________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S૪
સ્વતંત્ર સંસ્થાન ભગવંતરાવને મદદ કરવા કહ્યું. એણે તુકોઇને નાની ટુકડી સાથે મોકલ્યો. સાથે શંભુરામ વગેરે પણ હતા. મોમીનખાનને આ વાતની ખબર પડી હતી તેથી લકર તૈયાર કરેલું હતું. આ લડાઈ કેટલોક વખત ચાલ્યા કરી. બંને બાજુની વખતોવખત નાનીનાની જીત થતી. એવામાં રઘુનાથરાવને કાગળ શ્રીપતરાવને પાછા આવવા માટે આવ્યો એટલે એ પૂને ગયો. અહમદીના કર્તાને ભાઈ કાસમઅલી ખંભાતથી અમદાવાદ આવી ગુજરી ગયે, એટલે અહમદીકાર સલાહમાં ભાગ લઈ શક્યો નહિ. શંભુરામ અને મુહમ્મદ લાલે વચ્ચે પડી પ્રયત્ન કર્યો. શ્રીપતના ગયા પછી ભગવંતરાવે બે માસ તો લડાઈ ચાલુ રાખી હતી. બંને પક્ષ થાકી સુલેહ માટે ઉતેજાર હતા. છેવટે સલાહ થઈ. તેમાં લડાઈ દરમ્યાન જે કુરા તથા ભાગની રકમ મોમીનખાને લીધી હોય તે આપવી ઠરી. એ રીતે રૂપિયા દસ હજાર મોમીનખાને આપવાના ઠરાવ્યા. મોમીનખાન પાસે એ વખતે રોકડ ન હોવાથી તુજી ટેટ પતાવવાની ઈચ્છાથી જામીન થયે. ભગવંતરાવ ખંભાત પિતાના પ્રતિનિધિ મૂકી નાપાડ ગયો.૨૯ ૧૭૫૦માં ખંભાતની સ્થિતિ
આ અરસામાં ટીફેન્થલેર નામનો પાદરી (૧૭૫૦માં) ખંભાત આવેલો તેણે શહેરનું વર્ણન કરેલું છે. એ લખે છે કે એ વખતે ખંભાતમાં દામાજી નામના મરાઠાનું અને મેગલનું ભેગું રાજ્ય હતું. મોગલ (મીનખાન) દિલ્હીના બાદશાહને કાંઈ પણ ખંડણ આપતો નહિ, કારણ કે મરાઠાઓની ચોથ અને કળીઓની લૂંટમાંથી ભાગ્યે જ કોઈ પોતાને માટે અને લશ્કરને માટે બચતું. શહેર પહેલાંની સ્થિતિ કરતાં ઘણું ખરાબ હાલતમાં હતું, છતાં પણ ઘણું મોટું જણાતું હતું અને એની આસપાસનો કોટ ઘેરાવામાં જરમન માઈલ કરતાં વધારે લાંબો હતો. રસ્તા સાંકડા અને ગંદા હતા તથા બજાર નાનું અને સામાન્ય હતું. ઘણાં ઊંચા પણ જૂનાં ઘર હવડ દશામાં હતાં અને પડવાની તૈયારીમાં હોય એવાં લાગતાં. ખંભાતમાં જોવા જેવી ત્રણ જ જગ્યા હતી. એક નવાબનો મહેલ, બીજી સુંદર જુમા મસ્જિદ, અને ત્રીજી અંગ્રેજી કેઠી. ઉત્તરમાં શહેરકોટથી અડોઅડ પરું હતું અને એની આસપાસ પણ કોટ તથા દરવાજો હતો; પણ તે હવડ દશામાં હતું અને અંદર વસ્તી નહોતી. ઘણીખરી વસ્તી હિંદુઓની હતી. બસો પારસી હતા અને બાકીના મુસલમાન હતા.૩૦ પિસા ઊભા કરવા માટે આસપાસના મુલક ઉપર મેમાનખાનની ચડાઇએ
ભગવંતરાવ સાથેની લડાઈ પછી મોમીનખાનને પૈસાની ઘણી તાણ પડી. લશ્કરને પગાર ચડી ગયો હતો અને તેને લીધે લશ્કરમાં અશાંતિ ફેલાવાનો સંભવ હતો, એટલે આસપાસના મુલકમાં ફરીને પેશકશી ઊઘરાવી રકમ ઊભી કર્યા સિવાય બીજો રસ્તો નહોતો. મોમીનખાને એક ટુકડી મોકલી લીંબડી તાબેનાં ગામે ઉપર છાપો મારી લૂંટ મેળવીને લશ્કરને વહેંચણી કરી આપી. તે પછી ઈ.સ. ૧૭૫૫માં ઘેધા ઉપર સવારી કરી. એ બંદર પહેલાં ખંભાતના તાબાનું ગણતું,
૨૯ મિરાતે અહમદી ગુ. ભા. કુ. મો. ઝ) ૩૦ Bon. Gaz. VJ.P. 225.
For Private and Personal Use Only