________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
મોગલ સમય એની મનસબ જાતીકી ૩૦૦૦ અને ૬૦૦ ઘેડેસવારની થઈ. એક દિવસે બાદશાહે નરબખ્ત નામના હાથી ઉપર બેસી એને ઘડાની પાછળ દેડાવ્યો. આ દસ દિવસ દરમ્યાન એક દિવસ જહાંગીર બાદશાહે ખંભાતના વેપારીઓ અને કારીગરોને બોલાવી દરબાર ભરી દરેકને તેના દરજ્જા પ્રમાણે પિશાક અને ઈનામ વહેંચ્યાં. આ દિવસે માં અમદાવાદના સુપ્રસિદ્ધ સંત શાહઆલમ સાહેબના વંશજ સૈયદ મુહમ્મદ સાહેબ સજજાદ (Sahib Sajjada), ગ્વાલીઅરના પ્રસિદ્ધ સંત મુહમ્મદ ધાસ સાહેબના પુત્ર અને અમદાવાદમાં ખાનપુરમાં જેમને સુપ્રસિદ્ધ રેજે છે તે વછઉદ્દીન અલવી સાહેબના પુત્ર શેખ હૈદર અને અમદાવાદના બીજા નામાંકિત પુરુષે અમદાવાદથી ખંભાત બાદશાહને આદરસત્કાર કરવા આવ્યા. તા. ૩૦મી ડિસેમ્બર ૧૬૧૮ને રોજ બાદશાહી સવારી ખંભાતથી અમદાવાદ જવા ઊપડી. જહાંગીર લખે છે કે ખંભાતનો કેટ અકબરના વખતમાં ઈટચુનાનો મુત્સદ્દી કલ્યાણરાયે૧૧ બાં હતો અને એણે વ્યવસ્થા કર્યાથી ઘણું વેપારીઓ ખંભાતમાં આવી વસ્યા હતા.૧૭ એમ કહેવાય છે કે જહાંગીરે ખંભાતમાં સમુદ્રતીરે આવેલા સુલતાન અહમદના બાગમાં ઉતારો કર્યો હતો.૧૮ અંગ્રેજો અને ખંભાત
અંગ્રેજો ગૂજરાતમાં વેપાર કરવાનો પ્રયત્ન કરતા હતા તે આગળ જોયું. ફિરંગીઓની દુશ્મનાવટને લીધે ઘણું વર્ષ એ ફાવ્યા નહિ. જહાંગીરના સમયમાં સર મસ ર ઈંગ્લંડના રાજા જેમ્સના એલચી તરીકે આવે. ઘણા પ્રયત્ન કર્યા પછી બાદશાહી સવારી અમદાવાદમાં હતી ત્યારે હિંદુસ્તાનમાં છૂટથી વેપાર કરવા અંગ્રેજોને પરવાનગી મળી. સર ટોમસ રોએ કામ માટે ખંભાત જવાનું નકકી કરેલું, પણ તે કામ પતી જવાથી ખંભાત આવી શક્યો નહિ.૧૯ આ વખતે સુબેદારી મુકબખાનની નહોતી, પણ શાહજહાં–શાહજાદા ખુર્રમની હતી અને વહીવટ નુરજહાંના ભાઈ અસફખાન હતા. ખંભાત અમાનતખાના તાબામાં જ હતું અને અસફખાને એ સગો થતો હતો ૨૦
vels in India, William Hawkins in 1608-13. (Oxford P. 63) આ મુકકરબખાન આખા ગૂજરાત ચદમ સુબે હતો એટલે ખંભાતને એમ પરદેશીઓએ માની લીધું હશે. ૧૬ તુઝુકે જહાંગીર ભા. ૧, પૃ. ૪૧૭, આ જહાંગીરનો પિતાને ઉલલેખ કલ્યાણરાયને અકબરના સમયમાં થયાનું પુરવાર કરે છે. મિરાતે અહમદી ગુ. ભા. પૃ. ૧૫૭માં આ કલ્યાણરાયને સુલતાન મુઝફફર કાઠીઆવાડમાં નાસે છે ત્યારે જે લઢાઈઓ થાય છે તેમાં એક વખત વચ્ચે પડવાનું લખે છે. અકબરને એ માટે અમલદાર જણાય છે. ૧૭ જહાંગીરની સવારી ખંભાતમાં દસ દિવસ રહી એ માટે ઐતિહાસિક બનાવ હોવા છતાં મુંબઈગેઝેટીઅરના લેખકે એના ઉપર ધ્યાન નથી આપ્યું એ નવાઈ જેવું છે. ૧૮ આ હકીકત ફક્ત મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૧૯૭માં જણાવેલી છે. સુલતાન અહમદને બાગ સમુદ્રને કાંઠે આવેલો હતો એમ અહમદી લખે છે. હાલ એ બાગનું નામનિશાન નથી. ૧૯ જાઓ સર ટૉમસ રોને સુરત ગ્રામસ કૅરિજ ઉપર લખેલા પત્ર. Journal: Embassy of Sir Tomas Roe: Sir William Foster, Oxford, P. 418. ૨૦ એ જ પૃ. ૧૨૮ અને નેધ. સર મસ રાની માં ખંભાતના ઘણા ઉલ્લેખ છે જે વેપાર અને ફિરંગીઓ સંબંધીના હાઈ અને કામના નથી.
For Private and Personal Use Only