________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
93
સ્વતંત્ર સંસ્થાન દેશને અને વેપારને પણ પ્રમાણમાં ખમવું પડયું.૨૪ પેશ્વાને માણસ ભગવત રાવ ખંભાતમાં કેદ બીજે વર્ષે (૧૭૫૪) ખંભાતનો શિકાર (દીવાન) વજેરામ શ્રીપતરાવના જુલમની ફરિયાદ કરવા પૂને પેશ્વાના દરબારમાં ગયો હતો. તેવામાં પેશ્વાએ બંદરની જકાતને ભાગ લેવા પિતાના નાયબ તરીકે ભગવંતરાવને ની. મોમીનખાને ઓછી આવક અને વધારે ખર્ચ બતાવ્યું હતું, તેથી ભગવંતરાવે ખંભાત લઈ લેવા પેશ્વાને ઠસાવ્યું અને પેશ્વાએ એને ખંભાત જવા પરવાનગી આપી. આ વાતની ખબર ખાનગી રીતે વજેરામને મળી અને એણે મોમીનખાનને સમાચાર કહેવડાવ્યા. હવે જ્યારે ભગવંતરાવ ખંભાત નજીક આવ્યો ત્યારે મોમીનખાને એને માન આપી પાલખી, ઘોડે વગેરે આપી અકબરપુરામાં ઉતારો આપ્યો. ભગવંતરાવનો ઇરાદો ખાનગી રીતે પિતાને હેતુ પાર પાડવાનો હતો. તેથી એણે અમદાવાદથી જવાંમર્દખાન બાબીના નવરા પડેલા આરબાને ખંભાત બોલાવ્યા. એ બાબતનો કાગળ નસીબ સંજોગે મોમીનખાનના હાથમાં આવ્યો, એટલે મોમીનખાને પોતાના કારભારીની સલાહ લઈ ભગવંતરાયના ઘરને ઘેરો ઘાલ્યો, એને પકડશે અને કેદ કર્યો; બંદરની જકાતમાં હવે કોઈને ભાગ રહ્યું નથી એમ કહ્યું અને ખંભાતનો કોટ મજબૂત કર્યો. બાલાજીરાવ પેશ્વાને આ ખબર પડતાં એણે જંબુસરના ફોજદારને તથા વિરમગામ, મકબૂલાબાદ, ડભાઈ અને ધંધુકાના ફેજદારને ખંભાત ઉપર ચડાઈ કરી ભગવંતરાવને છોડાવવાની તાકીદના હુકમો મોકલ્યા. બાર હજારના લશ્કરે ખંભાત ઉપર ચડાઈ કરી અને યુદ્ધ શરૂ થયું. આ બંને વચ્ચે સલાહ કરાવવા કેટલાક વચ્ચે પડ્યા, પણ કાંઈ વળ્યું નહિ. હવે ધડુ હરિ સાથે બીજું લશ્કર આવ્યું અને સલાહની જરૂર પડે તો કામ લાગે એમ ધારીને અહમદીના કર્તા અલી મુહમ્મદખાનને પણ સાથે લીધો. છેવટે અલીમુહમ્મદખાનની મસલતથી સલાહ થઈ અને મોમીનખાનને કાંઈ નુકસાન ન થાય એવી ગોઠવણ થઈ૨૭
ભગવંતરાવના છૂટયા પછી એને માટે જામીન થએલા પૂને ચાલ્યા ગયા, એટલે ખંભાત તાબાને એક કિલ્લો નાપાડ ગામમાં હતો ત્યાં રહી પેશ્વાનો ચડી ગએલો ભાગ વસૂલ કરવા માટે ભગવંતરાવે ખંભાત તાબાનાં ગામ ઉપર હલ્લા કરવા માંડ્યા, અને એમ કરીને પિતાને કેદ કરેલો તેનું વેર વાળવા માંડયું.૨૮ સદાશિવ દામોદર અમદાવાદમાં લશ્કર લઈને આવ્યો હતો. તેણે શ્રીપતરાવને
૨૪ Bom. Gaz. VI. 226. ૨૫ મિરાતે અહમદી ગુ, ભા. કિમે. ઝ) મુંબાઈ ગેઝેટીઅરને ગુજરાતનો ઇતિહાસ પૃ. ૩૩૮ અને ખંભાત ગેઝેટીઅર (Bom. Gaz, VI) પૃ. ૨૨૬-૨૭માં ભગવંતરાવે અમદાવાદ સલીમ જમાદારને ખંભાત લશ્કર મોકલવા લખ્યું અને એ કાગળ પકડાય એમ લખ્યું છે. અહમદી ચાર મહિના લડાઈ ચાલી એમ લખે છે. ગેઝેટીઅર ત્રણ મહિના લખે છે. ૨૬ અલી મુહમ્મદખાનની લાગવગ મોગલ દરબાર, મરાઠા અને મામીનખાન પાસે ઘણી હતી. એ એક બુદ્ધિમાન અને ન્યાયી પુરુષ ગણાતો. લેખક પોતે ઘડુ હરિની સાથે આવ્યું હતું એમ એ પિતે જ લખે છે. Rue Bom. Gaz. I. I. P. 338. ૨૮ મિરાતે અહમદી ગુ. ભા. (કૃમ. ઝ.) Bom. Gaz. I. I. P. 339 અહમદી આ બનાવને હી.સ. ૧૧૬૯ આપે છે.
For Private and Personal Use Only