________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેપાર અને વહાણવટું
૧૧૫ દલાલ હતા. અંગ્રેજે પિતાના કામકાજ માટે ખાસ જુદો દલાલ રાખતા અને વખત જતાં બીજા હરીફ કમી થતાં અંગ્રેજોને દલાલ ખંભાતમાં સર્વથી મોટો દલાલ કહેવાતું. પરદેશીઓ પહેલવહેલા ગૂજરાતમાં આવ્યા પણ એમનાથી આ પ્રાંતમાં પગભર થવાયું નહિ. મદ્રાસ અને બંગાળામાં એમણે વેપાર ઉપરાંત મજબૂત થાણાં સ્થાપ્યાં એ બતાવી આપે છે કે ગુજરાતના વેપારીઓએ એમને બહુ પ્રવેશ કરવા દીધો નહોતે અને ધંધા પૂરતા તો એ આ પ્રાંતમાં ફાવ્યા નહોતા. ગુજરાતના વેપારમાં દલાલની સત્તાની જે પ્રથા પડેલી છે તે પરદેશીઓને બહુ ન પેસવા દેવામાં એક કારણભૂત થઈ છે એમ મનાય. ૨૯ સીઝર ફ્રેડરિક ખંભાતમાં આવા દલાલનું ઉત્તમ વર્ણન કરે છેઃ “ખંભાત ઉતર્યા પછી વેપારીએ એક સારો દલાલ શોધ પડે છે. એ લોક હિંદુ હોય છે અને આબરૂદાર હોય છે. એમના હાથ નીચે પંદરથી વીસ ગુમાસ્તા હોય છે. વેપારી વહાણ ઉપરથી ઊતરીને તુરત પિતાના માલની યાદી દલાલના હાથમાં મૂકી દે છે. ઘરગથ્થુ કેટલોક સામાન પોતાની સાથે લાવ પડે છે, કારણ આ દેશમાં ઘર ખાલી (ફરનીચર વગરનાં) આપવાનો રિવાજ છે. દલાલ ખાટલા, ગળી–માટલાં, વગેરેની સગવડ કરી રાખે છે. વેપારી આરામ લે તે દરમ્યાન દલાલ એને માલ વહાણમાંથી ઊતરાવી ઘેર લાવે છે. વેપારીને બજારના રીતરિવાજ કે લાગાની કાંઈ સમજ હતી નથી. દલાલ વેચવાની વસ્તુઓના બજારના ચાલુ ભાવ અને જે ખરીદી કરવી હોય તેના પણ ભાવની યાદી આપી જાય છે. પછી દલાલ વેપારી જેમ કહે તેમ તેને માલ વેચી કે ખરીદી આપે છે. જકાત વગેરે પણ દલાલ ચૂકવી આપી વસૂલ કરે છે. દલાલ વગર જાતે કરવા ધાર્યું હોય તે ગમે તેટલો વખત થે પણ કાંઈ કામ થતું નથી.૩૦ જમીન માર્ગને વેપાર જમીન માર્ગ આ સદીમાં અમદાવાદ મારફતે ઘણો માલ આવતો. સિંધમાં નગરઠઠ્ઠા બંદર હવા છતાં રાધનપુરને રસ્તે ત્યાંથી ખંભાત માલ આવતો. લાહોર, દિલ્હીને આગ્રાથી પણ અમદાવાદ થઈ ભાલ આવતો. અમદાવાદથી દર અઠવાડિયે બસે ગાડાને કાફલા સાથે નીકળતો. કારણ રસ્તામાં રજપુત અને કળીઓને ભે ઘણો હતો. સાથે ચોકિયાત લેવા પડતા અને જામીન તરીકે ભાટ પણ સાથે રહેતા. તે કાફલાને હરકત આવે તો ભાટ ત્રાગુ કરતા. બંદરની સ્થિતિ
આ બધી વેપારની જાહોજલાલીના સમયમાં ખંભાત બંદરનું પોતાનું બારું બહુ કામમાં આવતું નહિ. ખંભાતના અખાતમાં વહાણ ચલાવવામાં ઘણું જોખમ હતું અને દેશી ભોમિયા વગર અંદર અવાતું નહિ. દૂર દેશાવરથી ખંભાત આવતો માલ અને ખંભાતથી દૂર દેશાવરમાં જતો માલ ગાંધાર (ભરૂચ અને ખંભાતની વચ્ચે), ઘેધા કે દીવથી ચડાવો ને ઉતારવો પડતો. ખંભાતના બારામાં
૨૯ અંગ્રેજી દલાલની વિગત અંગ્રેજી કેડીના જુદા પ્રકરણમાં કરી છે. અંગ્રેજ, ડચ, પોર્ટુગીઝ કૅચ વગેરે ગુજરાતને બદલે બીજા પ્રાંતોમાં અંદરના વેપારમાં વધારે ફાવ્યા તેનું એક કારણ દલાલોની સત્તા હતું. 3. Bom. Gaz. VI. P. 193-4 (Cambay) Note. 7.
For Private and Personal Use Only