________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યકાલીન હિંદુ સમય
૩૫ મસ્જિદને નુકસાન થયું અને એને મિનારે તૂટી ગયો. ખતીબઅલી નામને એક માણસ આ સમાચાર કહેવા પાટણ ગયે, પણ અમલદારેએ કાંઈ દાદ આપી નહિ. એક વખત રાજા બહાર જ હતા ત્યારે ઝાડ પાછળ ભરાઈ રહી ખેતીલઅલીએ રાજાને હાથી જે અને બહાર આવી વિનંતિ કરી ફરીઆદ કરી તથા હિંદી ભાષામાં કવિતામાં (ગૂજરાતી?) એક અરજી આપી. રાજાએ ખતીબઅલીને શહેરમાં રહેવા બંદોબસ્ત કર્યો, અને પોતે ત્રણ દિવસ જનાનામાંથી બહાર નહિ આવે માટે મંત્રીએ વહીવટ કરે એમ કહી સાંઢણી પર બેસી એક રાત અને એક દિવસમાં ખંભાત પહોંચ્યું અને વેપારીને પહેરવેશ પહેરી શહેરમાં પડે. ત્યાં તપાસ કરતાં એને ખતીબઅલીનું કહેવું સારું લાગ્યું, એટલે નિશાની ખાતર દરિયાના પાણીને ઘડે ભરી પાટણ આવ્યો અને દરબાર ભરી ન્યાય આપવા બેઠે. ખતીબઅલીએ દરબારમાં ફરીઆદ કરી અને અમલદારોએ બચાવ કર્યો. રાજાએ પિતાની જાતે ખાત્રી કરી ખતીબઅલીની ફરીઆદ ખરી છે એમ કહ્યું અને ખંભાત જઈ આવ્યાની નિશાનીમાં દરિયાનું પાણી બતાવ્યું. એ પછી એણે મુસલમાનોને મસ્જિદ ફરી બાંધવા માટે પૈસા આપ્યા અને બીજી કેમના બબ્બે આગેવાનોને બોલાવી સજા કરી. ધર્મના કારણ માટે પ્રજામાં લાઈ ન થાય અને પ્રજા સુખશાંતિમાં રહે એ જોવાની રાજાની ફરજ છે એમ સિદ્ધરાજે જાહેર કર્યું. એ મસ્જિદ અને મિનારો માળવાના રાજાની ચઢાઈ વખતે પાછાં નાશ પામ્યાં તે સયદ શરફ તમને ફરી બંધાવ્યાં.૧૪ કુમારપાળ અને હેમચંદ્રસૂરિ ખંભાતમાં ઉદયનમંત્રી ખંભાતને અધિકારી
સિદ્ધરાજના વખતમાં પાછલા ભાગમાં ખંભાતમાં ઉદયન મંત્રી અધિકાર ઉપર હતો. કુમારપાળને પકડવા જ્યારે સિહારાજનું સૈન્ય ફરતું હતું ત્યારે નાસત નાસતે એ ખંભાતમાં આવી હેમચંદ્રાચાર્યને શરણે ગયે અને સૂરિએ એ રાજા થશે એવું ભવિષ્ય કહ્યું. હેમચંદ્રસૂરિ તે વખતે ખંભાતમાં સાગલ વસરિકામાં રહેતા હતા. સિદ્ધરાજનું સૈન્ય આવ્યું ત્યારે સૂરિએ કુમારપાળને ભેચરામાં સંતાડી ઉપર હસ્તલિખિત ગ્રંથ ભરી બચાવ્યો હતો. સૂરિના કહેવાથી ઉદયન મંત્રીએ પણ કુમારપાળને આશ્રય આપે. ખંભાતથી મધ્ય રાત્રીએ નીકળી કુમારપાળ વટપદ્રપુર–વડેદરે ગયા. આ બનાવના સંભારણા તરીકે કુમારપાળે રાજા થયા પછી સાગલ વસહિકાને જીર્ણોદ્ધાર કર્યો. ૧૬ અગીઆરમી સદીના આરબ મુસાફ
અગીઆરમી સદીના આરબ મુસાફમાં અલબનીનું નામ ખાસ ચોક્કસ લેખક તરીકે ગણી શકાય. એ ખંભાતને કાંઠા ઉપરના એક મુખ્ય શહેર તરીકે ગણે છે.૧૭ અલ ઈીિસી (ઈ.સ.૧૧૦૦)
૧૪ જામી ઉલ હિકાયત-મુહમ્મદ ઉ;-Illiot II. 162;-મહમદ ઉદ્દે શમ્સદ્દીન અહતશના વખતમાં થઈ ગયું. એ જાતે ખંભાત ગયે હતો ત્યારે આ વાત તેણે સાંભળેલી. એ લેખકે સિદ્ધરાજનાં મોટા રાજા તરીકે અને ન્યાયી તરીકે ઘણાં વખાણ કરેલાં છે. તૂટેલી મસ્જિદ ફરી બાંધવા માટે એક લાખ બાત્રા આપ્યા એમ લખે છે. એ કયા સિક્કા તે સમજાતું નથી. સર હેત્રી ઈલીઅર બાલા' કહે છે તે સમજાય તેવું નથી. ૧૫ એ ગેઝ. ૧-ભા. ૧-પૃ. ૧૮૩. ૧૬ એ જ. પૃ. ૧૯૦. 99 Sachan's Al Baruni. I. 208.
For Private and Personal Use Only