________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના સાથે સંબંધ તે વધારે બગડશે, પણ શેરખાન બાબી સાથે પણ થડે બગડો ખરે. રતનસિંહ ભંડારીએ પેટલાદ, નડિયાદ અને અરહર માતર પરગણુને વહીવટ મોમીનખાન પાસેથી લઈ લઈને શેરખાન બાબીને આપવા કરાવ્યું. આ વાતની મોમીનખાનને ખબર પડવાથી સામા થવા માટે પેટલાદને બચાવ કરવા તેણે તૈયારી કરી અને ખંભાતમાં રહી રાહ જોવા માંડી. રતનસિંહે લશ્કર લઈ શેરખાનને મદદ કરવા માટે ખંભાત જવાનું નક્કી કર્યું.૧૫ મેમીનખાનને ગુજરાતની સુખાગીરી મળે છે
એ વખતે (ઈ.સ. ૧૭૩૭માં) મહારાજા અભેસિંગ સુબાનું માન દિલ્હીમાં બાદશાહી દરબારમાં ઓછું થયું. ભંડારીથી અમદાવાદના વેપારીઓ ત્રાસી ગયા હતા. વેપારરોજગાર અટકી ગયા હતા અને બાદશાહની હજૂરમાં ફરીઆદો ગઈ હતી. મોમીનખાને પણ ભંડારી વિરૂદ્ધ ફરીઆદો લખી. એમાં ભંડારી પોતાને પાયમાલ કરવા પ્રયત્ન કરતો હતો અને એમ કરવામાં શેરખાન બાબીને હોળીનું નાળિયેર બનાવતો હતો એમ લખ્યું હતું. અમીરૂલ-ઉમરા જે મહારાજા ઉપર વિશ્વાસ રાખતો હતો તેને હવે મહારાજા અભેસિંગ સાથે અણબનાવ થયો હતો. એણે મોમીનખાનને ગૂજરાતની સુબાગીરી લેવા જણાવ્યું અને મોમીનખાને હા પાડી. એ ઉપરથી બાદશાહી ફરમાનથી મેમાનખાન નજમુદ્દલા મોમીનખાન બહાદુર ફિરોઝજંગ’ એ ખિતાબથી ગુજરાતના ૫૪મા સુબા નિમાયા. (ઈ.સ. ૧૭૩૭) અને ભંડારીને કાઢી સુબેદારીનો હોદ્દો સંભાળી લેવાની યુક્તિ
ઓમાં ગુંથાયા.૧૭ એમીનખાન અમદાવાદ કબજે કરવા તૈયારી કરે છે
ખરી રીતે અહીંથી મોમીનખાનની કારકીર્દિ એકલા ખંભાતને લગતી જ નહિ પણ આખા ગૂજરાતના ઇતિહાસને લગતી થાય છે.૧૮ બાદશાહી ફરમાન જે આવ્યું હતું તે મામીનખાને એકદમ બહાર પાડયું નહિ. એમને વિચાર મારવાડીઓને ગભરાટમાં નાખવાને હતો. પહેલાં વડનગરના
ગેઝેટીઅરના ગુજરાતના ઈતિહાસમાં લડાઈ માટે સ્પષ્ટ ન લખતાં ખંભાત જવાની ફરજ પડી એમ લખ્યું છે. અહમદી લખે છે કે મમીનખાનની પોથી રંગછના લશ્કરમાં ભંગાણ પડવું, પણ આખરે સલાહ થઈ. કહે છે કે આ વખતે રંગે છની મહેમાનગીરી કરવાને મોમીનખાને 3ળ કર્યો, પણ લડાઈ અટકી નહિ. ગેઝેટીઅરને ગુ. ઈતિહાસને લેખક આ વખતે મામીનખાને સ્વતંત્ર થવા યત્ન કર્યો એમ લખે છે. એ ઉપરથી ઈ.સ. ૧૭૩૬ સુધી પણ પૂર્ણ સ્વતંત્રતા નહિ હોય. ૧૫ મિરાતે અહમદી. ગુ, ભા. (ક. મ.) Bom. Gaz. VI. 22૩. 8 I. I. 318. 14 Bom. Gaz. I. I. P. 318. ૧૭ Bom. Gaz. I. Part I. P. 318. ગેઝેટીઅરમાં આ હકીક્ત ટૂંકામાં આપી છે. ઉપરનું વર્ણન અહમદીમાંથી લીવુ છે. અહી ગુ. ના ઇતિહાસનું ગેઝટીઅર અને ભાગ માં આપેલું ખંભાતનું ગેઝટીઅર ફિરેઝ જંગ ઈલકાબ લખે છે. અહમદીમાં દિલાવર જંગ” લખ્યું છે. દિલાવર જંગનો ઈલકાબ પાછળથી મળે છે, તેથી પહેલાં ફિરોઝ જંગને મળ્યો હશે એમ જણાય છે. ૧૮ મોમીનખાનની અને એ પછી મોમીનખાન બીજાની ઘણી વિગતો આખા ગુજરાતને લગતી છે. પરંતુ આ ઇતિહાસ ખંભાત સરથાન સાથે ખંભાતના રાજકુટુંબને પણ છે, એટલે મામીનખાનની ખંભાત બહારની પ્રવૃત્તિનું વર્ણન અસ્થાને નથી. જોકે ખંભાતને લગતું વિસ્તારથી અને બીજું બહુ ટૂંકામાં આપ્યું છે.
For Private and Personal Use Only