________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
earumas
પ્રકરણ દસમું
સ્વતંત્ર સંસ્થાન જેસર્સે કરેલું ખંભાતનું અને નવાબ સાહેબનું વર્ણન. ૧૭૭૫ થી ૧૭૮૦
મો મીનખાન બીજાના રાજ્યના અંતભાગમાં સુરતથી વહાણને રસ્તે જેમ્સ ફૅબ્સ નામનો 'LL અંગ્રેજ ખંભાત આવેલો. એણે ખંભાતનું સારું વર્ણન કર્યું છે અને રસમય ચિત્રો દોરેલાં છે. એ વખતે ખંભાતમાં બ્રિટિશ રેસિડેન્ટ સર ચાર્લ્સ મૅલેટ હતો. રઘુનાથરાવ (રાબા) હાર ખાઈને ખંભાત આવેલો તથા નવાબે એને ન આવવા દીધો, અને થોડા વખત પછી ફરી આવ્યા ત્યારે નવાબે કરેલું અપમાન એ ભૂલી ગયા નહોતે, એ ઉલેખ અગાઉ આવી ગયો. રાઘબા ખંભાતમાં બીજી વાર આવ્યો ત્યારે ઊંખ્યું પણ તેની સાથે હતો. એણે રાબા અને મોમીનખાનની રીતભાતનું સારું વર્ણન કરેલું છે. તે રસમય છે
ખંભાતના અખાતમાં આવતાં ખંભાત પાસે વીથરૂ (Quick-sands) છે અને તેનું જોખમ કેવું છે તેનું તથા મોટા વહાણમાંથી નાનામાં બેસી ખંભાત નજીક આવવું પડે છે તેનું વર્ણન તેણે કરેલું છે. ફોર્બ્સ કહે છે કે પાણી ઊતરી જતાં કાદવમાં અસંખ્ય રંગબેરંગી નાની માછલીઓ માલૂમ પડે છે. ખંભાતથી દોઢ માઈલ છેટે રાઘોબા અને અંગ્રેજે હોડીમાંથી ઊતર્યા અને તંબુઓમાં રહ્યા. નવાબે રાબાને સારું ભાન આપ્યું અને ચાંદી સોનાના સિક્કાની રોકડ ભેટ આપી, તથા બે અરબી ઘડા, એક હાથી, કિનખાબ, શાલ, મલમલ વગેરે ઘણું આપ્યું. નવાબે રાઘોબા તરફ ઘણે ભાવ બતાવી વિવેક એ બતાવ્યું કે પહેલાં કરેલું અપમાન જાણે ભૂલાવવા યત્ન કર્યો હોય. એથી ઊલટું રાબાની વર્તણૂક પહેલાંનું અપમાન ભૂલી ન ગયો હોય એવી હતી. રાબાએ આવેલા દરેકને પાનબીડું અને અત્તરગુલાબ આપ્યાં. એ પછી બધી છાવણી નાગસર તળાવ ઉપર આવી પડી. નવાબ તરફથી વખતોવખત મોગલ રીતનાં ખાણાના પચાસ થાળ આવતા. ફોર્બ્સના વર્ણન ઉપરથી રાબા દિલખુશ બાગના મકાનમાં ઊતર્યો હોય એમ જણાય છે. ફૉર્બ્સ લખે છે કે ઊંચા મોગલ ખાનદાનને લાયક જે સભ્યતા મોમીનખાને બતાવી તેને હિસાબે રાઘોબાની વર્તણૂક જંગલી જેવી હતી અને જે અંગ્રેજ ગૃહસ્થ સાથે હતા તેઓ એ બ્રાહ્મણ મહારાજાધિરાજથી ઘણા કંટાળી ગયા. સુરત અને ખંભાતના નવાબે એ વિચિત્ર રીતભાત સામે જાહેરમાં ટીકા કરી.
કૅમ્બે લખે છે કે પૂર્વના દેશોના ઇતિહાસમાં એક વખત પ્રસિદ્ધ, અને ટોલેમીના કમેનીસ' (camanes)ના સ્થળ ઉપર વસેલું ખંભાત તે હાલ તદ્દન બદલાઈ ગયું છે. એની સુંદરતા ગરીબાઈ સાથે મળી ગઈ છે અને ઘણા ભાગ હવા થઈ ગયા છે. રસ્તા ઉજજડ દેખાય છે. મજિદો અને
James Forbes: Oriental Memoir's Vol. 1 Chap. XVI (Richard Bontley-1834 Edition). ૨ એ જ પૃ. ૩૧૮.
For Private and Personal Use Only