________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭.
મેગલ સમય અમદાવાદના સુબાના દીવાન ઉપર એક હુકમ એવો પણ આવ્યો હતો કે સમુદ્રકાંઠે રહેલા લશ્કરને માટે ખંભાત બંદરે એક લાખ મણ અનાજ મેકલવું. પરંતુ આ લશ્કર કેટલું અને થાણું ક્યાં, તથા લશ્કર દરિયાઈ કે ખુશ્કીનું તે સ્પષ્ટ થતું નથી. આ વખતે ખંભાતના મુત્સદ્દીના જુલમની ફરિયાદ સુબા મુહમ્મદ આજમશાહ ઉપર જવાથી એણે અરજીઓ બાદશાહને મોકલી આપી. એ ઉપરથી હુકમ આવ્યો કે બીજાપુરની ફોજદારી ઉપરથી ઉતારી નાખેલા ખાજા અબદુલ હમીદખાનને ખંભાત બંદરની મુત્સદ્દીગીરી આપવી. આ હુકમ આવતાં પહેલાં સુબા શાહજાદા આજમખાને
એતમાદખાને મુત્સદ્દીની જગ્યા આપી હતી અને એ નિમણૂક બાદશાહે કાયમ રાખી.૩૩ મન્ડેકલેએ કરેલું વર્ણન મેગલ રાજ્યના અરસામાં મેન્ડેલ્લો નામને જર્મન મુસાફર ગૂજરાતમાં આવેલો. એણે ગુજરાતનાં શહેરોનું સારું વર્ણન કર્યું છે. ઈ.સ. ૧૬૩૮ના ઑકટોબર મહિનાની તા. ૨૧મીએ અમદાવાદથી એ થોડો વખત ખંભાત આવ્યો હતો. આ વખતે મોગલ સત્તા જામેલી હોવા છતાં અમદાવાદથી ખંભાત સુધીને રસ્તો ચોર તથા લૂંટારના ભય વાળો હતો અને મેન્ડેસ્સો આઠ હથીઆરબંધ ચેકીઆતની સાથે આવ્યો હતો. આવા ચેકીઆત આઠ રૂપિયામાં અમદાવાદથી ખંભાત સુધી મૂકી જતા. ખંભાતમાં એને વલંદા અને અંગ્રેજોને એક વાણિયો દલાલ મળે. એ એને શહેરમાં લઈ ગયે. એ દલાલને પોર્ટુગીઝ ભાષા આવડતી હતી. મેન્ડેલો ખંભાતના રસ્તા અને ઘરનું ઉપર આવી ગએલા મુસાફરોની પેઠે વર્ણન કરે છે. શહેર સુરત કરતાં ઘણું મોટું હતું. અહીંના વેપારીઓ મોટે ભાગે હિંદુ હતા અને અચીન (સુમાત્રા), દીવ, મેવા, મકા, ઈરાન વગેરે દેશે સાથે મટે વેપાર કરતા. દલાલ મેન્ડેલોને શહેરની બહાર લઈ ગયો ત્યાં લગભગ પંદર બગીચા જોયા. આ બધા બગીચા લોકોપયોગી હતા. એમાં દરિયાકિનારે આવેલા એક બાગનાં તે એ હદપાર વખાણ કરે છે. એ વખતે ખંભાતમાં એક સતી થએલી એનું વર્ણન પણ એણે કરેલું છે. એ વખતે મીરઝાંગ નામના એક મોટા વેપારીને મેન્ડેસ્સો મળવા જાય છે અને સામસામી ભેટ આપે છે. આ પ્રસંગ ઉપર પોતાની નિત્યનોંધમાં એ મુસાફર હિંદી લોકોના વિવેકનાં મુક્ત કંઠે વખાણ કરે છે.૩૮ ઈ.સ. ૧૬૬૬માં આવેલો થેનો નામનો મુસાફર ખંભાતના કોટનું
૩ર એ જ પૃ. ૩૭૦, ખંભાત આગળ મોગલ લશ્કરનો ઉલ્લેખ આ સમયમાં આ પહેલો છે. એનું કારણ તવારીખકારે સ્પષ્ટ લખ્યું નથી. આ બનાવ આડત્રીસમા સુબા શાહજાદા મુહમ્મદ આજમશાહના વખતને છે. ૩૩ એ જ પૃ. ૩૭૨. 38 Mandelslo's Travels in Western India: Commissariat, Chap. V P. 41. ૩૫ એ જ પૃ. ૪૧, Baldaeus નામને મુસાફર ૧૬૮૦માં આવેલો તે પણ ખંભાત સુરત કરતાં મેટું એમ લખે છે. (Bom. Gaz. VI. 219. N. 5) એજીલ્મી સુરતથી ખંભાતને બમણું કહે છે. ૩૬ એ જ પૂ. ૪૨. લંબાણની ખાતર એ વર્ણન છેડી દીધું છે ઉપયોગી નથી. ૩૭ એ જ પૃ. ૪૩-૪૪. મેડેલો સતી જેવા ગએલો અને સતીએ અલંકાર કાઢી વહેંચતી વખતે એક અલંકાર એના ઉપર નાખેલો તે એ જર્મન મુસાફરે સાચવી રાખેલ હતે. ૩૮ એ જ પૃ. ૪૫. મરવાકર મેંન્ડેઘલો આટલું વર્ણન કરે છે, પણ ખંભાતનો કટ પથ્થરને હતો એમ લખે છે એ ભૂલ છે.
For Private and Personal Use Only