________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
અંગ્રેજી કેડી એની સાથે બનાવ નહોતે. ખંભાતમાં રહેલા પોર્ટુગીઝોએ પણ અંગ્રેજોને નડવામાં બાકી ન રાખ્યું. ઈ. સ. ૧૬૧૩ની લગભગમાં અંગ્રેજોએ સુરતમાં કઠી સ્થાપી, અને ઈ.સ. ૧૬૧૫થી ૧૮ સુધીમાં ખંભાત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, અને આગ્રામાં પણ શાખાઓ કાઢી. આ ખંભાતની કોઠી છેવટ સુધી, સુરતની કઠી મુંબાઈની શાખા બન્યા પછી પણ, સુરતની શાખા જ રહી. સત્તરમી સદી
. સ. ૧૬૧૭-૧૮માં ઈંગ્લેંડના રાજાના એલચી તરીકે સર ટૅમસ રે સુરત આવ્યું. એણે અંગ્રેજ વેપારીઓના વેપારના હક માટે જહાંગીરના દરબારમાં સારો પ્રયત્ન કર્યો. સુરત, ખંભાત ઘોઘા, સિંધ અને બંગાળામાં વગર હરકત વેપાર કરવા માટે અંગ્રેજોએ માગણી કરી. સત્તરમી સદીમાં
આ રીતે સુરતની શાખા તરીકે ખંભાતમાં અંગ્રેજી કઠી થયા છતાં છેક ઇ. સ. ૧૭૨૦માં, ખંભાત સંસ્થાની સ્વતંત્ર થવાની શરૂઆત કરે છે ત્યાં સુધી અંગ્રેજી કઠીને લગતી હકીકતમાં કાંઈ ખાસ નવાજૂની નોંધાયેલી નથી. લગભગ આ એક સદી અંગ્રેજોએ હિંદુસ્તાનના રાજકારણમાં કાંઈ ભાગ લીધેલો ન હોવાથી અને કેવળ વેપાર ઉપર જ ધ્યાન આપવાથી વેપારીઓના કાગળોમાં વેપારધંધા અને માલ તથા વહાણની આવકજાવકના ખંભાતને લગતા ઉલ્લેખો માત્ર મળે છે. આવા ઉલ્લેખો આ એક સદીના સમય દરમ્યાન ઘણું છે. પરંતુ કઠીના ઇતિહાસ માટે એથી કાંઈ ખાસ જાણવાનું મળતું નથી. શિવાજી વગેરેની લૂંટ વખતે અંગ્રેજી કેઠીના માણસોએ જે ભાગ સત્તરમી સદીમાં લીધેલો તે પણ સુરતના ઈતિહાસને લગતે હાઈ ખંભાત માટે કાંઈ ખાસ જાણવા જેવું બન્યું નથી. કોઠીના વેપારની હકીકત પણ સુરતની શાખા હોવાને લીધે સુરતની હકીક્તમાં સમાઈ જાય છે. ઈ. સ. ૧૬૩૩માં સુરતની કઠીને પ્રમુખ હેપકીન્સન ગયો અને એની જગ્યાએ મેથેલ્ડ (Methwold) આવ્યો. આ માણસ ડાહ્યો અને હોશિયાર હતો. ફેક્ટરી શાંતિથી વેપાર કરી શકે તેથી એણે પોર્ટુગીઝ સાથે સલાહ કરી અને પોર્ટુગીઝના સુબાને મળવા ગયા પણ જઈ આવ્યો. મિ. મેથોલ્ડને સુરત બંદર ઈસ્ટ ઈન્ડિઆ કંપનીના મથક તરીકે ઠીક ન લાગ્યું હોય એમ લાગે છે. એણે કંપનીને સુરતનું મુખ્ય મથક બદલીને અમદાવાદ લાવવા લખ્યું હતું અને અમદાવાદનાં બંદર તરીકે ખંભાત અને ઘોઘા રાખવા સૂચવ્યું હતું. પરંતુ એ વખતે ઇંગ્લંડમાં ચાર્લ્સ પહેલાને
૩ એ જ પ્ર. ૪૨. વિલિયમ હૈકીન્સ લખે છે કે ખંભાત બંદર એના હાથ નીચે હતું. Early Travels. P. 63. ૪ એ જ પૃ. ૭૩.
British Beginnigs in W. India Rawlinson P. IOI. A Embasay of Sir Thomas Roe.: Foster: Oxford P. 320.આમાં સર ટોમસ રૉ પણ કંપનીને લખે છે કે બંગાળામાં ફેકટરી કાઢવાની રજા લેવાને બદલે અમદાવાદ એકલું જ એક વહાણ ભરી કાઢે એટલો માલ આપી શકે અને એની પાસે આવેલું ખંભાત તથા ભરૂચ કાપડ કામળા વગેરે ઘણે ભાલ આપી શકે તેમ છે. પૃ. ૪૮૦માં પણ જેવું. ખંભાતમાં ફેકટરી માટે ઈ. સ. ૧૬૧૬ સુધી પ્રયત્ન ચાલુ હતો એટલે તે પહેલાં ફેકટરી નહતી. P. 29-30. ખંભાતની અંગ્રેજી કેડીને લગતા સામાન્ય ઉલ્લેખ માટે જુઓ The English Factories 16161623 William Foster: Oxford. એમાં પણ ઉલ્લેખ છે. પૃ. ૩૦૯માં સુરત, ખંભાત, ઘેધા, સિંધ અને બંગાળમાં વેપારની ટને લગતા જહાંગીરના હુકમનો ઉલ્લેખ છે.
For Private and Personal Use Only