________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વતંત્ર સંસ્થાન
૭૫ તે શેરખાન બાબીને હાથમાં હતું અને વહીવટ પેશ્વા તરફથી થતો. મોમીનખાને ઘોઘા ઉપર છાપો મારી ઘોઘા હાથ કર્યું, અને ત્યાં ઇબ્રાહિમ કુલી ખાનના હાથ નીચે ૧૦૦ આરબોની ટુકડી મૂકી ખંભાત તરફ કૂચ કરી. રસ્તામાં આવતી જગ્યાઓમાંથી પેશકશી ઊઘરાવી ખંભાત પાછા આવ્યા. ખંભાત આવીને ફિદાઉદ્દીનખાનના પુત્ર મુહમ્મદઝમાનખાન અને વ્રજલાલને ગોહીલવાડ તથા કાઠીઆવાડ બાજુ પિશકશી માટે મોકલ્યા. ત્યાં લૂંટફાટ ચલાવી ને જમીનદારો પાસેથી પેશકશી લઈ લશ્કરના પગાર ચૂકતે થયા ત્યાં સુધી રહ્યા તે મોમીનખાને ખંભાત પાછા બોલાવ્યા ત્યારે જ આવ્યા. તે પછી પિટલાદના ફોજદાર પાસે લશ્કર બહુ નથી એમ જણાતાં પેટલાદ ઉપર પણ છાપો માર્યો અને દૂર સુધીનાં ગામો પાસેથી જમાબંધી વગેરે રકમ ઉઘરાવી. ગામના પટેલો તથા મુખ્ય માણસોએ રકમો આપી ગામ બચાવ્યાં. આણંદમેગરી સુધી જઈ રકમ વસૂલ કરી.૩૧ હવે નાના રતન નામના વેપારીના ચડાવવાથી ખંભાતના વેપારીઓ દશાંશ જકાતમાંથી બચવાર જંબુસર માલ ઉતારતા. એ વખતે ભગવંતરાવને જામીન બનેલો જંબુસરને ફોજદાર ગણેશઆપા પૂને ગયો હતો. એ બે કારણથી પ્રેરાઈ મોમીનખાને દેહવાણના કોળીઓને લૂંટને ભાગ આપવાની લાલચ આપી સાથે લઈ જબુસર ઉપર હલ્લો કર્યો. નાના રતન ખબર મળતાં પૂને નાસી ગયો. કેળીઓએ ગાડાં ભરીને લૂંટ લીધી તેમાં બહુ જુલમ થયો. મમીનખાનને પણ લૂંટ મળી. એટલામાં અંકલેશ્વર સુધી મરાઠા લશ્કર આવેલું છે એવા સમાચાર મિયાગામના ફેજદાર તરફથી મળતાં મોમીનખાને સહીસલામતરીતે ખંભાતને રસ્તો લીધો. આ પ્રમાણે મોમીનખાને નાણાંની ભીડ દૂર કરી. નાણાં ઊભાં કરવા માટે કરેલી આ કૂચોને લીધે આસપાસના મુલકમાં મોમીનખાનનો ડર અને રફ બહુ વધી ગયાં અને પેટલાદ પરગણાના ગામના મુખીઓએ મરાઠા અમલદારોને રાજી રાખી ચોથો ભાગ મોમીનખાનને આપવા કબૂલ્યું. મોમીનખાને બોરસદને પણ ઘેરો ઘાલ્યો હતો, પણ વડેદરેથી લશ્કર આવતાં ખંભાતનું લશ્કર પાછું આવ્યું અને બોરસદ લૂંટાતું બચી ગયું.૩૩ મામીનખાન અમદાવાદ સર કરે છે. હવે મોમીનખાનની મહત્ત્વાકાંક્ષા આટલેથી અટકતી નથી. પૈસા હાથમાં આવતાં ખંભાત છેડી ગૂજરાતના રાજ્યપ્રકરણમાં ભાગ લેવાની તેની ઈચ્છા પ્રબળ થાય છે. ઈ.સ. ૧૭૫૬માં વરસાદ બહુ પડવાને લીધે અમદાવાદના કેટમાં ઘણાં ગાબડાં પડવાં. આ સમાચાર મળતાં મોમીનખાને ખંભાતથી ગુપ્તચરે મેકલીને અમદાવાદની સ્થિતિની તપાસ કરાવી. એ વખતે શ્રીપતરાવે મૂકેલા રાજને કોઈ રાહીલાએ મારી નાખ્યાના સમાચાર પણ આવ્યા. તેનો લાભ લઈ મેમીનખાને મુહમ્મદ ઝમાનખાનને એક ટુકડી આપી અમદાવાદ મોકલ્યો અને પોતે ખંભાતથી નીકળી વાત્રક ઉપર ખેડે પડાવ નાખી અમદાવાદ પહોંચ્યો. વ્રજલાલ પેશકારને આગળની ટુકડી સાથે મોકલ્યા હતા
૩૧ Bom. Gaz, I. I. 339 અને મિરાતે અહમદી ગુ. મા. (ઉ. મે. ઝ) ૩ર આ કારણ અહમદી માં આપેલું છે, ગેઝેટીઅર તો ફક્ત જંબુસર લૂંટાયાને ઉલ્લેખ કરે છે. ૩૩ Bom. Gaz. I. I. P. 339 મિરાતે અહમદી ગુ. ભા. (ક. મા. ઝ.)
For Private and Personal Use Only