________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વતંત્ર સંસ્થાન
७७
સુબા હસનકુલી ખાનબહાદુર જે મકે જતા હતા તે શાહનૂર નામ ધાણુ કરી ફકીરના વેશ લઈ વચ્ચે પડયા. શાહનૂરે, મેામીનખાન અમદાવાદ સાંપે તે ખંભાત અને ધેાધા મરાઠાના ભાગ વગર સ્વતંત્ર મેામીનખાનને રાખવા દેવાં અને લશ્કરના ખર્ચ માટે લાખ રૂપિયા રોકડા આપવા એવી શરતે સલાહ કરવાનું પેશ્વા પાસે કબૂલ કરાવ્યું, અને સદાશિવ રામચંદ્ર ઉપર કાગળ લખાવ્યેા. સદાશિવને આ શરતા પસંદ ન પડી પણ શાહનૂરે મેામીનખાન તુરત અમદાવાદ સાપે એ શરતે બધું કબૂલ કરાવ્યું અને મેામીનખાનને સમજાવવા શહેરમાં ગયા. મામીનખાને આ શરતેમાં પેટલાદનાં કેટલાંક ગામેા વધારામાં માગ્યાં અને મરાઠાઓએ એ વાતની ના પાડી.૩૮ એથી કંટાળી શાહનૂર ચાલ્યા ગયા. હવે ધેરાએલાં માણસાની દશા પણ ખરાબ હતી. મેામીનખાને મીરઝાં મુહમ્મદઝમાન શાહજાદો જે ખંભાત હતા તેને લખી નાણાં ગમે તેમ કરીને મેાકલવા જણાવ્યું. શાહજાદાએ પેાતાના વહીવટથી પ્રજાને સુખી કરી હતી તેથી જુલમથી પૈસા ભેગા કરી નામ બગાડવા ના પાડી અને એ કામ બીજાને સોંપવા કહ્યું. એથી એ કામ મુહમ્મદ ઝમાનખાનને સોંપાયું અને એણે પાર ઉતાર્યું. અમદાવાદના ઘેરા દરમ્યાન અનાજ દાણા વગેરે વારંવાર ખંભાતથી આવતાં.૭૯ આમ કરવાથી પણ બહુ નળ્યું નહિ અને મેામીનખાનને સલાડ કરવી પડી. મેામીનખાને લાખ રૂપિયા લઇ ખંભાત હતું તેમ રહેવા દઈ, એટલે પેશ્વાના ભાગ કબૂલ રાખી, વધારામાં વાર્ષિક દસ હજાર રૂપિયા ખંડણીના કબૂલી સલાહ કરી. ધેાધા ઉપરના હક છેાડી દઈ શંભુરામને મરાઠાઓને સોંપી દેવાનું પણ કબૂલ કર્યું. વળી સલીમ જમાદાર પાસેથી લીધેલા રૂપિયા ૩૫૦૦૦ની અશરફીએના રૂપિયા પેલા એક લાખમાંથી કાપી લેવા એમ પણ કબૂલ્યું. આવી ખરાબ સલાહ કરી ઈ. સ. ૧૭૫૮ના ફેબ્રુઆરી મહિનાની ૨૭મી તારીખે અમદાવાદ મરાઠાઓને સોંપી મેામીનખાન ખંભાત ગયા.૪૦ લશ્કરના પગાર હજી ચડેલા રહ્યા હતા. કુલ પાંચ લાખ રૂપિયાની જરૂર હતી. આથી મેામીનખાને ખંભાતની બહાર પડાવ નાંખી સામાન શહેરમાં મેાકલ્યા, અને કેટલાક સરદારને પક્ષમાં લઇ રાત્રે લશ્કરને ધતું મૂકી શહેરમાં ગવારાના દરવાજેથી પેઢા. આમ ન કરે તેા બહારનું અને અંદરનું લશ્કર મળી જવાના ભય હતા. છેવટ ઘણી મહેનતે મેામીનખાને પગાર પતાવ્યા. હવે પેશકાર વ્રજલાલ પૂતે ભાગની વાટાઘાટ કરી આવ્યા અને ગંગાસ્નાન કરવા નિવૃત્ત થઇને રજા માગી તે મેામીનખાને ન આપી. આથી તે અમદાવાદ ગયા. પરંતુ ત્યાંથી તેને ખંભાત એલાવવામાં આવ્યા, અને સાંજે ઘેર જતાં કોઈ દુશ્મનની ટાળીએ તેને મારી નાંખ્યા.૪૧ ઝાહેદ
૩૮ Bom. Gaz. I. I. 341 મિરાતે અહમદી ગુ. ભા. (ક઼. મે.)
૩૯ મિરાતે અહમદી ગુ. ભા. (ટ્ટ. મે.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ Bom. Gaz. I. I. 342. મિરાતે અહમદી. ગુ. ભા. (ટ્ટ. મે.) અહમદી લખે છે કે આ સલાહ કરાવવા માટે નજમ્મુફૌલા મેામીનખાનના (મેામીનખાનના પિતા)ના સંબંધ વિચારી દામાજી ગાચકવાડ વચ્ચે પડ્યા હતા. એમ ન થયું હત તેા કદાચ એથી પણ સખત શરતે થાત.
૪૧ ગેઝેટીઅર લખે છે કે મેામીનખાને મારી નંખાવ્યેા. અહમદી ઉપર મુજબ કારણ આપે છે, પણ મેમીનખાનનેા હાથ હતા એમ કહેવાય છે એવું લખાણ કરે છે. ખંભાત ગેઝેટીઅર (Bom. VI.)ના લેખક ખંભાતમાં પેશ્વાના ભાગનું લખતે નથી, અને શરતાને સારી ગણે છે તેનું કારણ સમજાતું નથી.
For Private and Personal Use Only