________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४
સ્વતંત્ર સંસ્થાન અને શંભુરામને પોતાની સાથે રાખ્યો. શંભુરામ ડભોડે જઈ કોળીઓની મદદ લઈ આવ્યો.૩૪ એ બધા લશ્કરે કોટનાં ગાબડાંમાંથી શહેરમાં પેસી દરવાજા ઉઘાડી નાખ્યા. કોળીઓએ રિવાજ મુજબ લૂંટ ચલાવી. મોમીનખાને શહેરમાં પ્રવેશ કરી કબજે લીધો. હાથોહાથની લડાઈ થઈ તેમાં મરાઠાઓ હાર્યો ને નાસી ગયા. આ લડાઈમાં મોમીનખાનને ઇડરના રાજાની મદદ પણ મળી હતી. બાદશાહને દિલ્હી જ્યારે મોમીનખાને ઘોઘા લીધાના સમાચાર મળ્યા ત્યારે તેણે મોમીનખાનને એક તલવાર ભેટ મોકલેલી અને અમદાવાદ સર કર્યાના સમાચાર મળ્યા ત્યારે ઘણાં વખાણ કર્યા. ઈ.સ. ૧૭૫૬ના ઍક્ટોબરની ૧૭મી તારીખે અમદાવાદને કબજો લઈ૩૫ શંભુરામને પોતાને નાયબ ની. આ બનાવ પછી જવાંમર્દખાન બાબી અને મરાઠાઓ તરફથી સદાશિવ દામોદર મળી ગયા. એમણે પેશ્વાને મદદ માટે લખ્યું અને બંને જણા ખંભાત તરફ ગયા. એમનો વિચાર ખંભાતના ચોર્યાશી પરગણા ઉપર હલ્લો કરવાનો હતો. મેમાનખાનને આ વાતની ખબર પડતાં શંભુરામ, મુહમ્મદ લાલ રાહીલા અને રશીદબેગને ટુકડી આપી મોકલ્યા. એમની સાથે પાછા વળતાં ખંભાતથી દારૂગેળો પણ મંગાવ્યા. શંભુરામે જવાંમર્દખાન અને મરાઠાઓની પહેલાં ખંભાત પહોંચી ત્યાંના બે હજારના લશ્કરને સાથે લઈ બહાર આવી જવાંમર્દખાન સાથે લડાઈ કરી; એમાં એ લોકો હાર્યા અને શંભુરામ દારૂગોળે લઈ અમદાવાદ ગયો. ૩૬ અમદાવાદને ઘેરે અને મમીન ખાનને બાદશાહી માન મોમીનખાને અમદાવાદ કબજે કર્યાના સમાચાર પૂને પહોંચ્યા ત્યારે ત્યાં ઘણો છોધ વ્યાપો. પેશ્વાન સરદાર સદાશિવ રામચંદ્ર લશ્કર લઈને આવ્યો. તેની સાથે દામાજી અને ખંડેરાવ ગાયકવાડ પણ આવ્યા. મોમીનખાને શંભુરામની મદદથી ભારે બચાવ શરૂ કર્યો, પણ પૈસાની તંગી પડવાથી લશ્કરનો પગાર ચડ્યો અને અશાંતિ થઈ. આ મેટી લડાઈનું વર્ણન કરવાનું અહીં સ્થાન નથી ઘેર ચાલુ હતા તે દરમ્યાન મોમીનખાન ઉપર મનસીબનો વધારો કરી બહાદુરને ઈલ્કાબ આપતું બાદશાહી ફરમાન આવ્યું અને ચાલતે ઘેરે મોમીનખાને ખાનપુર દરવાજા બહાર નીકળી ઠાઠથી ફરમાન લીધું.૩૭ પેશ્વા સાથે સલાહ અને ખંભાત રહ્યું અમદાવાદ અને ઘોઘા છેડવું પડયું મોમીનખાન અને પેશ્વા વચ્ચે સમાધાન કરાવવા લકનીના નવાબ સુજાઉદ્દોલાના કહેવાથી અયોધ્યાના
૩૪ અહમદી લખે છે કે શંભુરામે દારૂગોળો અને બાણ ઉપરાંત એ લોકને ઘોડેસવારને આઠ આના અને સ્વાદાને બે આના રોજ કરાવ્યું હતું. એ લોક હી. ૧૧૭૦ના મેહરમની ૧૨મી તારીખે આવ્યા, ૩૫ Bom. Gaz. I.. P. 340મિરાતે અહમદી લખે છે કે ભુરામે આસ્તોડીઆ દરવાજા બહાર આવેલા નયનપુરમાંથી હાથીએ બેસાડી મોમીનખાનનો અમદાવાદમાં પ્રવેશ કરાવ્યું. અમદાવાદમાં રાજદ્વારી ફેરફાર ઘણી વાર થઈ ગયા તેથી લોકે ડરતેડરતે ઘોળ કર્યા (રાજ આસપાસ રૂપિયા ઉતારી આપી દેવા તે બાદશાહે અહમદી કારના કાગળમાં લખ્યું હતું કે બાદશાહી મદદ હાલ થઈ શકે તેમ નથી માટે પિતાના જોર ઉપર કરવું. ભેટે અને ખિતાબથી સારું જે કાંઈ થતું હશે તો તે મળશે. ૩૬ મિરાતે અહમદી ગુ. ભા. (કુ મે. ઝ.) Bom. Gaz. . I. 340. Baroda Gaz. 459-60. ૩૭ એ જ, ; એ જ પૃ. ૩૪૧, અહમદી લખે છે કે આ ફરમાન લાવનાર ગોવિંદદાસ ગાંધીને મરાઠાઓએ પકડશે. મોમીનખાનની અંગત વાત સિવાય આ લડાઈની વિગત ખંભાતને લગતી ન હોવાથી છોડી દીધી છે.
For Private and Personal Use Only