________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ તેરમું
વેપાર અને વહાણવટું ખંભાત વેપાર માટે લાયક મધ્યસ્થ સ્થળ
29 ભાતના વેપારને ઈતિહાસ એના સ્થળના ઈતિહાસ જેટલે જ રસમય છે. ખંભાતનું સ્થળ
1. એશિયાના નકશામાં એવી રીતે આવેલું છે કે ઘણા દેશથી આવતા જતા માલનું એ મધ્યસ્થ કેન્દ્ર થઈ શકે. પ્રાચીન સમયમાં જ્યારે યુરોપના કેટલાક દેશે જંગલી હતા અને અમેરિકા યુરોપના લોકોને જડો પણ નહોતા ત્યારે હિંદુસ્તાનની સ્થિતિ વેપારઉદ્યોગના ક્ષેત્રમાં કેવી સર્વોપરી હતી એ હવે ઇતિહાસના વાંચનારને અજાણ્યું નથી. યુરોપના લોકે કપાસ શું તે સમજતા નહોતા ત્યારે હિંદુસ્તાન સારામાં સારું કાપડ બનાવી પરદેશને પૂરું પાડતું હતું. એ હિંદુસ્તાનમાં પશ્ચિમમાં આવેલો ગૂજરાતનો નાનો પ્રાંત વેપારી બુદ્ધિમાં સર્વોપરી હતું. છેક કહેવાતા પ્રાગૈતિહાસિક સમયથી ભરૂચ, સોપારા, પ્રભાસને ખંભાત હિંદુસ્તાનનાં મેટાં બંદર હતાં. તેમાં ખંભાત હિંદનાં સર્વથી મેટાં બંદરમાં ગણાતું, અને પાછળથી પહેલી પંક્તિનું ગણાતું સુરત બંદર પણ ગુજરાતનું જ બંદર હતું. કલકત્તા, મદ્રાસ વગેરે મોટાં બંદરે આજે હિંદુસ્તાનમાં છે છતાં વેપાર અને નાણાંવટા માટે તે જેમ મુંબાઈજ સર્વોપરી ગણાય છે તેમ મધ્ય પ્રાચીન કાળમાં તામ્રલિત વગેરે બંદર છતાં ખંભાત જ મુખ્ય ગણાતું. સોળમી સદીના અંત ભાગમાં ખભાતના અખાતને મથાળાનો ભાગ પુરાતો ગયો તેમ તેમ ધીમેધીમે ખંભાતની જાહોજલાલી ઘટતી ગઈ અને આર્થિક પડતી આવી. ઉત્તર હિંદ સાથે ખંભાતને વેપારી સંબંધ છેક સત્તરમી સદી સુધી જમીન રસ્તે હતો. ત્યારે અગાઉ જોયું તે મુજબ સરસ્વતી નદીનો ખંભાત પાસેથી કાશ્મીર સુધી જતો પ્રવાહ અને સિધુ આદિ કચ્છના રણમાં પડતી નદીએના પંજાબમાં થઈને આવતા પ્રવાહ ખંભાત અને ગુજરાતનાં બીજાં બંદરોને ઉત્તર હિંદના મુખ્ય મથકે સાથે સહેલાઈથી જોડતાં. એક બાજુ દક્ષિણમાં થઈને જાવા બ્રહ્મદેશ વગેરે દેશો અને બીજી બાજુ પશ્ચિમમાં રાતો સમુદ્ર અને ઈરાની અખાતની આસપાસના દેશે એ બધામાં ખંભાતનું સ્થળ એવું મધ્યસ્થ છે કે એની એ ભૌગોલિક સ્થિતિ એના વેપાર અને વહાણવટાની પ્રગતિમાં ઘણું સહાય કરતી. ખંભાતના વેપારને ઈતિહાસ એટલે હિંદના પ્રાચીન વહાણવટાને ઇતિહાસ
આ રીતે ખંભાત અગર એ જગ્યાએ જે નામથી નગર હશે તેણે ઘણા પ્રાચીન કાળથી સારે વેપાર ખીલવ્યો હશે એમાં શંકા નથી. પરંતુ એ જાણવાના સાધનના અભાવે જ્યારથી ખંભાતના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે ત્યાંથી વેપાર સંબંધી વિગત લખશું. બીજું એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ખંભાત એ પ્રસિદ્ધ બંદર હાઈ એને વેપાર મોટે ભાગે દરિયા માને છે અને જે વેપાર જમીન
૧ જુઓ પિરાણિક સમયના પ્રકરણ સાથે આપેલો નકશે.
For Private and Personal Use Only