________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
મુસલમાન સમય
(Moors) બંનેની સારી વસ્તી છે. ધર પથ્થરનાં અને ઇંટચુનાનાં ધાળેલાં છે. ધણાં ઉચાં, મેટાં, બારીએવાળાં અને સ્પેઈનની માફક નળીઓનાં છાપરાંવાળાં છે. એ શહેર ફળદ્રુપ અને સમૃદ્ધ મુલકમાં આવેલું છે. એમાં રસ્તા અને ચેાગાન ધણાં સારાં છે. એના હિંદુ અને મુસલમાન વેપારીએ ઘણા ધનવાન છે. લેાકા કપડાં અને ઘરેણાંના શોખીન છે. આ શહેરના વતનીએ વર્ષે ગેારા છે. જે લેાકા બહારના દેશાવરાના વતની છે તે તેા ધણા જ ગેારા અને ઉત્તમ કપડાં પહેરનારા છે. લોકેામાં સુગંધી વસ્તુ વાપરવાને શાખ ણા છે. પુરુષ અને સ્ત્રીએ માથામાં મેગરા વગેરેનાં પુલ સારી રીતે વાપરે છે.૧૭ ત્યાં ગયા ઘણા છે અને ઘણી જાતનાં વાઘા મળે છે. બળદ અને ઘેાડાની ગાડીએ ખારીએવાળી તથા રેશમી તકીઆ તથા ગોદડાં મૂકી ‘કૅબિન’ની પેઠે શણગારેલી જોવામાં આવે છે.૧૮ એમાં બેઠેલાં માણસા પોતે દેખાયા વગર બહારનું બધું જોઈ શકે છે. હિંદુએ માંસાહાર કરતા નથી. બાગબગીચામાં જઇ આનંદ કરે છે. વરથેમા નામને મુસાફર ખંભાતને ઘણું જ ઉત્તમ શહેર કહે છે અને એને કાટ છે એમ લખે છે.૧૯ નિકલેા ડી કોન્ટી નામના મુસાફર બાર માઈલના ઘેરાવાવાળુ મોટું શહેર એમ લખે છે.૨૦
મહમુદ બેગડાના મરણ પછી હિંદી મહાસાગરમાં ફિરંગીઓની સત્તા વધે છે. ગુજરાતના સુલતાન બહાદુરશાહને હુમાયૂ' સાથે અણબનાવ થયા અને રિણામે જે યુદ્ધ થયું તેમાં એની હાર થઇ. એ વખતે ગુજરાત પાછું લેવા ફિરંગીઓએ એને મદદ કરી અને બદલામાં ગુજરાતનાં કેટલાંક બંદરે।માં એમની સત્તા જામી. દમણ, દીવ, વસાઈ વગેરે એમના તાબામાં આવવાથી કાંઠાના વેપાર સહીસલામત રહ્યા નં. આથી કરીને ખંભાતના વેપારને ઘણું નુકાસન થવા માંડયું. બહાદુરશાહને પાછળથી પોતાની ભૂલ જણાઇ.
અહાદુરશાહ અને ખંભાત
બહાદુરશાહના અમલ દરમ્યાન એણે ખાને આઝમ તાજમાનને ખંભાતના મુખ્ય અમલદાર નીમ્યા હતા. એણે બધી ફરિયાદા દૂર કરી વ્યવસ્થા કરી.૨૧ સુલતાન બહાદુરશાહ પોતે રાજગાદી ચાંપાનેરમાં હાવા છતાં વારંવાર ખંભાત આવતા. અને ચાંપાનેર તથા અમદાવાદથી કાઠીઆવાડમાં
બદલે મંદારી નદી લખે છે તેનું કારણ પણ સમજાતું નથી.
૧૭ આ વર્ણન ગુજરાતમાં માથામાં વેણી વપરાતી હશે એમ સૂચવે છે?
। ૧૮ આ વર્ણન હાલ વપરાય છે તેવાં ‘શિઘ્રયાનુ’–શીધરામ–ને માટે હોય એમ સમજાય છે.
૧૯ Travels of Ludovica De Verthema: P. 105-107. આ મુસાફૅર ખંભાત ને સિંધુ નદીના મુખ પાસે આવેલું છે એમ કહે છે. ખંભાતના અખાતની ભરતી માટે પણ લખે છે. શહેરને માટે ‘Most excellent city' એમ લખે છે. ૨૦ Bom. Gaz. VI Cambay P. 217,
૨૧ Mirat-i-Sikandari, Bayley: P. 336. આ તાજખાન તે મહમુદ બેગડાનેા અમીર નહિ. સિકંદરી એને તાજખાન વચ્છર કહે છે. તારીખે અલફી આઝીમખાન કહે છે (ઈલ્કાબ તરીકે). સીકંદરી ખંભાતના સુત્રા બન્યા એમ કહે છે. જ્યારે તબકાતે અકબરી લખે છે કે ખંભાતમાં અવ્યવસ્થાની કુરિયાઢા આવવાથી બહાદુરશાહે એને નીમ્યા.
આ ગ્રંથામાં તમકાત જ વધારે વિશ્વસનીય છે. સર કલાઈવ ઈબેલી આ તાખાનને તાજખાન નરપાલી કહે છે કે જેણે અમદાવાદમાં તાજપુર આબાદ કર્યું. આ બાબત શંકા છે, પરંતુ આ તાજખાનના હોદ્દો પણ મોટા હતા.
For Private and Personal Use Only