________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યકાલીન હિંદુ સમય
૩૩ આરબ મુસાફરો આ બલહાર રાજાઓને હિંદના સૌથી મોટા રાજાએ કહેતા. એ વલ્લભ બિરુદ વાળા માલ્યખેટના રાષ્ટ્રકૂટ રાજાઓ હતા. એમની એક શાખા ગૂજરાતમાં સત્તા જમાવી લાટ દેશ અને તેની ઉપરના થડા ભાગ સુધીને મુલક તાબે કરી બેઠી હતી. ખંભાત એના રાજ્યની ઉત્તર દિ ઉપર ગણાતું.
આ મધ્યકાલીન હિંદુ સમયને ઇતિહાસ એટલે મુખ્યત્વે કરીને ખંભાતની અંદર અને વેપારી પ્રવૃત્તિને ઇતિહાસ કહી શકાય. સેલંકીઓને સમય
ઈ.સ. ૯૪રથી અણહિલવાડનું નાનું રાજ્ય ચાવડાઓને હાથમાંથી જાય છે અને સોલંકીની સત્તા જામે છે. સોલંકીની સત્તામાં પાટણની સાથેસાથે ખંભાતની પણ ચઢતી થાય છે. એ અરસામાં ખંભાત હિંદુસ્તાનનાં સૈથી મેટાં બંદરોમાં ગણાતું. અલથી એ શિવ તીર્થ તે હતું જ. વલભી અને રાષ્ટ્રકૂટના સમયમાં ત્યાં ધેનું જોર હોય એમ પણ ત્યાંથી નીકળેલી બુદ્ધદેવની મૂર્તિ અને બીજા આરબોના ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે. આ બે ધર્મોની જમાવટ અને વેપારનું કેન્દ્ર એથી
કહે છે, પણ એમ માનવાને આધાર નથી. ઈબ્દ હૈકલ પણ કામ હાલ લખે છે પણ તે ૧૬ માઈલ દૂર લખે છે તે ભૂલ જણાય છે. કામહાલ સિંધમાં કોઈ સ્થળ હોય એમ સમજાય છે, પણ તે કયું તે નક્કી થતું નથી.
૨ રાજને સર હેનરી ઈલીટ વગેરે જાના લેખકે વલભીના રાજાઓ માને છે અને માનકીરને માલખેટ નહિ પણ ટેલેમીનું મીનગર (મીનનગર)માને છે. આ ખરું નથી. બધાં વર્ણન માનકીર દક્ષિણ હૈદરાબાદના મુલકમાં આવેલું માલખેટ નગર છે એમ સિદ્ધ કરે છે. એ નગરમાં રાષ્ટ્રકૂટ રાજાઓ એક સમયે ઘણા બળવાન હતા. એમને “વલ્લભ' અગર શ્રી વલ્ભ એવું બિરુદ હતું. શાર્વ અમેઘવર્ષ ખાસ શ્રી વલ્લભ કહેવાતું હતું. માલખેટના રાજા પ્રવ પહેલાએ (ઈસ. ૭૯૫) ગેવિંદ ત્રીજાને ગૂજરાત સ્વતંત્ર રાજા બનાવ્યો. જોકે રાષ્ટ્રકૂટની મૂળ ગાદીની આણ બધે હતી. ગેવિદ ત્રીજાનું શાસનપત્ર ખંભાતની સામી બાજુએ કાવીમાં મળેલું છે. આ રાજાની સામે સ્તંભ વગેરે રાજાઓ થએલા. એણે લાટ દેશ પિતાને કબજે કરેલો. આ રાષ્ટ્રકૂટ એટલા માટે લાટેશ્વર કહેવાતા. આમાં કહેલો સ્તંભ રાજા કો તે જણાતું નથી. ગેઝેટીઅસ્ના લેખક એના નામને સ્તંભતીર્થ ખંભાત સાથે જોડે છે અને ખંભાત નામ પડવામાં એ રાજા કારણભૂત હોય એમ અનુમાન કરે છે. પરંતુ એ વાતને બીજે કઈ આધાર નથી. કદાચ સ્તંભતીર્થ વલભીના નાશ પછી ઈ સ્વતંત્ર નાનકડા ઠાકરના હાથમાં આવ્યું હોય અને તંભતીર્થને રાજા માટે સ્તંભ નામ એને અપાયું હોય, અગર સ્તંભ એ સ્વતંત્ર નામ હોય. આવો દાખલો બીજે છે. આશા ભીલ ઉપરથી આશાવલ નામ નથી પડવું, પણ આશાપલ્લીના ભીલ રાજા આશા ભીલ કહેવાતા. એથી જ કર્ણદેવ અને અહમદશાહ વચ્ચે ત્રણ સદીઓથી વધારે અંતર છતાં બંને વખતે આશાભીલનાં નામ આવે છે. રાષ્ટ્રની ગજરાતની શાખાના તાબામાં ખંભાત હતું એટલે આર મૂળ ગાદીના માલખેટના વલ્લભે–બેલડારેને તાબે હતું એમ લખે છે. ગૂજરાતના રાષ્ટ્રકૂટ માટે જુઓ બોમ્બે ગેઝ. ૧-ભા.૧-પૃ. ૧૨૩. ૬ અલ ઈરત ખરી. ઈલીઅટ ૧૨૭. વધારામાં જુઓ ઈન હેકલ. Illiot I. 989-9, કામહાલ અગર જામહાલને હિંદની સરહદ ઉપર એટલે સિધ અને ગુજરાતની હદ ઉપર કહે છે. ખંભાત અને કામહાલ વચ્ચે પણ કહે છે એટલે અણહિકૂવાડ સાથે બરોબર બંધ ન બેસે. ખંભાતનું રણ ગણીએ તોપણ પાટણથી ખંભાત આવવાતો એ રતો નહોતો. એટલે કામહાલ સિંધમાં કે કચ્છમાં હોય, એ વર્ણનમાં ખંભાતથી સૈમુર (ચેવલ બંદર) સુધી બહારના કિનારાને મુલક છે અને ગામથી ભરચક છે. આ વર્ણન ઉપરથી એ વખતે સિધના કિનારા અને મુંબઈ–ચેવલ સુધીમાં વચ્ચે ખંભાત બહુ મહત્વનું નિત્ય. ૭ બુદ્ધદેવની મૂર્તિનું વર્ણન આગળ આવશે. ખંભાતમાં બૌદ્ધ હતા તે માટેના આરબ ઉલ્લેખ માટે જુઓ ઐાએ ગેઝ. ૧, ભા.૧–પૃ. ૫૩૧
For Private and Personal Use Only