________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
મેગલ સમય. એમ મસ રોનાં લખાણે ઉપરથી સમજાય છે. મુકબખાન અંગ્રેજે તરફ સદ્ભાવ રાખતો નહોતો. સર ટોમસ રોના આવ્યા પછી રાજ્ય સાથે સારા સંબંધ થયો અને સુરતમાં વડી કઠી કરી ખંભાત અમદાવાદ વગેરે જગ્યાએ શાખાઓ કરવાનું નકકી થયું. એક વખત પેઈનને એલચી જહાંગીરની સવારી અમદાવાદ હતી ત્યારે ખંભાત આવ્યાનું, અને સરસ રોની ખટપટને લીધે એને બાદશાહની મુલાકાત ન મળ્યાનું સર ટોમસ લખે છે. અંગ્રેજી કઠીની હકીક્ત વધારે જુદા પ્રકરણમાં કહીશું. મેગલાઈમાં ખંભાત જહાંગીરના રાજ્યનાં શરૂઆતનાં વર્ષમાં જે થોડી મુશ્કેલી ખંભાતે અનુભવી તે પછી એક આખી સદી સુધી ખંભાતમાં કોઈ ખાસ દુઃખનો પ્રસંગ બન્યો નથી. એનો વેપાર શાંતિથી ચાલ્યા કર્યો છે. દરિયાઈ વેપાર દિવસેદિવસે ઓછો થયો તેનાં કારણો કુદરતી હતાં. અખાતનો ઉપરને ભાગ વધારે પુરાતે ગયે. રાજપુતાનામાં અશાંતિને લીધે ઉત્તર હિંદ સાથેને ખંભાતથી અમદાવાદ થઈ જ રસ્તો નકામો થયે. દક્ષિણમાં સતત ચાલ્યા કરતી લડાઈઓને લીધે બાદશાહી મુકામ દક્ષિણ અને ખાનદેશમાં વધારે થવા લાગ્યા. આ બધાં કારણોથી સુરત ધીમેધીમે વધતું ગયું. આમ છતાં પણ ઈ.સ. ૧૬૦૮માં ખંભાતનો વેપાર હિંદમાં સૌથી વધારે હતો. ફિરંગી લોકોનાં બસો વહાણ બારામાં પડી રહેતાં. વલંદા (ડચ) લોકેએ ઈ.સ. ૧૬૧૭માં કઠી કરી. ઈ.સ. ૧૬૧૩માં અંગ્રેજોને હિંદ સાથે વેપાર કરવાની છૂટ મળી. ઈસ. ૧૬૧૬ સુધીમાં એમણે સારી જમાવટ કરી ર૩ ખંભાતમાંથી ફિરંગીઓ (પોર્ટુગીઝ)નું જોર ઓછું કર્યું.૨૪ મેગલાઈને આ શાંતિને સમય એકંદરે ખંભાતમાં પણ સારે પસાર થશે. આ સમયમાં પરદેશી મુસાફરોનાં ખંભાતનાં વર્ણન મળી આવે છે. શાહજહાને સમય શાહજહાંના સમયમાં છવ્વીસમા સુબા શયસ્તખાનના અમલમાં ખંભાતમાં અલી અકબર નામને મોટા વેપારી હતા. એને બગદાદ–બસરા સાથે મેટો વેપાર હતો. એણે કેટલાક ઉત્તમ અરબી ઘોડા ખંભાત લાવી બાદશાહને મેકલાવ્યા. એક લાલ બહા (અમૂલ્ય મણિ) નામને રૂપિયા પંદર હજારની કિંમતનો ઘોડે ઘણો પસંદ આવ્યો. આથી પ્રસન્ન થઈ બાદશાહે અલી અકબરને મનસબ બાંધી આપી ખંભાતને મુખ્ય અમલદાર નીમ્યો.૨૫ આ અલી અકબરને પાછળથી કોઈએ મારી નાખ્યો તેથી ખંભાતના મુત્સદ્દી તરીકે મુઈઝ ઉભુલ્કની બીજીવાર નીમણુક થઈ એ લગભગ નવ
૨૧ એ જ પૃ. ૪૫૪. કહે છે કે એલચી પેઈનથી સીધો નહિ પણ દમણથી આવ્યો હતે. ૨૨ ડી લા વાલે લખે છે કે ડચ લોએ ખંભાતમાં ૧૬૦૪માં કઠી કરેલી અને ૧૬૭૦માં બંધ થઈ Bom, Gaz. VI Cambay, P. 219, N. 3. 23 Bom. Gaz. VI Cambay, P. 219. ૨૪ Embassy of Sir Tomas Roe, P. 290. પાર્ટુગીઝાએ લડાઈ કરેલી અને એક અંગ્રેજ છોકરાને મારેલો. આ બાબત ફરિયાદ અમદાવાદથી મિ. બ્રાઉને સર ટોમસ રોને કરી હતી અને સુબાએ કોટવાલ મેકલી ફિરંગીઓને શહેર બહાર કાઢયા હતા. ગેઝટીઅરને લેખક આ બનાવને અંગ્રેજોએ પોર્ટુગીઝ કઢાવી મુકાવ્યા એ સામાન્ય અર્થને ગણે છે. ૨૫ મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૨૨૮-૨૯. ૨૬ એ જ પૃ. ૨૩૦, બીજી વાર નીમણુક થઈ એ બતાવે છે કે અલી અકબર પહેલાં મુઈઝ ઉભુટક મુત્સદા હશે.
For Private and Personal Use Only