________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેપાર અને વહાણવટું
૧૧૬
આ માલ ‘તહવરી’ નામના નાના મછવામાં ભરીને લાવવા પડતા.૩૧ સેાળમી સદીની શરૂઆતમાં કાઈ કાઈ વાર સામાન્ય માટા કદનાં વહાણ અખાતના મથાળા સુધી આવતાં, પણ જેમજેમ વર્ષો વધતાં ગયાં તેમતેમ એ ભાગ છેક નકામે થતા ગયા. તે એટલે સુધી કે મહિનામાં બે વખત પૂનમ અને અમાસને દિવસે જ મેાટી ભરતીને વખતે નાનાં વહાણા પણ આવી શકતાં. ક્રિરંગીએની સત્તા આ સદીના પાઞ્લા ભાગમાં વધી ત્યારે ખંભાત બંદરને ચાંચિયાથી બચાવવા પોર્ટુગીઝાની મદદ લેવી પડતી અને ખંભાતમાં બાદશાહી નૌકાસૈન્ય રહેતું બંધ પડયું હતું.૩૨
સત્તરમી સદી
સત્તરમી સદી શરૂ થાય તે પહેલાં તે સુરતની ચડતી શરૂ થઈ ગઈ હતી. આ વખતે ખંભાત બંદરને સુરત બંદરના હાથ નીચે મૂકવામાં આવ્યું હતું છતાં પણ એને વેપાર હિંદના કાઈ પણ અંદર કરતાં ભાગ્યે જ ઊતરતા કહી શકાય.૩૭ અંગ્રેજ અને વલંદાઓએ પણ સુરતની કાડીઓને મુખ્ય સ્થાન ગણવાથી ખંભાતનું મહત્ત્વ ઘણું ઓછું થયું. આ સદીમાં ખંભાતની મુખ્ય નિકાશ કપાસ અને કાપડ રહ્યાં. સુરત વધવા છતાં ઈરાની અખાત સુધી પશ્ચિમમાં અને જાવા ને અચીન (સુમાત્રા) સુધી પૂર્વમાં ખંભાતનાં વહાણ સીધાં જતાં. હવે ખંભાત બાદશાહી સુબાએના સીધા હાથ નીચે તે નહિ પણ સુરતના મુત્સદ્દીના હાથ નીચેના નાયબ મુત્સદ્દીઓના વહીવટમાં હતું. વેપાર એકંદરે માટેા કહી શકાય છતાં ઘસારા ચાલુ જ હતેા.
અઢારમી સદી
અઢારમી સદીની શરૂઆતથી ગૂજરાતમાં અંધાધૂંધીની શરૂઆત થવા માંડી. છતાં પણ શરૂઆતનાં વર્ષોં ખંભાતના વેપાર માટે ખાટાં ગયાં નહેાતાં. અનેક બંદરાથી અનેક વસ્તુએ આવતી અને જતી એ તા હવે બંધ પડી ગયું હતું. છતાં અકીકની વસ્તુઓ, દાણા, કાપડ, રેશમી કાપડ, જરીભરતનું કામ, એ તે ખંભાતમાં ઘણું સારૂં ચાલતું હતું. જરીભરતના કામમાં તેા ખંભાત એ વખતે હિંદમાં અને કદાચ આખી દુનિયામાં શ્રેષ્ઠ ગણાતું. ૩૪ એ સદીની અધચમાં અકીકના સામાન, હાથી
૩૧ એ જ પૃ. ૧૯૪ તહવરી tahveri એ નામ આઇને અકબરીએ આપેલું છે. એ નામનું મૂળ જડતું નથી. તુરી ઉપરથી તા નહિ હોય ?
૩૨ પોર્ટુગીઝા અને ખંભાતના નાકાસૈન્યનું વર્ણન આગળ કહી ગયા છીએ. ખંભાત બંદર(harbour)ની વધુ વિગત માટે જુઓ. Bom. Gaz. VI. P. 194.
૩૩ પાઈરાર્ડ લેવેલ લખે છેકે (૧૬-૧-૧૬૧૧) સુરત વધતું જતું છતાં ગાવાથી બીજી પંક્તિએ ખંભાત સિવાય હિંદનું કાઈ બંદર ગણાતું નહિ. દર વષઁ ‘ખંભાતી કાફલા’ એ નામે ખસેાથી ત્રણસેા વહાણ ગાવા બંદરે આવતાં અને હિંદનાં વહાણ પોર્ટુગલ જતાં ત્યારે જેવા આનંદ થતે એવા આનંદ ગાવામાં ખંભાતનાં વહાણ આવવાથી થતા, ખંભાતથી લાખંડ, વાંકું, ફટકડી, અને ‘જગતમાં સારા ગણાતા' એવા ઘઉં, ચાખા, કરિયાણું, ધી, તેલ, સુગંધી પદાર્થો, સાબુ, ખાંડ, મરી, મધ, મીણ, અફીણ, ચંદ્રવા, સુંદર ખાટલા, ગલોચા, હાથીદાંતની વસ્તુઓ, છાપની જડીત વસ્તુઓ, સેાનુંરૂપુ' અને જવાહીરની વસ્તુઓ, કાચબાની ઢાલની પેટીઓ, લાકડકામ વગેરે ઘણું આવતું. (Bon. Gaz. 195 No. 1)
૩૪ જરીભરત અને કિનખાબ સુરતનાં પણ ઉત્તમ ગણાતાં પરંતુ સુરતની ચડતી પહેલાં એ સ્થાન અમદાવાદનું હતું. ખંભાત તળમાં એ કામ કેવું થતું-ઉત્તમ થતું કે નહિ તેના સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ અમદાવાદના માલ દેશાવર જવા ખંભાત આવતા,
For Private and Personal Use Only