________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
વેપાર અને વહાણવટું આવ્યા પછી રહે એ મનાય એવું નથી. એટલે સોળમી સદી કે જેનો હેવાલ આગળ વર્ણવીશું તેમાં પોર્ટુગીઝોના હાથમાં દરિયાઈ સત્તા ગયા છતાં જ્યારે ખંભાત ઘણું સમૃદ્ધ શહેર માલૂમ પડે છે તે એની એથી પણ વધારે સમૃદ્ધિ પંદરમી સદીમાં હોવી જોઈએ. પંદરમી સદીમાં જ અમદાવાદ રૂપી લંડનનું ખંભાત લીવરપુલ જેવું બંદર હતું. પંદરમી સદીમાં જ યુરોપ અને એશિયાના દેશોમાં હિંદુસ્તાન આખું ખંભાતને નામે ઓળખાતું. ઉત્તર હિંદમાં મુસલમાન સત્તા એ વખતે જામી ગએલી હતી. સુરતની શરૂઆત પણ એ સદીમાં થઈ હતી. એ વખતે ખંભાત મક્કાનું દ્વાર ગણાતું. એક સદી વીત્યા પછી તે એ સ્થાન સુરતે લઈ લીધું હતું. સોળમી સદી સેળમી સદીના પહેલા પાદમાં ગૂજરાતના સુલતાન બહાદુરશાહના અમલમાં ખંભાતની જાહોજલાલી તે સારી હતી. ગૂજરાતનું નૌકાસૈન્ય બળવાન અને વિજયી નીવડ્યું હતું. છતાં એ બાદશાહનાં છેલ્લાં વર્ષોમાં પોર્ટુગીઝની સત્તા ઘણી વધી ગઈ હતી. પોર્ટુગીઝને લીધે ખંભાતને વેપાર વધ્યો હશે કે કેમ એ એક સવાલ છે. પરંતુ એ લેકએ ગુજરાતનાં બંદરોને ઘણો ત્રાસ આપ્યો છે. એમની અવરજવર વધવાને લીધે સોળમી સદીથી આપણને ખંભાત તથા બીજા બંદરોના વેપારના ઉલ્લેખો ઘણા મળે છે. ઇ. સ. ૧૫૩૩થી હિંદના પશ્ચિમ કિનારાના સમુદ્રના એ લોકે નિયામક જેવા બની ગયા હતા. ખંભાતને વેપાર ઘટે અને તે આસપાસના થડા નાના મુલકનું માત્ર બંદર બની જઈ હિંદુ
સ્તાનનો વેપાર દીવ દમણ વગેરે એમનાં બંદરો મારફતે થાય એમાં એમનો ખરો સ્વાર્થ હતો. વજિયા અને રાજિયા ઈ. ૧૫૮થી પોર્ટુગલ પેઈનની સત્તામાં આવવાથી એમની સત્તા નરમ પડી ત્યારથી ખંભાતને વેપાર વધવા માંડે. એ પહેલાં ખંભાત અગર ગૂજરાતમાં બીજા બંદરેથી ઊપડતાં વહાણને પિોર્ટ ગીઝનો પરવાનો મેળવો પડતો ને ખંભાત આવતાં વહાણોને પણ એમને સંતોષવા પડતા. એ સત્તાને એક દાખલો સારો મળેલ છે. કાવીના વતની અને ખંભાતના મોટા વેપારી એ વખતે વજિયા અને રાજિયા નામના જૈન ભાઈઓ હતા. એમનો વેપાર ઘણો મોટો હતો અને ગોવાના ફિરંગી ગવર્નર ઉપર એમની લાગવગ ઘણી ભારે હતી. એક વખતે પોર્ટુગીઝોએ એક ચાંચિયાનું વહાણ પકડયું અને પકડાએલાઓને મારી નાખવા હુકમ આપે. એ દિવસે જૈનેના પજુસણના હતા. ચાંચિયાઓને એ વાત યાદ આવવાથી વજિયા અને રાજિયા શેઠના ધર્મના ખાસ દિવસ છે એ યાદ ફિરંગી સત્તાવાળાઓને આપી, અને પિતાના મિત્ર જેવા શેઠિયાના ધાર્મિક પને દિવસે હિંસા ન કરવી એમ લાગ્યાથી ચાંચિયાને એમણે છોડી મૂક્યા.૧૦ આ વાત એટલું બતાવી આપે છે કે ગુજરાતના વેપારીઓ દરેક સત્તા સાથે સારાસારી રાખતા હતા.
સોળમી સદીના પાછલા ભાગમાં સિંધમાં ઠઠ્ઠાનું બંદર પણ વધતું જતું હોવાથી મુલતાન, પંજાબ અને ઉત્તર હિંદના કેટલાક ભાગને માલ જે ખંભાત મારફતે ચડતે અને આવતો તે ઠઠ્ઠા મારફતે ચાલવા
૧૦ જુઓ વસંત રજત મહોત્સવ ગ્રંથમાં “ગુજરાતનું વહાણવટું એ નામને આ લેખકને લેખ,
For Private and Personal Use Only