________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસ્વતંત્ર સંસ્થાન સૌ સેના દરજ્જા પ્રમાણે આપ્યું. રઘુનાથરાવને ઘડે, કંઠી ને કાપડ આપ્યું અને બે માસ પૂનામાં ગાળ્યા. નીકળતી વખતે પેશ્વાએ મોમીનપાનને વિદાયગીરી તરીકે એક હાથી, પિશાક અને બીજાઓને પાઘડી દુપટ્ટા આપ્યા.૪૮ તા. ૧૪મી ડિસેમ્બર ૧૭૫૯ને રોજ મોમીનખાનની સવારી પાછી મુંબાઈ આવી અને તે વખતે પણ તેનું માન મળ્યું.૪૯ મોમીનખાને ગમે તે ઈચ્છાથી પૂને જઈ આવવા ધાર્યું હશે પરંતુ પેશ્વાની મુલાકાતથી બંનેના સંબધમાં ખાસ ફેર ન પડ્યો અને નવું કરારનામું થયું તેમાં જૂની શરતો જ કાયમ રહી.૫૦ મુંબાઈમાં પાછા વળતાં મામીનખાને ઈગ્લેંડમાં “કોર્ટ ઑફ ડાયરેકટર્સને એક કાગળ લખ્યો. એનો જવાબ ડાયરેક્ટર તરફથી ઘણો સારો આવ્યો. આ કાગળ મોમીનખાને દરેક અંગ્રેજ રેસિડેન્ટ કે દેશી રાજાને બતાવવા માટે સંઘરી મૂક્યો હતો.૫૧ ઇ.સ. ૧૭૬ ના જાન્યુઆરીની કમી તારીખે સકસેસ (Success) નામના વહાણમાં બેસી મેમીનખાનની સવારી સુરત આવી.૫૨ સુરતમાં ફરીથી અંગ્રેજો તરફથી આદરસત્કાર થયે, અને કૅપને એક ઘડો અને શિરપાવ મોમીનખાનને ભેટ આપ્યાં. સુરતથી હાથી ઉપર સવારી ખંભાત આવી. ખભાત આગળ લડાઇ હવે મેમીનખાને પેશ્વાના માણસ ગણેશ આપાજી સાથે ઘણી મહેનતે મૈત્રી કરી એવી કુનેહથી કામ પાર પાડ્યું કે ખંભાતમાંથી પધાને માણસ નીકળી જાય અને બીજા હક્ક પણ ન રહે. ફક્ત વાર્ષિક રૂ. ૮૪,૦૦૦ પેશ્વાને મામીનખાન આપે. આ વખતે (ઈ.સ. ૧૭૬૧) મરાઠાઓએ અહમદશાહ અબદલીને હાથે સખત હાર ખાધાથી દિલ્હીની ગાદીમાં જેર આવ્યું અને સુજાઉદ્દૌલાની મહોરનું ફરમાન મરાઠાઓને ગુજરાતમાંથી હાંકી કાઢવા માટેનું મોમીનખાન ઉપર આવ્યું. બાદશાહી લશ્કર મેમીનખાનની મદદે માળવાને રસ્તે આવે છે અને મોમીનખાન અમદાવાદ સર કરવા નીકળે છે એવી વાત ચાલી. મોમીનખાન અને ભરૂચના નવાબ સાથે મળી ગયા અને બંનેએ થઈ જંબુસર જીતી લીધું. આથી પેશ્વાના ત્યાંના અમલદાર આપાજી ગણેશે ખંભાત ઉપર ચડાઈ કરવા તૈયારી કરી. અહમદશાહ અબદલી હિંદુસ્તાન છોડી ગયાના સમાચારથી મરાઠાઓમાં પાછું જેર આવ્યું હતું. ગૂજરાતના સમાચાર સાંભળી પેશ્વાએ સદાશિવ રામચંદ્રને મોકલ્યો હતો.
૪૮ મિરાતે અહમદી ગુ. ભા. (ક. મે. ઝ.) ૪૯ Bom. Govt. Records P.D.D. 33. P. 783. 4o Bom. Gaz. VI. Cambay P. 227. પ૧ એ જ પૃ. ૨૨૭–૮, આ કાગળ અને ડાયરેકટરૈના જવાબની અસલ પ્રત કે નકલ માટે મુંબઈ ગવર્મેન્ટ રેકર્ડ ઐફિસમાં ઘણી તપાસ કરી, પણ પત્તો લાગ્યો નથી. પર Bom. Govt. Records. P. D. D. 34. P. 16. ખંભાત ગેઝટીઅર (પૃ. ૨૨૮) લખે છે કે મુંબાઈથી મોમીનખાને જમીનમાર્ગે મુસાફરી કરી અને ૧૭૫૯ના વર્ષના અંત પહેલાં ખંભાત પહોંચ્યા. આ ભૂલ છે. સરકારી ડાયરીઓ પ્રમાણે ૧૭૬૦ના જાનેવારીમાં મુંબાઈથી નીકળ્યા અને સુરત સુધી વહાણમાં આવી ત્યાંથી જમીનમાર્ગ લીધે. મિરાતે અહમદી પણ ગરત સુધી વહાણમાં આવ્યાનું લખે છે. ૫૩ Bom. Govt. Re. 5 I. B. P. 14 P. 59 સુરતના કેપ્ટને મુંબઈ લખેલું. (ડાયરી –૩–૧૭૬૦) કે ખંભાતના નવાબ કંપનીના કામમાં સારે રસ લે છે માટે આ ભેટ મંજૂર કરવી.
For Private and Personal Use Only