________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યકાલીન હિંદુ સમય
૩૭ સ્થાન પાછળ પૈસો ખર્ચાના દાખલા પણ છે. પહેલાના અધિકારીઓએ કરેલી અવ્યવસ્થા તેણે દૂર કરી.૨૬ શાખ રાજાની ખંભાત ઉપર ચઢાઈ
ખંભાતના ઇતિહાસને આવો સુવર્ણ સમય પણ છેક હરકત વગરને ન ગયે. લાટાધિપતિને પાટણની સત્તા નીચે પાછું ગયેલું ખંભાત સાલતું હતું. એ પાછું જીતી લેવા ભરૂચને રાજા સંગ્રામસિંહ અથવા શંખ પ્રયત્ન કરી રહ્યા હતા. એ જ વખતે ખંભાતના એક સાદીક નામના વેપારીને કોઈ કારણથી વસ્તુપાલ સાથે અણબનાવ હતા. એ વેપારી કોઈ અધિકારીને માન આપતે નહિ અને વસ્તુપાલનું પણ એણે અપમાન કર્યું હતું તેથી વસ્તુપાલે એને સી કરવાનો નિશ્ચય કર્યો. સાદીકને શંખ રાજા સાથે મૈત્રી હતી, એટલે શેખને ખંભાત ઉપર ચડી આવવામાં બે કાર્ય થતાં હતાં. ૨૮ જે વખતે રાણે વિરધવલ દક્ષિણના સિંહણ રાજા સાથે યુદ્ધમાં રોકાયા હતા તે વખતે
नानाद्वीपान्तरायात सांयात्रिकविनिर्मितैः । भाण्डकूटर्यदाकिर्ण क्रीडाशैलेरिवश्रियः ॥ x x x श्री वीरधवलस्योवी ધવચ નિરાતઃ | તપુર વસ્તુપાતુ શિર મપાયત | આ કાવ્ય વસ્તુપાલના મરણ પછી થોડા જ વખતમાં લખાએલું છે. ૨૫ વસ્તુપાલે જમાદિત્યનું મંદિર (સૂર્ય) સમરાવ્યું તેને લેખ હાલ ખંભાતમાં છે. વધુ માટે આચાર્ય વદ્દભજીકૃત કીર્તિ. કૌમુદીની પ્રસ્તાવના, પૃ. ૩૦-૩૧. ૨૬ વસંતવિલાસ, પ્રસ્તાવના સી.ડી. દલાલે લખેલી, પૃ. ૬. ૨૭ પાંખની ખંભાત ઉપરની ચઢાઈનું વર્ણન કીતિકૌમુદી સર્ગ ૫, વસંતવિલાસ સર્ગ પ, હમ્મીરમદમન નાટક, વસ્તુપાલ ચરિત્ર પ્રસ્તાવ ૪માં વિસ્તારથી છે. રાખ રાજા ભરૂચને હતું એમ આગળના ત્રણ ગ્રંથ કહે છે. વસ્તુપાલચરિત્ર તેને વય બંદરને કહે છે જે ખરૂં નથી. આચાર્ય વલ્લભજી પોતાની કીર્તિકામુદીના ભાષાંતરમાં એને ભાવનગર પાસેના વડવાનો રાજા કહે છે. આગળના સમકાલીન ગ્રથો સિવાયના બીજા ગ્રંથ ખંભાતના સદીક કે સાદીકની સાથે વસ્તુપાલને કજીએ થયો અને ભરૂચના શખ રાજાને એણે બોલાવ્યો એમ કહે છે. ખિના બાપનું નામ સિંધુરાજ છે તેથી કેટલાક કહે છે તેમ તેને સિધ સાથે સંબંધ નથી; તેમજ ભાવનગરના વડવા સાથે પણ સંબંધ નથી. વસંતવિલાસ આદિ ભરૂચને જ રાજા કહે છે તે ખરૂં છે. સાદીકની વાત વસંતવિલાસ કે હમ્મીરમદમર્દનમાં નથી. એ સમકાલીન ગ્રથિમાં ન હોવાથી સાદીકની વાત ખરી માનવી કે નહિ તે શંકા છે. પણ બીજા ગ્રંથો એ વાત સાથે શખની વાતને મેળવે છે એટલે સાદીક એક સામાન્ય વેપારી અને શખ રાજ, એટલે સમકાલીન લેખકેએ સાદી કને મહત્વ ન આપતાં શંખની જ વાત લખી હોય એમ સંભવે છે અને વડવાને રાજા એટલે ભાવનગરને નહિ પણ વડવ એટલે વટકુપ એટલે બંદરને વાવટો ધારણ કરતે ડક્કાને ભાગ. સાદીકની લાગવગ બંદર ઉપર બહુ હશે એમ એ ઉપરથી સમજાય છે અને ખંભાત પાસે વડવાની વાવ છે તે આ વડ કે વય બંદર છે. એ જગ્યાએ પ્રાચીન ખંભાતને ડક હવે જોઈએ. શેખને માટે હમ્મીરમહમર્દનમાં શ્રી સી.ડી. દલાલની પ્રસ્તાવના પૃ. ૧૫ જુઓ. નવાઈ એ લાગે છે કે શ્રી દલાલ પણ પ્રબંધક અને વસ્તુપાલ ચરિત્રમાં સાદીક અને શંખની બાબતમાં વડવાનું નામ છે તેને ભાવનગર વડે કહે છે! અને તેને માટે આધાર નથી. તેજપાલને પુત્ર લાવયસિંહ વિ. સં. ૧૨૯૬માં ભરૂચને દંડનાયક હતું, એટલે શખનું યુદ્ધ તે પહેલાં થયું લેવું જોઈએ અને તે પછી ભરૂચ તેજપાલના પુત્રના હાથમાં આવેલું હશે. ૨૮ ઉપર જણાવ્યા મુજબ રખ અને સાદીકની બાબતમાં ઉપર જણાવેલા પ્રાિમાં વિરોધ હોવાથી કાઈ સાદીકની વાત ખોટી ગણે છે અને કેટલાક બે શખ અગર રખ અને સાદીકને સંબંધ નહિ એમ મત આપે છે. બધું સરખાવતાં ઉપરને મત લખે છે, અને સાદીક વેપારી હોવાથી સમકાલીન ગ્રંથકારોએ એનું નામ ન લખ્યું એ અનુમાન ઠીક લાગે છે.
For Private and Personal Use Only