________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાપત્ય
૧૦૩ ફેરવી નાખીને બનાવેલી છે, એ એકમત કેટલાક લેખક કહે છે. આમ ધારવાને આધાર નથી. લેખમાં કહેલા વર્ષમાં મસ્જિદ બંધાઈ હોય તે એ વખતે મુસલમાન સત્તા સુરતમાં જ આવેલી હતી. મસ્જિદની રચના પણ એક સૈકા પછી બંધાએલી મસ્જિદ જેવી છે. તે એટલા વહેલા સમયમાં મસ્જિદ હિંદુ કે જૈન મંદિરને ફેરવી નાખીને કેવી રીતે થઈ હશે તે કલ્પનામાં આવી શકતું નથી. હિંદુ મંદિરોના પથ્થરો અને થાંભલાઓ વગેરે કાટમાલ વાપર્યો હશે એમાં શંકા નથી. એ વખતે ઉલુઘખાનના લશ્કરે એક વખત તો મંદિરનો ધ્વંસ કરેલો હતો. પરંતુ ખુદ ઉલુઘખાનના દરબારમાં જૈનોનું જેર સારું હતું. તે આખું જૈન મંદિર ફેરવાઈને મસ્જિદ તે વખતમાં બની જાય એ માનવા જેવી વાત નથી.૪ હિંદુ મંદિરોના અવશેષે લઇને મુસલમાન વેપારીએ મસ્જિદ બાંધી એ જ વાત સયુક્તિક અને માનવા જેવી છે. મજિદ રાજસત્તાએ નથી બાંધી, રાજસત્તા એ વખતે ગૂજરાતમાં તદ્દન નવી જ આવેલી હતી એ પણ ભૂલવા જેવું નથી. એકંદરે મસ્જિદની બાંધણું કબરની તારીખ કરતાં એક સેકે પાછળની જણાય છે. ૧૭૭૫માં જુમા મસ્જિદ અને બીજે મકાને છેક ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધી આ મસ્જિદ સારી દશામાં નહોતી. એના ઘણું ભાગ પડી ગયા હતા. પરંતુ હાલ એની સારી મરામત થતી રહી છે અને ખંભાતનું એ મુખ્ય જેવા લાયક સ્થાન કહી શકાય. જેમ્સ ફોર્બ્સ (૧૭૭૫)માં આ મસ્જિદનું વર્ણન કરેલું છે. એ કહે છે કે આ એક હિંદુ મંદિર હતું. એમાં મૂર્તિઓ જમીનમાં નાખેલી છે. આ માન્યતાની ચર્ચા ઉપર કરી છે એટલે ફરી લખવાની જરૂર નથી. કૅર્સે જ્યાં પિતે તપાસ કરીને લખે છે ત્યાં ખરું લખે છે પણ બીજાનું સાંભળીને લખે છે ત્યાં ભ્રમ પેદા કરે છે એવું એની પછી પણ સદી પછી આવેલો બ્રીઝ કહે છે. ઉપરની વાતની પેઠે ફોર્બ્સ બીજી વાત એ કહે છે કે મસ્જિદની દક્ષિણે એક મીનારો હતો અને બીજે વીજળીથી પડી ગયો. આ હકીકત પણ ભ્રમમૂલક છે. ફોર્બ્સ આગળ લખે છે કે ખંભાતનાં પરામાં કેટલાક સુંદર રાજા છે જેમાં કારીગીરી એટલી તો ઉત્તમ છે કે એના બાંધનાર કારીગરોને નકશી કરવા માટે જેટલો પથ્થર કોતરીને રેતી કાઢી તેની ભારોભાર સોનું આપવામાં આવેલું. આ રોજાઓ ક્યાં હશે તેનો આજે પત્તો લાગતો નથી.' નવાબ સાહેબને મહેલ નવાબ સાહેબને મહેલ એ બીજું ઉત્તમ મકાન ખંભાતમાં ગણી શકાય. જુમા મસ્જિદની બાજુમાં દરબારગઢનાં મકાનોમાં રાજમહેલ આવેલો છે. ગઢમાં જુદાં જુદાં મકાનોનો સમૂહ છે. એમાં દરબાર ભરવાનો જે ભાગ છે તે ભવ્ય અને સુંદર છે. એનો ઉઠાવ મોગલ ઘાટનો છે, અને એની
૪ આ મજિદમાં એક આરસને થાંભલો નાગરી લિપિના અપષ્ટ લેખવાળો અને ગર્દભ શાપની મૂર્તિ કતરેલો પડે છે. એને મંદિરમાં વાપરતાં વધેલો થાંભલો છે એમ કહેવામાં આવે છે. આ ભ્રમ છે. આ થાંભલાને મજિદ સાથે સંબંધ નથી. બહારથી આવેલો જણાય છે. હિંદુ સમયના અંત ભાગને લાગે છે, Oriental Memoirs 1 319-20.
For Private and Personal Use Only