________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુસલમાન સમય પરાજય થયો એ બધી વાતને ખંભાત સાથે સંબંધ નથી.૪૪ કલયાણરાય ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફરે અને એના પુત્રે પણ અકબરના સુબાઓને વિસ વર્ષ સુધી જંપવા દીધા નથી. અમદાવાદથી શાહબુદ્દીન અહમદખાન અને એતમાદખાનના લશ્કરને મુઝફફરે હરાવી પાટણ કાઢયા હતા.૫ થડા વખત માટે ગુજરાત મુઝફફરને તાબે આવ્યું હોય એમ જણાયું. સુલતાને પિતાના પક્ષના સરદારેને ખિતાબો પણ આપ્યા. એવામાં ખંભાતમાં કલ્યાણરાય નામને વાણિયે જે બહુ જોરાવર હતો એના નેકર સયદ લતે સુલતાનને લખ્યું કે એણે ૪૦૦૦ સવારે ભેગા કર્યા છે. એણે ખંભાત બંદરમાંથી ઘણો પૈસે પણ ભેગો કર્યો હતે. સૈયદ દેલતની વફાદારી જોઈ મુઝફફરે તેને રૂસતમખાનને ઈલ્કાબ અને ઘોડે તથા પિશાક મેકલ્યાં, અને કહેવડાવ્યું કે જ્યારે જરૂર પડશે ત્યારે તને બોલાવીશું.૪૭
૪૪ મિરાતે સિકંદરી ગુ. ભા. પૂ. ૪૫૫-૫૬; અહમદી પૃ. ૧૧૫-૧૧૬; બદૌની I P. 161. ૪૫ મિરાતે અહમદી ગુ. ભા . ૧. ૧૪૮ ૪૬ મિરાતે સિકંદરી ગુ. ભા. ૪૬૧-૬૨ ૪૭ મિરાતે સિકંદરી ગુ. ભ. પૃ. ૪૬૨. આ કલયાણરાય કેણ તે બાબતમાં કાંઈક ટાળો લાગે છે. કલ્યાણરાય નામનો એક
ઐતિહાસિક પુરુષ ખંભાતના ઇતિહાસમાં થઈ ગયું છે. મુંબાઈ ગેઝેટીઅરમાં ખંભાત ઉપર લખનાર (પૃ. ૨૧૬) કુટનેટમાં કલ્યાણરાય નામના માણસને ચાલુકય સમયમાં થએલો ધારી એ સમયમાં થએલા પારસીઓના હુલ્લડ સાથે જોડતા લાગે છે. કલ્યાણરાયને પારસીઓ સાથે ઝગડો થયો હશે કે કેમ તે માટે કાંઈ આધાર મળતો નથી, ગેઝેટીઅરના લેખકે બેબે ગવર્નમેન્ટ સિલેકશનના લેખક કનલ રૉબર્ટસનને આધાર લઈ લખ્યું છે. રૉબર્ટસને તારીખ આપેલી નથી. માત્ર જનશ્રતિ નોંધી છે. એમાં લખ્યું છે કે વેપારની હરીફાઈમાંથી લઢાઈ થતાં પારસીઓએ હિંદુઓને મારી કાઢયા અને ખંભાત કબજે કર્યું. એમાં કલ્યાણરાય નામને દશાલાડ વાણિ નાસી સુરત ગયે ને ઝવેરાતના વેપારમાં કમાઈ કાળાઓની ફોજ લઈ પારસીઓને મારી હઠાવી ખંભાત કબજે કરી શહેરમાં ઘણી સારી વ્યવસ્થા કરી. પારસીઓના છેડેલા શહેર ઉપર કલ્યાણરાયે બીજું શહેર વસાવ્યું અને વેપારીઓને લાવી વસાવ્યા, એમ લખ્યું છે. આ વાત આધાર વગરની છે. ગેઝેટીઅરને લેખક આના ઉપર શંકા કરે છે કે સરતને બદલે સોરડ હોય તે આ વાત બંધ બેસે, કારણ સુરત ચાલુકય સમયમાં આબાદ નહોતું. ખરી રીતે રથાન નથી. કલ્યાણરાય ચાલુકય સમયમાં થઈ ગયાને કેાઈગ્રન્થમાં આધાર નથી, જ્યારે અકબરના સમયમાં થયાના આધાર અનેક છે અને એ સમયે સરત જઈ કમાઈ આવ્યાનું પણ બને. એટલે ફારસી ઇતિહાસમાં આવતા આ કલ્યાણરાય જ ખંભાતને કલ્યાણરાય છે. મિરાતે સિકંદરીને ઉલ્લેખ ઉપર આપે છે. જે કલ્યાણરાયને નેકર આટલો સત્તાવાળા હતા તે પાત ઉપરનું વર્ણન કર્યું છે તે હોવાની શંકા નથી. એના કરે અકબરની વિરૂદ્ધ ભાગ ભજવે, પણ એનું પોતાનું કાંઈ આવતું નથી, મિરાતે અહમદી (પૃ. ૧૪૮) એને દક્ષણી કહે છે. પણ મનસુખબુત્તવારીખમાં બદીની એને ખંભાતને વતની કહે છે અને સિકંદરીનો કર્તા તેનો સમકાલીન હતો એટલે એ વાત સત્ય લાગે છે. બદૌની એને “બકાલ' એટલે વાણિયો કહે છે. તે ઉપલી દંતકથાને બંધ બેસે છે. બીજા ગ્રન્થ નાત લખતા નથી. વળી બદૌની (મનસુખબુત્તવારીખ પૃ. ૨૪૯ ભા. ૨) લખે છે કે બાદશાહ તરફથી યૂરપી અને સાથે સુલતાન વાનનાં વહાણ છેડાવવાની સલાહ કરવા માટે લકર સાથે અસફખાન સાથે કફયાણરાય જે ખંભાતને વતની હતો તેને કલ્યો હતો. આ ઉલ્લેખમાં કલ્યાણરાયને સુરત સાથેનો સંબંધ ઉપલી આખ્યા. ચિકાને ટેકે આપતો મળે છે. આ બધા ઉલ્લેખેથી કલ્યાણરાય અકબરના પક્ષને અને ખંભાતમાં સત્તા ધરાવતો હતો એમ સમજાય છે. તેને નોકર એની ગેરહાજરીમાં વિરૂદ્ધ ગયે હશે. કયાણરાયનું ઘર હાલ પણ ખંભાતમાં બતાવવામાં આવે છે.
For Private and Personal Use Only