઈ ભાતમાં વેચતા. ખંભાતથી મણકા આવતા (અકીકના ?) મલીંદ શહેરમાં પણ હિંદુ અને મુસલમાને રહી ખંભાત સાથે વેપાર કરતા. ઝાંઝીબારના લોકો સારાં કપડાં મબાસાના ખંભાતી વેપારીઓ પાસેથી ખરીદતા. (સામાન્ય ગૂજરાતી માટે આ શબ્દ લાગે છે), રાતા સમુદ્રમાં મેગેડેકરને શહેરમાં ખંભાતને માલ વહાણમાં એડન થઈને આવતો. એ જ કિનારે બારબરા નામના શહેરમાં ખંભાતનાં ઘણાં વહાણે આવી હાથીદાંત અને સેનું લઈ જાય છે. ૧૫ Stanley's Barbosa P. 27-28. Dinar ને Xeher નામનાં શહેરે માટે પણ (પૃ. ૩૦-૩૧) એ જ મુસાફર લખે છે.
For Private and Personal Use Only