________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
મુસલમાન સમય
નામે કર્યું છે. એ અને બીજા ઉલ્લેખોથી ખંભાત એ સમયે ગૂજરાતમાં પહેલું અને આખા હિંદમાં ઘેડાં મેટાંમાં મેટાં શહેરામાં ગણાતું એમ સમજાય છે. આ સમયમાં ખંભાતની મેટી જુમામસ્જિદ બંધાઈ. એનું વિગતવાર વર્ણન આગળ કરીશું. ઈ.સ. ૧૩૪૫માં બિન બટુટા નામના મુસાકર ચીન જતાં ખંભાત આવ્યા હતા. એ કહે છે કે ખંભાતમાં સુંદર મસ્જિદો હતી અને પરદેશી વેપારીઓને મેટા ભાગ મુસલમાન હતા એમણે તે બાંધી હતી. શહેર પણ ઘણું સુંદર હતું.૯ અમદાવાદના સુલતાનેના સમય
ઝફરખાન બીન વઉલમુક પાછળથી મુઝશાહ નામ ધારણ કરી પાટણમાં ગૂજરાતની ગાદીએ એસે છે અને ત્યારથી ગૂજરાત સ્વતંત્ર મુસલમાન બાદશાહની સત્તા નીચે આવે છે. એને પૈત્ર અહમદશાહ પાટણથી ખંભાતના રસ્તા ઉપર આવેલા આશાવલની ડેડ અમદાવાદ શહેર વસાવે છે. એ વખતથી ખંભાત અમદાવાદની સલ્તનતનું મેટું બંદર થાય છે. મુઝશાહ અને અહમદશાહથી માંડીને બહાદુરશાહ સુધીના ગૂજરાતના સુલતાનેાએ દેશને સમૃદ્ધ બનાવવા અને વેપાર વધારવા ઘણું કર્યું છે. અહમદશાહ, મહમદશાહ ખેગડેા, અને બહાદુરશાહે દરિયાઈ વેપાર તથા નીકાસૈન્ય ઉપર ખાસ ધ્યાન આપ્યું. આમ એકંદરે અમદાવાદની સલ્તનતના વખતમાં ગૂજરાત આખા પૂર્વના દેશમાં દરિયાઈ વેપારમાં પણ અગ્રેસર હતું. ખંભાતના અખાતના મથાળાના ભાગ પુરાવા માંડયેા હતેા અને મોટાં વાણાને માટે ખંભાત નકામું થતાં ધેાધા ખરૂં બંદર હતું, છતાં પણ એ સમયની સધળી નાકાપ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર ખંભાત જ હતું. ગૂજરાત ચેારાસી બંદરના વાવટા કહેવાતું અને એ વાવઢે ખંભાતમાં ફરકતા.
અહમદશાહ સામે બળવા અને ખંભાત કબજે કર્યું
મુઝફરશાહના પુત્ર અને અહમદીય વંશના સ્થાપક અહમદશાહુ નાની વયે ગાદીએ આવ્યા કે તરતજ એના પીતરાઈ પીરાઝખાનના પુત્ર મેદુદ્દે બળવા કર્યાં. જીવણુદાસ, પ્રયાગદાસ અને કેટલાક મુસલમાન અમીરાને સાથે લઇ એણે ખંભાત કબજે કર્યું. સુલતાન અહમદશાહ પાટણથી ખંભાત આવવા નીકળ્યા અને એ ખબર સાંભળી બળવાખારા ભરૂચ જતા રહ્યા. ૧૦ આ અરસામાં અમદાવાદ પાસેના સરખેજના પ્રસિદ્ધ સંત પુરુષ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ યાત્રાએ જવા નીકળ્યા હતા તે ખંભાત આવેલા.૧૧ ખંભાતનું નૌકાસૈન્ય દક્ષિણ ઉપર ચડાઇ કરે છે
ઇ.સ. ૧૪૭૧માં એવા સમાચાર આવ્યા કે દક્ષિણના સુલતાન અહમશાહ બ્રાહ્મણીના એક અમીર
૭ Tazjiyat-ul-Amsar of Wassaf. P. 43. (Illiot III.)
૮ Bom. Gaz. VI. Cambay. P. 216. N. 3. એ મસ્જીદ ઈ.સ. ૧૩૦૮માં બંધાઈ
૯ એ જ પૂ. ૨૧૬. ગેઝેટીઅરના લેખક જણાવે છે કે એ વખતે ખંભાતમાં શેખ અલી હૈદરી નામના મુસલમાન હતા. એ વેપારીએ અને દરિયાઈ મુસાફરોનાં ભવિષ્ય જોતા અને લેકાના એના ઉપર બહુ વિશ્વાસ હતા. લેફા પણ એના સારા બન્ને વાળતા, જીએ ગેઝેટીઅરની નોંધ ૫.
૧૦ Mirat-i-Sikandari: Bayley. P. 89.
૧૧ એ જ. પૃ. ૯૧. નાં. ૧.
For Private and Personal Use Only