________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
મધ્યકાલીન હિંદુ સમય આકર્ષાઈ જૈન વાણિયા જેવી જન્મસિદ્ધ વેપારી કેમ ત્યાં આવી વસે એમાં નવાઈ નથી. ચાલુના સમયમાં જન ધર્મને સારામાં સારું ઉત્તેજન મળ્યું, એટલે જૈન વેપારી કેમે એ સમયમાં ખંભાતને બહુ સમૃદ્ધ બનાવ્યું. મોટા મોટા જૈન પ્રાસાદો ત્યાં બંધાયા. મહાન જૈનાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ દીક્ષા ખંભાતમાં લીધી અને ખંભાતની બહાર આવેલા રેવતાવતાર નેમીનાથના મંદિરમાં એમને સરસ્વતી પ્રસન્ન થઈ. સેલંકીઓની સત્તાના મોટા ભાગમાં મહી સુધીનો તળ ગુજરાતને ભાગ પાટણની સત્તા નીચે હતા. લાટમાં પાટણના રાજાઓના સામતે મિડળેશ્વર તરીકે અમલ કરતા.૧૦ એટલે એ બંનેની સરહદ ઉપર આવેલું અને દરિયાકિનારા તથા સમુદ્રના વેપાર ઉપર સત્તાવાળું ખંભાત બંદર પાટણના રાજાઓના એક મુખ્ય અધિકારી કે દંડનાયકનું મુખ્ય સ્થાન ગણાતું; અને ખંભાતના અધિકારીના હાથમાં અનર્ગળ ધન ઉપરાંત લાટ અને સૌરાષ્ટ્રનાં લશ્કરી નાકાંઓની ખરેખરી ચાવી રહેતી. રાષ્ટ્રમાં જવાને ખર રસ્તે પેટલાદ પાસે થઈને જતો અને ખંભાતની હદ ઉપર આવેલું બાહુલેદ-ભેળાદ-કાઠીઆવાડનું નાકું હતું. આ બધાના સાન્નિધ્યથી ખંભાતનું રાજકીય મહત્ત્વ એ સમયના ગુજરાતમાં ઘણું જ હતું. વધારામાં ગુજરાતના રાજાઓનું ૌકાસૈન્ય ખંભાત અને ઘોઘામાં રહેતું. કાઠીઆવાડને કિનારે સેમિનાથની પશ્ચિમ હદ સુધી ગૂજરાતને તાબે હોવા છતાં અંદરનો ભાગ પાટણની સત્તાને પૂરેપૂરો નમે નહોતે,૧૨ એટલે ગૂજરાતના નૌકાસૈન્યનું મુખ્ય થાણે દીવ કે પ્રભાસ થઈ શકે તેમ હતું નહિ; ખભાત જ એને માટે યોગ્ય હતું.૧૩ પારસીએ અને હિંદુએનું મુસલમાને સામે હુકલડ
વેપારને લીધે ખંભાતમાં અનેક દેશના અને અનેક ધર્મોના લેક વસતા હતા. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ત્યાં એક ધાર્મિક હુલ્લડ થયું. કેટલાક મુસલમાને ત્યાં મસ્જિદ બાંધીને રહેતા હતા. પારસીઓ પણ ત્યાં સારી સંખ્યામાં હતા. આ બે કોમને કઈ કારણથી ઝગડે થયો. પારસીઓએ હિંદુઓને ચઢાવ્યા અને મુસલમાન સાથે લટાઈ થઈ. એમાં શી મુસલમાને માર્યા ગયા,
૮ પ્રભાવક ચરિત્ર–હેમચંદ્ર પ્રબંધ. ૯ એ જ. ૧૦ પાટણના રાજ્યના દંડનાયક અને મંડળેશ્વર કુમારપાળના અમલ સુધી વશ રહ્યા. પાટણની સત્તા નબળી પડતાં લાટને મંડળેશ્વર રવતંત્ર થવા મથતો. વસ્તુપાળના અમલમાં એનું વર્ણન કરીશું. ૧૧ કાઠિયાવાડમાં જવાને વઢવાણ–વરમગામવાળો રસ્તો પહેલાં બહુ વપરાતે નહિ. છેક મુસલમાન સમયના અંત સુધી પિટલાદ કાઠિયાવાડનું નાકું ગણાતું. સોમનાથની યાત્રાએ જતા લે ઉપર મુડકા વેરે બાહોદ-હાલનું ભોળાદ–આગળ લેવાતો. એ ગામ હાલ સાબરમતી ખંભાતની સરહદ પાસે દરિયાને મળે છે ત્યાંથી થોડા માઈલ છેટે છે. ત્યાં દાણને આરે આજે પણ બતાવવામાં આવે છે. ૧૨ સોલંકીથી મહમ્મદ બેગડાના સમય સુધી કાઠિયાવાડ પૂરેપૂરો ગુજરાતના રાજાઓની સત્તા નીચે આવ્યો નથી. જાનાગઢના રાજ છતાયા છતાં રવતંત્ર થઈ જતા. પરંતુ કિનારે હમેશાં ગુજરાતના રાજાને તાબે રહ્યો છે. એ માટે કર્નલ ઑટસનને ઈન્ડિયન એન્ટીકરીમાં કાઠિયાવાડના કિનારાને લગતા લેખ જુઓ. ૧૩ આ બાબત આગળ ચર્ચીશું. વસ્તુપાળ નૌકાસૈન્ય ખંભાતમાં રહી વાપર્યાની વાત પણ આગળ આવશે.
For Private and Personal Use Only