________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વતંત્ર સંસ્થાન જઈ બાળકોને મીઠાઈ વહેંચતા. ૧૯૧૧ના દિલ્હી દરબારમાંથી આવ્યા બાદ એઓ સાહેબે એક વખત બધી શાળાઓનાં બાળકોને જમાડડ્યાં હતાં. બાળકે એમની પાસે વિના સંકોચે આવી શકતાં અને કોઈ એમને રોકે તો તે માણસ ઉપર નવાબ સાહેબ નારાજ થતા. પ્રજાને એમના ઉપર ઘણો જ પ્રેમ હતો અને પ્રજા એમને રાજા હોવા છતાં એક પવિત્ર સાધુ પુરુષ જેવા ગણતી. એમનો સ્વભાવ ઘણો શાંત અને રહેણીકરણ ઘણું જ સાદી હતી. ઇ. સ. ૧૯૧૫માં ૨૧મી જાન્યુઆરીને રોજ ૬૭ વર્ષની ઉમરે એ બેહસ્તનશીન થયા. એમના રાજ્યના પાછલા સમયમાં ખંભાત શહેર પણ સુધરતું ગયું અને સારાં શોભાયમાન શહેરોની પંક્તિમાં આવ્યું.
For Private and Personal Use Only