________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
મુસલમાન સમય
સાથે ગાવાના ગવર્નરે ટ્રીસ્ટાએ ડી ગા (Tristao De Ga)નામના પેાતાના એલચીને ખંભાત માકલ્યા.૨૮ આ માણસ છેક ઈ.સ. ૧૫૩૩-૩૪ સુધી પણ ખંભાતમાં જ રહેલા અને દીવમાં કિલ્લો બાંધવા બહાદુરશાહની પરવાનગી માગેલી. નુનેા ડી ક્રુના ગવર્નર હતા ત્યારે ખંભાતમાં રહી બહાદુરશાહને દીવ બંદરે એને મળવા માટે જવા ટ્રીસ્ટાએ ડી ગાએ ખટપટમાં ભાગ લીધા હતા એમ જણાય છે.૨૯ ઈ.સ. ૧૫૩૧માં ક્િર’ગીએએ ખંભાત સર કરવા રાદા કરેલા. દીવ બંદરમાં કિલ્લા બાંધવાની તેમની ઇચ્છા પ્રબળ બની હતી. ઇ.સ. ૧૫૩૪માં પાર્ટુગલથી એ કાફલા આવ્યા અને દમણના કિનારે ઊતર્યાં. બહાદુરશાહ પણ સલાહ કરવા તૈયાર હતા. ખંભાતથી જતું અને ખંભાત આવતું દરેક વહાણુ વસાઇ બંદરે ફિરંગીઓને જકાત આપ્યા વગર ન જાય એવી શરત ક્િર’ગીઓએ કરાવી લીધી. ખંભાતમાં અગર એના તાબાનાં બંદરામાં લઢાઈ માટેનું વહાણ ન બાંધી શકાય એવી કલમ પણ એ સલાહમાં દાખલ થઈ. એ રીતે કિર`ગીઓના પગ ગૂજરાતમાં મજબૂત થયા.૩૦ બહાદુરશાહના મરણ પછી મુહમ્મદ ઝમાન મીરઝાં જે હુમાયૂં પાસેથી નાસીને આવ્યા હતા તેના હાથમાં ખંભાત ઘેાડા વખત રહ્યું અને નુને ડી કુના ક્રરંગી ગવર્નરે એને મદદ કરી હતી.૩૧ ઈ.સ. ૧૫૩૮ની લગભગમાં ક્િર’ગી કેપ્ટન ડામ જેઆ ડી કેસ્ટ્રા (Dom Joao De Castro)એ ખંભાત લૂટયું અને બાલ્યું. એ હુમલામાં એનાં ફક્ત ખાવી સમાણુ ધાયલ થયાં હતાં.૩૨ ખંભાત બંદરમાંથી કાઇએ કાંઇ વિરાધ કર્યો હાય એમ જણાતું નહેાતું. કહે છે કે ખંભાત એ વખતે હિંદમાં સર્વથી ધનવાન શહેર હાવાથી લૂટ એટલી બધી ભેગી થઇ હતી કે ફિરંગીએનાં વડાણાને તે લઇ જવી મુશ્કેલ થઈ પડી. ખંભાતના ધણા લોકો પણ માર્યા ગયા હતા. ઈ.સ. ૧૫૪૬માં ગાવાથી ત્રીસ વહાણના કાકલા ખંભાતનાં અખાતનાં બંદરા લૂંટવા આવેલા પર’તુ ગંધાર અને ઘેાધા સુધી લૂંટ કરી શક્યા. ખંભાત બચી જવા પામ્યું.
૩૩
સુલતાન બહાદુરશાહના રાજ્ય સુધી ખંભાતની જાહેોજલાલી સંપૂર્ણ રહી. લગભગ દરેક પરદેશી ગૂજરાતને ખભાત અગર ખભાતનું રાજ્ય કહીને ઉદ્દેશતા એ તે અગળ જોયું. ગુજરાતના બાદશાહ તરીકે સુલતાન મહમુદ બેગડા ઘણા પ્રસિદ્ધ હતા. એને લીધે ખંભાત અંગ્રેજી સાહિત્યમાં પણ અમર થએલું છેઃ
૨૮ Portuguese in India: Danvers: I. 255.
૨૯ એ જ પૃ. ૪૦૫.
૩૦ એ જ પૃ. ૪૦૬, બહાદુરશાહનું ઉતાવળીઆપણું અને બાદશાહ હુમાયૂં સાથે કરેલું નકામુંવેર એ આ પડતીનાં કારણેા હતાં. સેાળમી સદીના બીજા પાદમાં ફિરંગીઓના આખા કાફેલાનો ત્રીજો ભાગ ખંભાત તાબાનાં બંદરોની સાથે લઢવામાં
વપરાતા. (એ જ પૃ. ૪૧૦)
૩૧ એ જ પૃ. ૪૨૧.
૩૨ Bom. Gaz. VI P. 217 આ હકીકત ગેઝેટીઅરના લેખકે આપી છે અને તેને માટે આધાર Prin Rot desjndes; Vita de Joao Castro વગેરેના આપેલા છે. બીજા ગ્રંથામાં આ હકીકત નથી,
૩૩ Portuguese in India I 476.
For Private and Personal Use Only