________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
USUM
પ્રકરણ અગિયારમું અંગ્રેજી કોઠી
પ્રથમ આગમન
Lદુસ્તાનમાં મંગલ મહારાજ્યના નાશ પછી એથી પણ મોટું અને બળવાન સામ્રાજ્ય
સ્થાપનાર હિંદુસ્તાનથી પાંચ હજાર માઈલ છેટે રહેનાર વેપારી પ્રજાને શરૂઆતમાં ખબર પણ નહતી કે મરી, કરિયાણું અને કાપડના વેપારમાંથી મોટું મહારાજ્ય મળશે. ઈ.સ. ૧૫૮૩માં અંગ્રેજોને, ડચ વગેરે લોકોને હિંદુસ્તાનના વેપારમાંથી ઘણું કમાતા જોઈને હિંદ સાથે વેપાર કરવાની ઈચ્છા તીવ્ર થઈ. એ વખતની ઈગ્લંડની રાણી ઇલિઝાબેથ પાસેથી હિંદના સમ્રાટ અકબર ઉપર એક પત્ર મેળવી એક સાહસિક ટુકડી પૂર્વ તરફ નીકળી પડી. પોર્ટુગીઝની પેઠે એ લોકે પૂર્વના મૂર્તિપૂજકોને ઈશુ ખ્રિસ્તને ધર્મ સમજાવવા તરવાર લઈને નહોતા આવ્યા. ડચ લોકોની પેઠે એમને પિતાની સરકારનો પૂરે ટેકે પણ નહોતો. અંગ્રેજે કેવળ સાહસથી પ્રેરાઈવેપાર અર્થે જ હિંદુસ્તાનમાં આવ્યા હતા. “ખભાત'ના શહેનશાહ ઉપર પોતાના રાજ્યકર્તાનો કાગળ લઈ “ખંભાત” ના મહારાજ્ય સાથે વેપાર કરી કમાવાના શુદ્ધ ઉદેશ સિવાય એમને બીજી કોઈ ઈચ્છા નહોતી. એમાંથી એમને મહારાજ્ય સાંપડયું. એ તે ખેતર ખેડવા જતાં મોટો ધનભંડાર હાથ લાગે એના જેવું નથી? અંગ્રેજોનું હિંદનું સામ્રાજ્ય એ જગતના ઈતિહાસની એક નવાઈ; નસીબમાં ન માનનારાને નસીબની વિચિત્રતાને એક અદ્ભુત દાખલો.
સોળમી સદીના અંત ભાગમાં આવેલી પહેલી ટુકડી “ખંભાતના રાજ્ય સાથે વેપાર સંબંધ કરવામાં સફળ ન થઈ. એ પછી હિંદ આવવાના પ્રયત્નો ચાલુ જ રહ્યા. અકબરના દરબારમાં રહેલા જે સુઈટ પાદરીઓએ અંગ્રેજો વિરુદ્ધ દરબારમાં ખટપટ કરવામાં કાંઈબાકી ન રાખ્યું. સત્તરમી સદીની શરૂઆતમાં (૧૬ ૦૭)માં હોકીન્સને એક કાફલો સુરત બંદર જવાના સ્પષ્ટ આદેશથી મોકલ્યો. લાંબી અને કંટાળાભરેલી સફર કરી કેપ ઑફ ગુડ હોપને રસ્તે થઈને એક વરસે કાફલો એડન પાસેના સોકેટ્રા બેટમાં આવ્યો. ત્યાં કેટલાક હિંદુ ગૂજરાતી વેપારીઓની સલાહથી ચોમાસું વિતાવ્યા પછી હિંદ તરફ જવાનું નક્કી કર્યું અને કેટલેક મહિને સુરત આવ્યા. એ વખતે જહાંગીરના રાજ્યમાં મુકરબખાન અમદાવાદનો સુબો હતો. અંગ્રેજો એને સુરત અને ખંભાતનો સુ કહે છે. અંગ્રેજોને
British Beginnings in India:-Rowlinson: P. 28. 'Elizabeth.by grace of god etc. To the most invinsible and most mightie Prince lord Zelabdim Echebar king of Cambay. Invinsible Emperor etc.' એ પ્રમાણે કાગળની શરૂઆત છે. ૨ એ જ ૫.૪૦. ગુજરાતી હિદુઓ હેરમઝ સેકા વગેરે જગ્યાઓએ સ્થાયી થઈ રહેલા હતા એના બીજા પુરાવા પણ મળે છે. સેકેરાના ગૂજરાતીઓએ ખાસ કરીને વહાણવટીઓએ માસામાં હિંદ ન જવા સલાહ આપી.
For Private and Personal Use Only