________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
સ્થાપત્ય ના વખતમાં ઝફરખાન ગસ્તુરી નામના મિસ્ત્રીએ બાંધી એમ પણ લખ્યું છે.
ખંભાતમાં કેટલીક કબરો ઉમર અલ કાઝની કબર જેવી છે. એક તો ઈન્ડીયાર ઉદ્દૌલા નામના ખજાનચીની ઇ. સ. ૭૧૬ હી. સં. જમાદલ આખર માસની ૧૭મી તારીખનો છે. (૬ સપ્ટેમ્બર ૧૩૧૬) શહેરથી માઈલ પશ્ચિમે અહમદ અલ હાજમ કુરેશીના પુત્ર અબ્દુસ્સલામના પુત્ર ઇસીના પુત્ર મુહમ્મદના પુત્ર સૈયદ અહમદના પુત્ર હાજી યુસુફની કબર છે. હી. સં. ૮૧૪ (ઈ. સ. ૧૪૧૧) છે. બીજી કબર ફકરૂદ્દીલા વદ્દીન અબુબકર બીન હસનની છે. હી. સં. ૮૧૮ (ઈ. સ. ૧૪૧૫) છે. બાંધણીની ચર્ચા
આ મસ્જિદ ઇ. સ. ૧૩૩૫માં બંધાઈ એમ એની ઉપરના લેખ ઉપરથી માલૂમ પડે છે. રજાની અંદરની મુખ્ય કબર ઉપર ઈ. સ. ૧૩૩૩નું વર્ષ છે. આ મજિદ હાલ છે એ જ ઘાટની એ વખતે બંધાઈ હશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. મસ્જિદની સાદાઈ જોતાં અમદાવાદમાં પંદરમી સદીની શરૂઆતમાં બંધાએલી મસ્જિદમાં અને આમાં બહુ ફેર નથી લાગતો. એમ છતાં પણ અમદાવાદની જૂનામાં જૂની મસ્જિદો કરતાં આ ખંભાતની જુમા મસ્જિદ એક સૈકે જૂની છે. એટલે એ મસ્જિદની બાંધણી અમદાવાદની સર્વથી જૂની મસ્જિદો સાથે સરખાવતાં અને એનાથી એક સંકે જૂની એ વાત ધ્યાનમાં લેતાં એટલી બધી જૂની હોય એમ માની શકાતું નથી. ઈ. ૧૩૨૫ એટલે હિંદુ સત્તા પૂરી થયા પછી થોડા જ વખતમાં આ મસ્જિદ બંધાએલી છે. એ વખતે હિંદુ સ્થાપત્ય એની ઊંચામાં ઊંચી સ્થિતિમાં હતું. એટલે એને માટે કોઈ પણ ભારે મકાન બાંધવું મુશ્કેલ તો નહોતું. પરંતુ જે જાતની મસ્જિદો અમદાવાદમાં બાદશાહી સ્થપાયા પછી કેટલે વર્ષે દેખાય છે, તે જાતની મસ્જિદ ખંભાતમાં એક સૈકા પહેલાં એટલા જૂના સમયમાં બંધાય એમાં શંકા પડે છે. પરંતુ બાંધણી જોતાં જેમ એ વખતે આ મસ્જિદ બંધાઈ હોય નહિ એમ લાગે છે તેમ એની અંદરના લેખની તારીખથી એથી વિરુદ્ધ માનવાને પણ પ્રમાણ નથી. ફક્ત ગૂજરાતમાં મુસલમાન સ્થાપત્યની પ્રગતિ જે રીતે થઈ છે તેને વિચાર કરતાં એટલી શંકા ઉત્પન્ન થાય છે. એટલે લેખની તારીખ પ્રમાણે એ વખતે મસ્જિદ બંધાઈ છે એમ માનીએ તે તે વખતના હિંદુ કારીગરોને નકશો બનાવી આપનારા ખાસ બહારથી આવેલા હોવા જોઈએ. મજિદ તો એ વખતે બંધાઈ એમ માની લઈએ તોપણ જેને દક્ષિણ તરફ આવેલો રોજે તે પાછળથી બંધાયે હશે એમ જ માનવું પડે. રોજાની બાંધણ ને એના ઘૂમટનું કદ જોતાં ચાદમી સદીમાં એ બાંધણું થવી અશક્ય છે. ગૂજરાતના સુલતાનના પણ પાછલા ભાગમાં સુલતાન બહાદુરશાહના વખતથી એવા બુલંદ ઘૂમટે ગુજરાતમાં બંધાવા લાગ્યા. એટલે કબરે ચૌદમી સદીની શરૂઆતની હોય પણ મસ્જિદ અને રોજે તે પાછળથી કોઈએ બંધાવ્યા હોય એમ લાગે છે; અને બંધાયા પછીના અનેક સૈકાઓમાં તેની મરામત થયા કરેલી છે અને સ્પષ્ટ દેખાય છે. આ મસ્જિદ હિંદુ મંદિરને
૩ Arc. Survey of W. India V1 Burgess P. 28.લખાણમાં અરબમાં મડાંના ફેરથી બહુ ફેર પડે છે તેથી . નામ સ્પષ્ટ થતું નથી એમ લખે છે.
For Private and Personal Use Only