________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેગલ સમય વર્ષ સત્તા ઉપર રહ્યો અને તે પછી એને ભાઈ અબ્દુલ લતીફ એ જગ્યા ઉપર આવ્યો.૨૭ જ્યારે શાહજહાં સામે એના પુત્રોએ બળવો કર્યો ત્યારે શાહજાદો મુરાદાબક્ષ અમદાવાદમાં હતો. એણે શરાફો પાસેથી પૈસા ભેગા કર્યા તે પાછા આપવાનું કરારનામું કરી આપ્યું તેમાં ખંભાતની ઉપજમાંથી દેઢ લાખ રૂપિયા આપવાનું ઠરાવ્યું હતું. ૨૮ ઓરંગઝેબને સમય
ઔરંગઝેબ ગુજરાતનો સુબો હતો ત્યારે એને ખંભાત આવવાનો પ્રસંગ પ્રાપ્ત થએલો કે નહિ તેને ઉલ્લેખ મળ્યો નથી. ઔરંગઝેબ બાદશાહ થયો ત્યારે એનું ચિત્ત દક્ષિણનાં રાજ્ય જીતી લેવામાં હોવાથી ગૂજરાત કે ખંભાતને લગતા મોટા બનાવો બન્યા નથી. એક વખત કોટવાળને જુલમ વધી પડ્યા અને ખંભાત બંદરની એવી દશા થઈ કે ત્યાંના ઘણા વેપારીઓ પિતાનાં રહેઠાણ છોડી બીજે જવા લાગ્યા અને ખરીદી તથા વેચાણ દૂરનાં શહેરે કે જ્યાં ઓછી અવ્યવસ્થા અને ઓછો ત્રાસ હતો ત્યાં જઈ કરવા લાગ્યા. આ સમાચાર ઉપરથી બાદશાહે ગૂજરાતની વ્યવસ્થા માટે એક લાંબુ ફરમાન બહાર પાડી ઉપરની બીના માટે ખાસ કલમ તેમાં નાખી.૨૯ હી. સં. ૧૦૮૩ પછી પાંત્રીસમા સુબા મુહમ્મદ અમીનખાનના અમલમાં નડિયાદ તાબાના ઘોડવાલનો વહીવટ ખંભાતના મુત્સદ્દીને પાંચસોની મનસબથી સોંપવામાં આવ્યો. બીજે વર્ષે મુત્સદ્દી લતીફની બદલી કરી ખંભાતની મુત્સદ્દીગીરી અને ખંભાત ચોરાશીની ફોજદારી મુહમ્મદ હાશમ નામના માણસને આપવા બાદશાહી ફરમાન આવ્યું.૩૦ આ બનાવ પછી સાડત્રીસમાં સુબા કારતબખાન સુજાઅતખાનના અમલમાં ખંભાતના મુત્સદ્દી મુહમ્મદ કાજિમબેગનું નામ આવે છે. ખંભાતના મુત્સદ્દીઓનાં નામનો અનુક્રમ મળી શકતો નથી. ખરીદીની જગ્યાએ મહેસુલ લેવાનું બાદશાહી ફરમાન આવવાથી ખંભાત બંદરની આવકમાં ઘટાડો થયો અને મુત્સદ્દી મુહમ્મદ કાજિમબેગે બાદશાહને અરજ કરી કે ખાસ કરીને મોખા બંદરે જતા માલનું મહેસુલ બંદરમાં લેવાનો રિવાજ ખંભાત બંદર આબાદ થયું ત્યારનો ચાલ્યો આવે છે જ્યારે હાલમાં જ્યાં જ્યાં ખરીદી થાય ત્યાં મહેસુલ લેવાનું કરવાથી મહેસુલમાં ઘણે ગોટાળો થાય છે. માટે અસલનો રિવાજ ચાલુ કરવા માટે વિનતિ કરી હતી. ૩૧
૨૭ એ જ પૃ. ૨૪૨. મુઇઝ ઉમુક હી.સં. ૧૦૫૭માં નીમા અને અબ્દુલ લતીફ ૧૦૬૬માં નીમા. ૨૮ એ જ પ્ર. ૨૪૬. ખાફીખાન મનસુખબુલુબાબમાં (Iniot VI. 238) લખે છે કે ઔરંગઝેબની સામે થવા માટે દારા શિકોહે લશ્કર, પૈસા વગેરે ગુજરાતમાંથી ભેગું કર્યું તે વખતે તેના નીમેલા માણસોએ સુરત, ભરૂચ અને ખંભાત તાબે કયાં હતાં. ૨૯ મિરાતે અહમદી ગુ. ભા. ભા. ૧, પૃ. ૨૭૨. બત્રીસમા સુબા મહેબતખાન ઉપર આ ફરમાન આવેલું છે અને બાદશાહી ફરમાનોમાં લાંબા કમાન તરીકે ગણાય છે. ૩૦ મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૨૯૯૩૦૦. ઘડવાલને મુત્સદ્દી લતીફને દીકરો હતો અને તે બદલાયાથી લતીફ ખંભાતમાં હતું તેને તેની જગ્યા મળી એમ આ લખાણ ઉપરથી સમજાય છે (!). લતીફની બદલી બાદશાહે ખંભાત બંદરની હકીકત જાણીને કરી એમ લખે છે. શી હકીકત ઉપરથી બદલી કરી તે લખ્યું નથી. મુહમ્મદ હાશમને ૧૦૮૪-૮૫માં ખંભાતની મુત્સદ્દીગીરી મળી. ૧ મિરાતે અહમદી ગુ. ભા. ૧, ૩૫૩-૫૪. આ બાબત શો નિર્ણય હજુરમાંથી આવે તે સ્પષ્ટ થતું નથી.
For Private and Personal Use Only