________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યકાલીન હિંદુ સમય
૩૯ શ્રેષ્ઠ બંદર ગણાતું હતું. હમ્મીરમદમર્દનમાં એક વાત એવી આવે છે કે રદી અને કાદી નામના માણસે બગદાદના ખલીફ પાસેથી વજદીન નામના માણસની સરદારી નીચે વહાણ લઈ આવે છે. આ સમાચાર સાંભળી વસ્તુપાલ ગૂજરાતનું નૌકાસૈન્ય એની સામે મોકલે છે અને એ સૈન્ય વજદીન વગેરેને કેદ કરી ખભાત લઈ આવે છે. ગુજરાતને એક ગુપ્તચર બગદાદ જઈ આવ્યાની વાત પણ આવે છે. આ વાત એટલું ખાસ સૂચન કરે છે કે ખંભાત ગુજરાતના મહારાજ્યનું મુખ્ય નકાસભ્યનું થાણું હતું અને વસ્તુપાલ તેજપાલના વહીવટ દરમ્યાન દરિયાપારના પરદેશે સાથે પાટણના રાજ્યતંત્રને સંબંધ હતું અને એનું મુખ્ય કેન્દ્ર ખંભાત હતું. ૩૪
આ હિંદુ સમયના અંતમાં મુસાફર માર્કો પોલો ખંભાતને હિંદુસ્તાનની પશ્ચિમનું મોટું રાજય કહે છે. ગૂજરાત અને ખંભાતનાં રાજ્ય જુદાં લખે છે. ખંભાતના મોટા વેપારનું વર્ણન કરે છે." આ અરસામાં ગુજરાતને “ખંભાતનું રાજ્ય' એ નામ મળ્યું હોય એમ જણાય છે. અને એ નામ પરદેશીઓમાં ઘણી સદીઓ સુધી ચાલુ રહે છે. માર્કો પોલોને સમકાલીન મેરીને સેનટે લખે છે કે હિંદનાં બે મોટા બંદરોમાંનું એક ખંભાત હતું
૩૪ હમ્મીરમદમર્દનઃ જયસિંહરિ–અંક ૪ અને ૫. ૩૫ Travels of Marco Polo: Marsden's Translation. P. 307-8 મા પિલે ખંભાત અને ગૃજરાતનાં રાજ્ય અદાં ગણે છે એના વર્ણન ઉપરથી એ કાઠિયાવાડના દ્વીપકલ્પને ગૂજરાત કહેતા જણાય છે. સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં કાંઈક વશ થએલે કાઠિયાવાડ આ વખતે એટલે વાઘેલાની સત્તા વખતે પાટણથી સ્વતંત્ર થએલું, એટલે પરદેશી મુસાફર એને જુદું રાજ્ય માને. ખંભાત અને ગુજરાતના રાજ્યની ભાષામાં પણ કાંઈક ફેર હોય એમ એના લખાણ ઉપરથી સમજાય છે. કદાચ કાઠિયાવાડના હાલાર અને કચ્છ બાજુના લોકના સંસર્ગમાં એ આવ્યો હશે. ગુજરાતના ચાંચિયા જબરા હતા એમ એ કહે છે એ ઉપરથી કચ્છ-કાઠિયાવાડ હવાનું સિદ્ધ થાય છે. ખંભાતના રાજ્યના ચાંચિયાનો ઉલ્લેખ નથી. 3 Yules Marco Polo. II. 332. quoted in 'Cambay'. Bom. Gaz. VI. P. 216. N. 2.
For Private and Personal Use Only