________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેગલ સમય
પ૩ દંતકથાઓ લખેલી છે. ૧૦ એ પછી જહાંગીર લખે છે કે ખંભાત જૂનું બંદર છે અને હિંદુસ્તાનમાં સૌથી મોટું બંદર ગણાય છે. એ પછી ખંભાતના અખાતનું વર્ણન આવે છે. જહાંગીરે ખંભાતમાં કરેલો આનંદ જહાંગીરે ખંભાતમાં દસ દિવસ આનંદમાં ગાળ્યા. એ વખતે ફિરંગીઓનાં ઘણાં વહાણ માલ ઉતારવા તથા નવો માલ ચઢાવવા આવેલાં હતાં. એ લોકે બાદશાહને પિતાને ભાલ ગોઠવીને બતાવ્યો. બીજે દિવસે બાદશાહ જાતે “ધરાબરમાં બેસી૧૧ દરિયાની સફરે એકાદ ગાઉ સુધી ગયા. ત્યાંથી પાછા વળી ચિત્તાઓ લઈને હરણના શિકારે ગયા. નારંગસર તળાવની સફર પણ કરી. ત્યાંથી પાછા વળતાં શહેરની વચ્ચે થઈ સવારી પસાર થઈ ત્યારે રસ્તામાં પાંચ હઝાર રૂપિયા વેર્યા. ગૂજરાતના સુલતાનના વખતમાં બંદરની જકાત ભારે હતી તે જહાંગીરે ઘટાડીને ચાલીસે એક ભાગ જેટલી કરી.૧૩ ખંભાતમાં પડેલા જહાંગીરશાહી સિક્કા
આ વખતે જહાંગીરે હુકમ આપે કે સામાન્ય મહાર કરતાં બેવડા વજનના સેનાના સિકકા પાડવા. આ સેનાના સિક્કા ઉપર એક બાજુ “જહાંગીરશાહી ૧૦૨૭' (૧૯૧૮), અને બીજી બાજુ “રાજ્યારોહણને બારમા વર્ષમાં ખંભાયતમાં પાડ્યો’ એ પ્રમાણેની છાપ પાડી. ચાંદીના સિક્કા ઉપર એક બાજુ “સિકકા જહાંગીરશાહી ૧૦૨૭” અને એની આસપાસ ગોળાકારમાં “વિજયી જહાંગીર બાદશાહે પાડો’, અને બીજી બાજુ “રાજ્યારોહણના બારમા વર્ષમાં ખંભાયતમાં પાડ્યો એમ છાપી, એની આસપાસ ગેળાકારમાં જ્યારે દક્ષિણનો વિજય મેળવી માંડુથી ગૂજરાત આવ્યા ત્યારે એવી છાપ પાડી. જહાંગીર કહે છે કે પહેલાં ટૂંકા ત્રાંબાના પડતા હતા તે પોતે સેનાના પાડયા.૧૪ જહાંગીરને ખંભાતમાં મળવા આવેલા પ્રસિદ્ધ પુરુષે એ વખતે ખંભાત બંદરનો મુત્સદ્દી અમાનતખાન હતો. ૧૫ એણે બાદશાહને નજરાણું ધર્યું અને
૧૦ આ દંતકથાઓ બંબાવતી અને ખંભાવતી નગરી તથા ખંભાતનું દતર થએલું તેને લગતી છે, જે અગાઉ લખી ગયા છીએ. એ જ પૃ. ૪૧૫-૧૬. ૧૧ ઘરાબ એ દેશી વહાણની એક જાત છે જેને અંગ્રેજીમાં grab કહે છે. અંગ્રેજી શબદ દેશી ઘરાબ ઉપરથી નીકળેલો છે. આ વહાણ મલબાર બાજીનું માનવામાં આવે છે. જુઓ વસંત રજત મહોત્સવ અંકમાં ગૂજરાતના વહાણવટાને આ લેખકને લેખ. ૧૨ તુઝુકે જહાંગીરી. I. P. 417. આમાં મૂળમાં “તાલ તારંગ” એવા શબ્દો છે. એને ભાષાંતરકાર તારંગસર લખે છે અને એ નારંગસર તળાવ હશે એમ ધારે છે, અને નીચે ધમાં વળી કલ્પના કરે છે કે જહાંગીરને દરિયાના તરંગ એટલે મેજ જોવાની ઈચ્છા હતી તેથી એમ લખ્યું હશે. ભાષાંતરકારની આ કપના અર્થહીન છે. તાલને સ્પષ્ટ અર્થ તળાવ છે. દરિયો જોવાનો ઉલ્લેખ જુદે કરેલ છે. ૧૩ એ જ પૃ. ૪૧૭. અહીં જહાંગીર બી બંદરોની જકાતનું વર્ણન કરે છે અને ગુજરાતના સુલતાનના વખતમાં બંદરની
આવક કેટલી વધી હશે તે જણાવે છે. ૧૪ એ જ પૃ. ૪૧૮. ૧૫ એ જ પૃ. ૪૧૮. જહાંગીરના સમયમાં આવેલા અંગ્રેજ મુસાફરો એ વખતે ખંભાતને સુએ મુક બખાન હો એમ લખે
mail British Beginnings in Western India, Rawlinson, Oxford: p. 42 P4a Early Tra
For Private and Personal Use Only