________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના ફોજદાર જવાંમર્દખાનને પાટણ નીમવાનું વચન આપી પોતાના પક્ષમાં લીધે. એણે પાટણમાંથી સુબાના નાયબ પહારખાનને કાઢયો અને ફરમાનની નકલ અમદાવાદના દીવાન અને કાજી ઉપર મોકલી આપી. શેરખાન બાબી નિવૃત્ત થઈ વાડાસીનેર જતો રહ્યો. હવે મોમીનખાને અમદાવાદને કબજે લઈ ભંડારીને કાઢવા પ્રયત્ન કરવા માંડ્યો. રંગેજી એ વખતે ખંભાતની નજીક લશ્કર સાથે હતો તેને મળવા બોલાવ્યો, અને ભંડારીને કાઢવા મદદની માગણું કરી. રંગેજીએ બદલામાં અમદાવાદ શહેર અને હવેલી પરગણું, તથા ખંભાત બંદરની આવક સિવાય ગૂજરાતની તમામ આવકમાં અરધો ભાગ માગ્યો જે મોમીનખાને કબૂલ કર્યો. હવે મોમીનખાનને બાદશાહ તરફથી ગૂજરાતના સુબાના પદનું ફરમાન મળ્યું છે એ વાતની જ્યારે ભંડારીને ખબર પડી ત્યારે એણે મહારાજાને આ બધી હકીકત લખી અને મેમાનખાનને કહેવડાવ્યું કે દિલ્હીથી સમાચાર આવે ત્યાં સુધી આગળ વધવું નહિ. દિલ્હીથી મહારાજા અભેસિંગ તરફથી એવા સમાચાર આવ્યા કે બને ત્યાં સુધી મોમીનખાનની સામા થવું અને શહેરનો કબજો સોંપવો નહિ. આ સમાચાર સાંભળી મોમીનખાને લશ્કર તૈયાર કર્યું. પોતાના કાકાના છોકરા ફિદાઉદ્દીનખાનને કારભારી નીઓ, ભાઈના છોકરા મુહમ્મદ મોમીનને બક્ષી, અને મુહમ્મદ ઝમાનબેગને તપખાનાનો દરોગો નીમી જવાંમર્દખાનને લશ્કર લઈ આવી મળવા લખ્યું.૧૯ અમદાવાદને ઘેર
આ બધું લશ્કર તૈયાર કરી મોમીનખાને ખંભાતમાંથી નીકળી શહેર બહાર નારંગસર તળાવ ઉપર પડાવ નાખ્યો. મોમીનખાનના તોપખાનામાં છે તે શાહજહાંની પાકા વિસ શેરના ગોળા ફેકે તેવી હતી. એ તે મહારાજાએ પિતાને માટે સુરતથી ખરીદેલી, તે વહાણમાં ખંભાત આવી અને મોમીનખાને તેને ઈશ્વરી મદદ સમજી કબજે કરી મહારાજા સામે જ વાપરવા માટે લીધી. રંગેજી સાથે જે કરાર થયા હતા તે પાકા કરવા પોતાના શિકાર (દીવાન અને વકીલ બનેનું કામ કરે તે અમલદાર) વજેરામને રંગેજીના વિશ્વાસુ માણસ સાથે દામાજી ગાયકવાડ પાસે મોકલ્યા. એટલામાં સમાચાર આવ્યા કે ભંડારી ઉપર મહારાજાને સંદેશો આવ્યો છે કે બાદશાહે મહારાજાની સુબાગીરી ફરીથી બહાલ રાખી છે. તે સાથે મોમીનખાન ઉપર અમીર-ઉલ-ઉમરાન ખાનગી કાગળ આવ્યો કે સંજોગોને વશ થઈ જાહેરમાં ગમે તે આવે, પણ અસલ નિશ્ચય કાયમ રાખી અમદાવાદને મારવાડીઓના હાથમાંથી છોડાવવું. આ ઉપરથી મોમીનખાને ખંભાતથી ઊપડી સોજીત્રે જઈ ત્યાંથી ખેડા આવી વરસાદને લીધે ત્યાં મહિને એક પડાવ નાખ્યો. મહારાજાએ એ
૧૯ મિરાતે અહમદી. ગુ. ભા. (ઉ. મે. ઝ.) અને Bom. Gaz. I... His. Guj. P. 318. ગેઝેટીઅરમાં ગુજરાતના ઈતિહાસને લેખક મોમીનખાને રંગેજી સાથે કરેલી સલાહ અને મદદના બદલાને ગુજરાતમાં મોગલ સત્તાને મોટી હાનિ ૧૫ માને છે અને એ ભૂલ જે મેમીનખાને ન કરી હોત તે ગુજરાતમાં મેગલ સત્તાને એકદમ અંત ન આવત અને મરાઠા એકદમ સત્તામાં ન આવત. આ બાબત ચર્ચા આગળ કરીશું. આ બાબતમાં મોમીનખાન ઉપર બાદશાહી ફરમાન આવેલું તે અહમદીમાં આપેલું છે. તેમાં મરાઠાઓ સાથે સમય પ્રમાણે વર્તવા લખેલું છે. ઉપરના બનાવો અહમદીમાં વધારે વિસ્તાર થી પણ સહેજ આડાઅવળા ગોઠવેલા લાગે છે, જે ગેઝેટીઅર સાથે મેળવીને અહીં આપ્યા છે.
For Private and Personal Use Only