________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०
સ્વતંત્ર સંસ્થાન
એના ખાજો ભારે પડવા છતાં શહેર ઉપર હુમલા થયે। નહાતા અને આસપાસના મુલક મરાઠાઓની રીત પ્રમાણે તારાજ પણ થયા નહેાતા. અકબર બાદશાહના વખતનાં પરાં આબાદ હતાં અને ખીજાં ગામેામાં પણ કારીગરા સારી સ્થિતિમાં હતા. છતાં આખા દેશના સંજ્ઞેગાને લીધે આવક ઘટીને રૂા. ૪૦૦૦૦૦ની થઈ હતી.૧૧ હવે અમદાવાદ લેવામાં સફળતા ન મળવાથી મુક્તાખારખાને ખંભાતમાં સ્વતંત્ર થવાની ઇચ્છા કરી અને તે પાર પાડવા માટે નજમખાનને મારી નંખાવ્યા; અને બાદશાહને એ બાબત ખબર આપી મેામીનખાનને કામ જે બાદશાહ તરફથી મળ્યા હતા તે ધારણ કરી ખંભાતની મુત્સદ્દીગીરી લીધી અને બાદશાહે એ વાતને મંજૂરી આપી૧૨ અને નુરૂદ્દીન મુહમ્મદખાન મેામીનખાન બહાદુરના ઇલ્કાબ આપ્યા.૧૩ નજમખાનના મરણના સમાચાર સાંભળી ફિદાઉદ્દીનખાન તેના કુટુંબને આશ્વાસન આપવાના બહાને ખંભાત આવ્યેા; પણ એને અંદર આવવાની પરવાનગી મળી નહિ તેથી એને પાછા જવું પડયું. ૧૪ ખંભાત ઉપર પેશ્વાની લડાઇ અને ચાથ
આ વખતે મેામીનખાનની૧પ સત્તા માત્ર ખંભાત ઉપર જ હતી અને બહાર એમનું પદ ખંભાતના મુત્સદ્દી તરીકે ગણાતું. ગાયકવાડના પ્રતિનિધિ સાથે મેામીનખાનને હવે અણબનાવ થયા હતા. પેશ્વા અને ગાયકવાડે ગૂજરાતની વહેંચણી કરી લીધી હતી તેમાં ખંભાત પેશ્વાના હિસ્સામાં હતું. રઘુનાથરાવે પેાતાના નાયબ તરીકે શ્રીપતરાવને નીમ્યા હતા. ચોથ ઊધરાવતા રઘુનાથરાવ ધોળકેથી તારાપુર અને ત્યાંથી ખંભાત આવ્યા, અને વાર્ષિક દસ હજાર રૂપિયા આપવા મેામીનખાનને ફરજ પાડી.૧૬ આ વખતે પેશ્વાના સરદાર પાંડુરંગ પંડિત ચાથ ઊઘરાવવા આવેલે તે ખંભાત આવ્યા
૧૧ એ જ પૃ. ૨૨૪-૨૨૫, રોબર્ટસનને આધારે લેખક લખે છે કે દાણા ઉપર કર નાખનાર નજમખાન ખંભાતના પહેલેા જ સુબા હતા. એક ગાડે ચાર આના કર હતા, વેપારીઓ યુક્તિથી તે કર ઉડાવવા લાગ્યા, તેથી વજન ઉપર કર નાખી પાંચ મણે ત્રણ પાઈ કર નાખ્યા.
૧૨ Bom. Gaz. I. I. P. 330-31. નજમખાન મેામીનખાન પહેલાના જમાઈ થતા હતા અને ખંભાતને વહીવટ સંમતિથી કરતા હતા. છતાં એને મારી નાખવાના અર્થ સમજાય તેવા નથી, ગેઝેટીઅરના ઉપરના ઉલ્લેખમાં ભરી ગયા' એમ લખ્યું છે પણ ખંભાત ગેઝેટીઅરમાં ઝેર દઇ મારી નાખવામાં આવ્યે એમ લખ્યું છે. બાદશાહને ખબર આપવી પડી એ સૂચવે છે કે ખભાત સ્વતંત્ર થયા છતાં બાદશાહની પરવાનગી જરૂરની ગણાતી. નજમખાનને બાદશાહે નીમ્યા હોય તેા તેને પાતે ન ઉડાડી શકે તેથી મારી નંખાળ્યા કે બીજા કારણથી તે સ્પષ્ટ નથી.
૧૩ Bom. Gaz. VI, P. 225.
૧૪ એ જ, પૃ. ૨૨૫ અને Bom. Gaz. I. I, P. 331. આ ઉપરથી ફિદાઉદ્દીનખાન સાથે પણ્ મુક્તાખીરખાનને અણઅનાવ થયા સમજાય છે. ફિદાઉદ્દીન ખંભાત ઉપર ચઢી આવ્યા એમ સમજાય છે. આ બધું જોતાં નજમખાન અને ફીદાઉદ્દીનખાન બંનેની ખંભાત લઈને સ્વતંત્ર થવાની દાનત હશે એમ પણ વ્યક્ત થાય છે.
૧૫ મુક્તાખીરખાન નામના પણ ગુજરાતના સુબા હેાવાથી અને મામીનખાનના કાબ ધારણ કર્યાંથી હવે પછી તેમને મેામીનખાન (બીજા) કહીશું.
૧૬ Bom. Gaz. I. I. 337. અને મિરાતે અહમદી. ગુ. ભા. (કુ. મે. ઝ.) અહીં અહમદીમાં લખ્યું છે કે ખંભાતના હિંદુ અને મુસલમાન વેપારીઓએ રઘુનાથરાવને મળી મેામીનખાન વિરૂદ્ધ ફરિયાદ કરી અને રધુનાથરાવે મેામીનખાનને
For Private and Personal Use Only