________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
સ્વતંત્ર સંસ્થાન
દામાજી ગાયકવાડે પણ એને મદદ માકલી. આ લેાકાએ ભેગા થઈ ખંભાત ચેાર્યાંશી પરગણાનાં ગામ લૂંટી મુલક તારાજ કર્યાં. લડાઈ થઈ તેમાં મેામીનખાનની હાર થઈ. બાદશાહી લશ્કર આવવાની આશામાં મામીનખાનને ગાવું પડયું. આખરે સલાહ કરવી પડી. ઠરાવેલી રૂા. ૮૪,૦૦૦ની ખંડણીમાં એ વર્ષેથી જે રકમ બાકી હતી મેામીનખાને ભરી આપી.પ ૫૪
નાણાંભીડ અને સખ્ત કરવેરા
આ બધાં કારણેાથી મેામીનખાનને પાછી નાણાંની સખત ભીડ પડી. એ વરસ સુધી મરાઠા સાથેના સંબંધ સારા રહેા. નાણાંની તંગી દૂર કરવા દીવાન આગા રશીદબેગની અવળી સલાહથી મામીનખાને ખંભાતની પ્રજા ઉપર ધર દીઠ કર નાખ્યા. આ નાણાં ઊભાં કરવામાં પ્રજાને ઘણા ત્રાસ પડયા અને અરધું ખંભાત ખાલી થઇ ગયું, તથા ધણા વિદ્વાન બ્રાહ્મણા સુરત બાજુ અંગ્રેજોના રક્ષણમાં ચાલ્યા ગયા. આટલી મુશ્કેલીથી ફક્ત બે લાખ રૂપિયા મળી શક્યા. એવામાં આગા રશીદ એગ ઉપર પૈસા ખાધાના મેામીનખાનને વહેમ પડયા તેથી એને કેદ કર્યાં. કેદમાંથી છૂટતાં સુરત નાસી જવાની કેાશિશ કરતાં પકડાવાથી તેને મારી નાખવામાં આવ્યા.૫૫ ઈ.સ. ૧૭૬૬માં કાળી અને કાઠીએને ત્રાસ ખંભાતને અને ગામડાંઓને બહુ નડયા. એથી ખંભાત તાબાનાં ગામ ન લૂંટે તો રાજ્યની હદમાં થઈ તેમને જવા દેવા અને દર વરસે ચાર હજાર રૂપિયા કોળીઓને આપવા એમ મેામીનખાને કબૂલ કર્યું. દામાજીરાવના મરણ પછી પેશ્વાના ભાગ અરધા હતા તે કમી થઇ ચેાથેા થયા.
તળાને ખંભાતને તામે
આ વખતે (ઈ.સ. ૧૭૭૧) અંગ્રેજોએ કાળી ચાંચિયાઓ પાસેથી તળાજાના કિલ્લા અને અંદર જીતી લીધાં હતાં તે મેામીનખાને રૂા. ૭૫,૦૦૦માં વેચાતાં લીધાં એમાં એવી શરત હતી કે કંપની સરકાર તરફથી મેામીનખાન રાખે અને કંપનીની રજા વગર કાઇને આપે નહિ. કંપનીની મરજી હાય ત્યારે લશ્કર માટે વાપરી શકે. મેામીનખાને એ વર્ષ સુધી તળાજા ખંભાત તામે રાખ્યું અને કંપનીના કહેવાથી ભાવનગરના રાજાને આપી દીધું.૫૬
શાંતિના દસકે
ઇ.સ. ૧૭૭૨થી દસ વર્ષ મેામીનખાનના નાયબ તરીકે ખંભાતને વહીવટ મિરઝાં તેમનના હાથમાં રહ્યા. ખંભાતની પડતી જતી હાલત અને અનેક લડાઇઓને લીધે પડેલી અસાધારણ નાણાંભીડ પછી આ વહીવટ કાંઈક વ્યવસ્થા અને શાંતિના હતા. એ અરસામાં શાહજાદા ખાનજહાનનું મરણુ નીપજ્યું. ઈ.સ. ૧૭૮૨માં મિરઝાં તેમનને કેદ કર્યાં હતા પણ પાછળથી છેોડી મૂક્યા.૫૭ આ શાંતિના દસકામાં મામીનખાને ગૂજરાતને લગતી મરાઠાઓની રાજખટપટમાં ભાગ લીધા. દામાજી ગાયકવાડને
૫૪ Bom. Gaz. VI. 228 મિરાતે અહમદી ગુ. ભા. (ટ્ટ. મા.)
૫૫ એ જ પૃ. ૨૨૮. ગેઝેટીઅર ઘણા ભારે જુલમ થયાનું લખે છે. મિરાતે અહમદી માત્ર ધર દીઠ વેરા નાખ્યાનું લખે છે. ૫૬ એ જ પૃ. ૨૨૮૯ અને નેટ ૧, ૫૭ એ જ પૃ. ૨૨૯.
For Private and Personal Use Only