________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
UNTUNNUNNAN
પ્રકરણ સાતમું મોગલ સમય
મોગલ શહેનશાહતમાં ગુજરાત અને ખંભાત અકબરના રાજ્ય વખતે આવ્યાં એમ સામાન્ય ' રીતે કહી શકાય પરંતુ અકબરના આખા યે અમલમાં એ પ્રતિભાસંપન્ન મહાપુરુષની ડાહી રાજનીતિનો લાભ ગુજરાત અને ખંભાતે લીધે નથી. છેલ્લા સુલતાન મુઝફફરશાહે અને એના પુત્ર બહાદુરે છેક જહાંગીરના સમયની શરૂઆત સુધી બળવો ઉઠાવ્યા કર્યો હતો. મુઝફફરના હલ્લાઓને લીધે ભરૂચથી અમદાવાદ સુધીના મુલકે તે અકબરના અમલની શાંતિ દીઠી જ નથી. એમાં મિરઝાઓએ પણ ઉમેરો કર્યો હતો. આ આખા પ્રદેશની વચ્ચે ખંભાત આવેલું હોવાથી અને એ સમયનું નાણાં તથા વેપારનું કેન્દ્ર હોવાથી ખંભાતે સૌથી વધારે અશાંતિ અનુભવી હતી. અકબરે ખંભાત બંદરની મહેસુલમાંથી શાહજાદા સલીમ (જહાંગીર)ને દર વર્ષે એક લાખ રૂપિયા આપવાને હુકમ કર્યો હતો. એ ઉપરથી સમજાશે કે આટલી લટાઇઓ અને લૂંટ થવા છતાં ખંભાત એ વખતે સમૃદ્ધ હતું. એની વાર્ષિક આવક એ વખતે પાંચ લાખ રૂપિયા ગણાતી હતી. મુઝફફરના પુત્ર બહાદુરને બળ સત્તરમી સદીની શરૂઆતથી–જહાંગીરના સમયથી ગુજરાતમાં શાંતિ અને મોગલાઈને કાંઈક ન્યાયી અમલના લાભ દેખાવા માંડે છે. થોડા વખત તે સુલતાન મુઝફફરના પુત્ર બહાદુરે બળવો કરી ખંભાત કબજે કરી ચૌદ દિવસ સુધી પોતાના હાથમાં રાખ્યું અને ખંભાતથી અમદાવાદ વચ્ચેનો રસ્તે વેપારીઓની આવજા માટે ભયભરેલો કરી મૂકે આખરે મોગલાઈને ચઢતા સૂર્ય સામે ગૂજરાત સલ્તનતને આ છેલ્લે તારે અસ્ત પામ્યો. હિંદુસ્તાનને શહેનશાહ ખંભાતના રાજાના નામથી ઓળખાય છે
આ વખતે અંગ્રેજોએ વેપાર માટે ગુજરાતમાં આવવા પ્રયત્ન કરવા માંડેલો. શરૂઆતમાં અંગ્રેજો ખંભાત આવવા નીકળેલા તેમને ફિરંગીઓએ પકડડ્યા અને ગોવા લઈ ગયા. તે વખતે ઈગ્લેંડમાં ઈલીઝાબેથ રાણી રાજ્ય કરતી હતી. એણે એ વેપારીઓને અકબર બાદશાહ ઉપર કાગળ લખી આપેલ તેમાં અકબરને ખંભાતના રાજા તરીકે સંબોધ્યો હતો. પશ્ચિમના મુલકમાં આખા હિંદુ
૧ મિરાતે અહમદી, ગુ. ભા. ૧, ૧૮૭. ૨ Ain-i-Akbari, Gladvin: 516. (1898 Calcutta Ed.) અકબરી ૨૦૧૪૭૯૬ દામની ઉપજ ખંભાત બંદરની લખે છે. તેને ગેઝેટીઅરનો લેખક ૫૦૦૦૦૦ રૂપિયા કહે છે. મિરાતે અહમદી ચાર લાખ કહે છે. ૩ William Finch: in Early Travels in India, P. 173. Foster. Oxford. ફિંચ લખે છે કે બહાદુરે ભાઈચારો અને કાયદાનું છુટાપણું (Proclaiming liberty and laws of good fellowship) જાહેર કર્યું. ૪ એ જ પૃ. ૧૭૩ અને પૃ. ૧૩૩. કિચ આગળ લખતાં ખંભાતનું વર્ણન કરે છે, જુઓ એ જ પૃ. ૧૭૪.
For Private and Personal Use Only