________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાપત્ય
૧૦૧ ગોઠવણ એવી રીતે કરેલી છે કે ચૌદ ચોરસ પડે છે, અને એના ઉપર ખૂણા કાપીને અષ્ટકોણ કરી હિંદુ રીત પ્રમાણે ઘૂમટ બનાવેલા છે. આગળના ત્રણ મોટા દરવાજાની અંદર છત ઊંચી લઈ જઈ જાળી મૂકેલી છે. વચલે દરવાજો બે ફીટ આગળ લાવી ચાલીસ ફીટ ઊંચો કરેલો છે. અને તેને બે છેડે નાના બે મીનારા છે. આ પ્રમાણે આગલો ભાગ અને ત્રણે દરવાજા એવી રીતે ઊંચા લીધા છે કે પાછળના ઘૂમટ દેખાય નહિ. અમદાવાદની મસ્જિદની પેઠે આ મસ્જિદમાં પણ મલુખાનું (સ્ત્રીઓને પ્રાર્થના કરવાની જગ્યા) છે. પણ અમદાવાદમાં એક જ બાજુ હોય છે જ્યારે ખંભાતમાં બે બાજુ છે. બાંધણી અમદાવાદની માફક અડધિયા થાંભલા ઉપર કરેલી છે અને જાળી કરેલી છે. એ જાળી આજે સારી હાલતમાં નથી. પડાળીઓમાં ૨૧ ઘૂમટની હાર છે અને દરેક ઘૂમટવાળા ભાગમાં એકએક બારી છે. ચૉકની વચ્ચે વજુ કરવા માટે પાણીને હોજ છે. મસ્જિદની પશ્ચિમ તરફની ભીંતમાં ત્રણ દરવાજાની સામે ત્રણ મહેરાબ અથવા કિબલા છે, અને એ અર્ધ ગોળાકાર છે, અને મથાળે કમાન છે. મસ્જિદની કમાને અમદાવાદી કમાનના ઘાટની છે. આ મહેરાબ અમદાવાદની મસ્જિદના મહેરાબના જેવા કારીગીરીવાળા નથી પણ સાદા છે. મહેરાબની પાછળ ભીંતમાં ટેકા કરેલા છે. જે ઘૂમટની નીચેની ભીંતમાં મહેરાબ નથી, તેમાં બારીઓ છે પણ તે સારી હાલતમાં નથી. મીંબર આઠ પગથિયાને, અમદાવાદની કેટલીક મસ્જિદમાં છે એ બનાવેલું છે, અને ઔરંગઝેબના વખતમાં મીંબરની ઊંચાઈ ઘટાડવામાં આવી તે અસર અમદાવાદની પેઠે ખંભાતમાં થઈ હોય એમ લાગતું નથી. મીંબર મુલ્લા અગર ખતીબને માટે છે.
આ મસ્જિદની દક્ષિણે અડોઅડ માટે રોજે આવેલો છે. એની લંબાઈ ૨૦૪ અને પહોળાઈ ૪૯ ફીટ છે. એનું મુખ્ય પ્રવેશદ્વાર દક્ષિણે છે. વચ્ચે ૩૯ ફીટ વ્યાસને માટે ઘૂમટ છે. એની દક્ષિણના દરવાજામાં અને મસ્જિદની દક્ષિણને કારમાં પડખે થઈને ઉપર જવા માટે દાદર છે. ઘૂમટ પડી ગએલો છે અને એની મરામત કરવાને કોઈ પગલાં લેવાયાં લાગતાં નથી. ઘૂમટની નીચે પડાળી જેવું કરેલું છે. પશ્ચિમ બાજુ રાજાને લગતી ખાનગી મસ્જિદ છે અને એનો સંબંધ મુખ્ય મસ્જિદના મોટા ખંડ સાથે અને દક્ષિણ તરફના મલુકખાન સાથે છે. વચ્ચે બંધાવનારની પિતાની અને એની સ્ત્રીની કબરે છે. આ રોજામાં થઈને પણ મજિદમાં જઈ શકાય છે. કબરો આરસની અને સુંદર કારીગીરીવાળી છે અને એના ઉપર લેખ છે. એમાં રિવાજ પ્રમાણે કુરાનેશરીફનાં વાક્ય છે. લેખમાં બાંધનારનું નામ પણ લખેલું છે. અનેક વિશેષણે લગાડયા પછી કહે છે કે અરબસ્તાન અને ઈરાનમાં પ્રસિદ્ધ એવા ઉમર બીન અહમદ કાઝરૂની-જેને ઝેરઅલ મલીકનો ઈલ્કાબ છે–એ બુધવાર સફરમાસની નવમી તારીખે હી. સં.-૭૩૪ (ઈ.સ. ૧૩૩૩ તા. ૨૧ ઑકટોબર)ને રોજ સ્વર્ગવાસ પામે. બીજી કબર ઉપર બીબી ફાતમાનું નામ છે એના ઉપર તા. ૧૧ શવ્વાલ હી. સં. ૭૮૩ (૩૦ ડિસેંબર ૧૩૮૧)ની તારીખ છે.
મસ્જિદની પૂર્વ તરફ દ્વાર ઉપર નાનો હિંદુ ઘાટને મંડપ છે. મજિદ મુહમ્મદશાહ બીન તઘલખશાહના રાજ્યમાં તા. ૧૮ મહોરમ હી. સં. રપ (૫ જાન્યુઆરી ૧૩૨૫)ને રોજ મુહમ્મદ અલખુતમારીએ ખાનગી મિલકતમાંથી બંધાવી છે. બીજા એક લેખમાં સુલતાન ફિરોઝ (તઘલક?)
For Private and Personal Use Only