________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
મેગલ સમય સ્તાનને આમ ખંભાતને નામે ઓળખે એ વેપાર અને સમૃદ્ધિમાં ખંભાતની અસાધારણ સમૃદ્ધિ સિદ્ધ કરે છે અને તે સમયના હિંદુસ્તાનમાં એનું અગ્રસ્થાન બતાવી આપે છે. હાલ મુંબાઈ છે તેમ એ સમયે હિંદુસ્તાનનું એ ધાર હતું. ખંભાતની આ જાતની પ્રસિદ્ધિનો વિધાતા અમદાવાદનો સુલતાન મહમુદ બેગડો હતો. એ સમયે અમદાવાદ રૂપી લંડન અગર બર્લિનનું ખંભાત લિવરપુલ અગર હેંમ્બર્ગ હતું. મોગલાઈનાં વર્ષો જેમજેમ વધતાં ગયાં તેમતેમ એ સ્થાન સુરત લેતું ગયું. જહાંગીર પહેલાનું પ્રભાતનું વર્ણન મુસાફર ફિન્ય (Finch) લખે છે કે ખંભાત જવાના રસ્તે (અમદાવાદથી) રેતીથી ભરેલ, ઝાડીવાળો અને ચેર તથા લૂંટારૂના ઉપદ્રવ વાળે છે. ખંભાત દરિયાકિનારે છે અને એની આસપાસ ઈટોની મોટી દીવાલ–કોટ છે. ઘર ઊચાં અને સુંદર છે. એક દરવાજાથી બીજા દરવાજા સુધી રસ્તા સીધા અને પથ્થર જડેલા છે. બજાર વિશાળ છે. શહેરમાં વાંદરાં એટલાં બધાં છે કે છાપરાં ઉપર કૂદીદીને નળીઓ ભાગી ઘણું તોફાન કરે છે અને લોકોને વગાડે છે. શહેરની દક્ષિણે એક સુંદર બાગ છે અને એમાં ચોકીને માટે મેટ મિનારે છે. શહેરની ઉત્તરે કેટલાંક તળાવો છે. આ શહેર ગુજરાતનું બજાર છે અને તેમાં ફિરંગીઓનું જોર બહુ છે. અખાતમાં ભારતીનું જોર ભયંકર છે તે સાથે ચાંચિયા પણ ઘણા છે. એ જ અરસામાં અબુલફઝલ લખે છે કે ખંભાત અને ઘોઘા મોટાં બંદર હતાં. ખંભાતથી નાના મછવાઓમાં ઘોઘા લાવી માલ મોટાં વહાણમાં ચઢાવવામાં આવતો. ઈ.સ. ૧૫૮૩ની લગભગમાં વેનીસના મુસાફર સીઝર ફેડ્રિકે લખ્યું છે કે ખંભાત સુંદર શહેર હતું. એનો વેપાર એટલે મોટો હતો કે જે એણે તે નજરે ન જોયો હોત તો માનવામાં ન આવત. એ મુસાફર ખંભાત આવ્યો તે દરમ્યાન એક મોટો દુકાળ પડ્યો હતો એમ એ લખે છે. લોકે પિતાનાં છોકરાં ફિરંગી લોકોને છસાત રૂપિયામાં વેચી દેતા.૮
ઈ.સ. ૧૬૧૮ના ડિસેંબર મહીનામાં જ્યારે મુકબખાન ગૂજરાતનો સુબો હતો ત્યારે આગ્રાથી ભાળવામાં થઈને અમદાવાદ જતાં બાદશાહ જહાંગીરની સવારી ખંભાત આવી. પેટલાદ થઈને આવતાં બાદશાહને ગાડામાં બેસવાનું મન થયું, પણ ધૂળ બહુ ઊડવાથી બે ગાઉ બેસી ખંભાત સુધી ઘેડે બેસવાનું પસંદ કર્યું. અહીં જહાંગીરે પોતાના આત્મચરિત્રમાં ખંભાત સંબંધી જૂની
૫ Bom. Gaz. VI. 218. જુઓ વસંત રજત મહોત્સવ અંકમાં “ગૂજરાતનું વહાણવટું એ નામને લેખ. ૬ જુઓ પાછળ નોંધ ૪. ૭ Gladvin's Ain-i-Akbari: p. 312. આઇને અકબરીનું ખંભાતનું વર્ણન ટૂંકું જ છે. એના વર્ણન ઉપરથી જણાય છે કે ખંભાત માટે શહેર અને બંદર હોવા છતાં વહાણેની વધારે અવરજવર ઘોઘા બંદરે હતી અને ખંભાતનું ખરું બંદર ધોધા જ હતું. ૮ Bom. Gaz. VI 218 & Note 7. ગેઝેટીઅરને લેખક લખે છે કે આ દુકાળનો ઉલ્લેખ બીજા કોઈ ગ્રંથમાં મળતા નથી, પણ જુનાગઢના એક ઉલ્લેખથી આ દુકાળ ઈ.સ. ૧૫૯૦માં પડી હશે એમ ધારે છે. ૯ તુઝુકે જહાંગીરી I 415. Tr. by Rogers & Beveridge.
For Private and Personal Use Only