________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wurden una
પ્રકરણ છઠું
મુસલમાન સમય હિંદુસ્તાનનું મહાન બંદર- ચઢતી અને પડતી મુસલમાન સત્તાની શરૂઆત
( સ. ૧૨૯૭થી ગુજરાતમાં હિંદુ સત્તાને અંત આવે છે. દિલ્હીના સુલતાન અલાઉદ્દીનને O, સેનાપતિ ઉલુઘખાન ગૂજરાત સર કરી લે છે અને પાટણને છેલ્લો હિંદુ રાજા દક્ષિણમાં નાસી જાય છે. અણહિલવાડ પાટણ લઈને ઉલુઘખાન ખંભાત આવે છે. એ વખતથી ચાર ને ત્રીસ વરસનો મુસલમાન બાદશાહનો સમય શરૂ થાય છે. આ લાંબા સમયના ખંભાતના ઈતિહાસના ત્રણ મુખ્ય ભાગ પાડે છે. પહેલો દિલ્હીના સુલતાનના સુબાઓને અમલ; પછી અમદાવાદના સ્વતંત્ર બાદશાહોને સમય; અને છેલ્લો મોગલ સામ્રાજ્યને સમય. ખંભાતનું સ્વતંત્ર સંસ્થાન થતાં પહેલાં મુસલમાન સમયના આ પ્રમાણે ત્રણ ભાગ પડેલા છે. એમાં પહેલો ભાગ સમૃદ્ધિને પણ શાંતિ વગરનો, બીજો સમૃદ્ધિ, શાંતિ અને જાહોજલાલીને અને ત્રીજો સુરત બંદરની ચઢતીને લીધે ખંભાતની પડતીને. દિલ્હીના સુલતાનના સુબાઓને સમય, ઉલુઘખાનની ચઢાઈ
સુલતાન અલાઉદ્દીનના સેનાપતિ ઉલુઘખાને ખંભાત તાબે કરીને ત્યાં વહીવટદાર નીમ્યો, અને ત્યાંથી સોમનાથના મંદિરનો નાશ કરવા ગયો. એની સાથે આવેલા નસરતખાને ખંભાતના વેપારીઓ કે જે એ વખતે ઘણા ધનવાન હતા તેમની પાસેથી જવાહર અને બીજી કિંમતી વસ્તુઓ દંડ તરીકે લીધી. પાછળથી સુલતાન અલાઉદ્દીનના માનીતા થઈ પડનાર મલીક કાપુર હજાર દીનારીને ભેટે નસરતખાનને ખંભાતમાં થયો. એ ઘણો સ્વરૂપવાન હતા અને અલાઉદ્દીને એને મલીક નાયબ બનાવ્યો. આ પછી ઇ.સ. ૧૩૨૫ સુધી મુહમ્મદ તઘલકની બાદશાહી સુધી કોઈ ખાસ બનાવ બનેલ નથી. મુહમ્મદ તઘલકના વખતમાં ગુજરાતમાં બળવો થયો. એમાં હિંદુ અને મુસલમાન અમીર તથા જમીનદારોએ ભાગ લીધે. આ બળ શમાવવા બાદશાહ તે ઇ.સ.
Taziat-ul-Amsar, of Wassaf, Illiot. III. 43. 417 404 Set: Kambayat was the most celebrated of the cities of Hind in population and wealth. ખંભાતનાં મકાને સુંદર, સૃષ્ટિૌદર્ય મનહર
અને હવા સારી હતી. આ લકરે ખંભાતને સવારે એકાએક ઘેરો ઘાલ્યો અને અંદરના લોક આશ્ચર્યથી ગભરાટમાં પડયા. રેશમી કાપડ, સોનુંરૂપું, જવાહર વગેરે ઘણી લુંટ મળી. અમીર ખુશરૂની તારીખે અલાઈમાં લખ્યું છે કે પાટણ જીત્યા પછી ઉલુઘખાને ખંભાત જીતી લીધું, જુઓ Illiot III. 14. ૨ તારીખે ફીરોઝશાહી, ઝીઆઉદ્દીન બરની કૃત-Illiot III. 163. ૩ બેબે ગેઝે. ૧- ભા.૧-પૃ.૨૩૦.
For Private and Personal Use Only