________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુસલમાન સમય દીવ બંદર જવા માટે તે ખંભાત તથા ઘોઘા થઈને જ જતો. દીવ અને ખંભાત વચ્ચે વધારેમાં વધારે વહાણમાં મુસાફરી કરનાર ગૂજરાતના બાદશાહોમાં એ એક જ હતો.૨૩ તાજખાન પછી તારીખે બહાદુરશાહીને કર્તા ખંભાત બંદરને દરગે નીમાયો હતો.૨૪ જ્યારે બહાદુરશાહ હુમાયૂના લશ્કરથી હારીને નાસતો ખંભાત આવી ત્યાંથી દીવ ગયો હતો ત્યારે હુમાયું પોતે પણ એની પૂંઠ પકડી ખંભાત આવ્યો અને શહેરની બહાર પડાવ નાખ્યો.૨૫ હુમાયુએ ખંભાત લૂંટવા અને બાળવાને આપેલ હુકમ
આ વખતે હુમાયું પાસે લશ્કર થયું હતું. મલીક અહમદ લાડ અને રૂકન દાઉદ નામના બહાદુરશાહના અમીરાએ, કોળી લોકો ઉપર પિતાની લાગવગ હોવાથી, હુમાયૂના થડા લશ્કર ઉપર રાત્રે એકાએક હુમલો કરી મારી હઠાવવાના ઈરાદાથી કોળી અને ગવાર લોકેની એક ટોળી ઊભી કરી. આ વાતની એક ડોશીને ખબર હતી. અને એનો છોકરો હુમાયુંના લશ્કરમાં પકડાએલો હોવાથી તેને છોડવાની શરતે આ હકીકત ડેશીએ બાદશાહને ખાસ મળીને કહી. જે એ બાતમી ખોટી ઠરે તે બંનેને મારી નાખવાં એમ ઠર્યું. ડોશીએ કહેલી રાત્રે પરોઢીએ પાંચ વાગ્યે ૬૦૦૦ કેળા અને ગવાર લશ્કર ઉપર તુટી પડ્યા. ગવારે લૂંટવામાં પડયા. એમાં શાહી ગ્રંથસંચય (લાયબ્રેરી)નાં કેટલાંક ઉત્તમ અને અલભ્ય પુસ્તક પણ લૂંટાઈ ગયાં. બાતમી પહેલેથી મળેલી હોવાથી મોગલ સીપાઈઓ પણ ગાફેલ નહોતા. તેથી આખરે ભીલો હાર્યા અને નાઠા. આ બનાવથી હુમાયુને એટલો ક્રોધ ચઢ કે એણે ખંભાત લૂંટવાને અને બાળવાનો હુકમ આપે.૨૬ ખંભાત અને ફિરંગીએ
આ બનાવ પછી બહાદુરશાહ ગૂજરાત પાછું જીતી લે છે, પણ પોર્ટુગીઝ-ફિરંગીઓનું જોર વધવાથી કિનારાનાં બંદરોનો વેપાર એમના હાથમાં જતો રહે છે. ધીમેધીમે ખંભાતને આફ્રિકાનાં બંદરો, ઇરાનનાં બંદરો અને દક્ષિણ હિંદનાં બંદરો સાથેનો વેપાર ઓછો થતો ચાલ્યો.૨૭ ઈ.સ. ૧૫૧રની લગભગમાં ખંભાતના રાજાને એલચી ફિરંગી સરકાર આગળ ગવા ગએલે તેને પાછું વાળી ભેટ
૨૨ મહમુદ બેગડાના વખતથી નૈકાસૈન્યનું મુખ્ય થાણું દવ બન્યું હતું. ખંભાત એની નીચે ગણાતું. નિકાસેનાધિપતિ First Lord of Admiralty મલીક અયાઝ સુલતાની દીવમાં રહેતો. 83 Mirati Sikandar-i-Bayley, P. 338-9; 347 ૨૪ Mirati-Sikandar, Bayley, P. 34. આ માણસનું નામ મળતું નથી. તારીખે બહાદુરશાહીને પત્તે નથી. એ અમદાવાદની ધીકાંટે આવેલી મુહાફિઝખાંની મરિજદના સ્થાપક અમીર મુહાફિઝખાને પાત્ર થતો હતો, એમ સિકંદરી આગળ કહે છે. એ પોતે જ ખંભાતને દરગ હતો એમ લખે છે. તેને ઉતારે સિકંદરીના લેખકે લીધે છે. R4 Mirati-i-Sikandari. Bayley, P. 392. ૨૬ અબુલફઝલ: અકબરનામા I (Tr. by Beveridge) પૃ. ૩૦૯-૧૦. આ લઢાઈ ખંભાત શહેરની બહાર થઇ તેથી બાદશાહનો ક્રોધ ખંભાત ઉપર ઉતર્યો. હુમાયૂ વિદ્યાલાને શોખીન હતો. લાયબ્રેરી ઊંટ ઉપર સાથે ફેરવતો. આ લૂંટમાં તૈમુરનામાની ચરિત્રપ્રત પણ લૂંટાઈ ગઈ હતી. પણ તે પાછળથી જડી હતી એમ કેટલાકનું માનવું છે. આમાં જે ગવાર નામની જાત છે તેને ખંભાત શહેરની બહારના ગવારાના ભાગના નામ સાથે કોઈ સંબંધ હશે? ૨૭ Bom. Gaz. VI. Cambay, P. 217.
For Private and Personal Use Only