________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિરાણિક સમય
૩૧ સ્થળ જેવાં કે મોઢેરા, વડનગર, શ્રીમાળ વગેરેનાં તે ચાર યુગના ચાર જુદાં નામ કથાઓમાં આપેલાં છે. પ્રભાતનાં ઘણું નામ છે છતાં તે ચાર યુગનાં ચાર જુદાં એમ કોઈ કહેતું નથી. ગુજરાતની ઘણુંખરી જ્ઞાતિઓનાં નામ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજપૂતાનામાં આવેલાં સ્થળ ઉપરથી પડેલાં છે. ભરૂચ, સેમનાથ પાટણ અને ખંભાત એ ગુજરાતનાં પ્રાચીન બંદર છતાં ફક્ત સોમનાથના સેમપુરા બ્રાહ્મણ સિવાય કાંઠાનાં સ્થળોએ જ્ઞાતિઓને નામ આપ્યાં નથી.
આ ઉપરથી કઈ કહેશે કે કાંઠાનાં સ્થળે ઉપરનાં દેશસ્થ સ્થળો કરતાં જૂનાં ન હોય. પરંતુ એમ ધારવાને કાંઈ કારણ નથી. ગુજરાત કાઠિયાવાડના અંદરના ભાગ ઘણું પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ જાતિઓથી વસેલા ન હોય એમ માનવાને કારણ છે. પરંતુ સમુદ્રકિનારાના ભાગ પ્રાગૈતિહાસિક સમયથી સુધરેલી જાતિઓથી વસેલા હતા અને પશ્ચિમના દરિયાપારના દેશે સાથે તેમનો સંબંધ હતે. જેમ જેમ કિનારાનાં સ્થળોમાં દેશી પરદેશીઓ વેપારને માટે વધતા ગયા તેમ તેમ તીર્થ માહા અને બ્રાહ્મણ સંસ્થાને ગાણ થતાં ગયાં. હિંદુ સંસ્કૃતિ ધાર્મિક બાબતમાં સંકુચિત અને શ્રૃંખલાબધ્ધ થતી ગઈ અને એનાં કેન્દ્ર ઉત્તરમાં થતાં ગયાં. સરસ્વતી નદી જે પ્રાચીન મોટામાં મેટા ઋષિઓનું રહેઠાણ હતી તે આખી યે નષ્ટ થઈ એટલે એના પ્રવાહનો નીચલો ભાગ જે ગુજરાતમાં થઈને સમુદ્રમાં પડતે હતો તેની ઉપરનાં પવિત્ર સ્થળે છિન્નભિન્ન થઈ લુપ્ત થયાં અને કેટલાંક બીજા સ્થળોમાં મળી ગયાં. ગુજરાતને કિનારો ધામિક આર્યો માટે પાપરૂપ મનાવા માંડ્યું. આવાં અનેક કારણને લીધે, પ્રાચીન ઋષિઓ અને વૈદિક સમયના બીજા ઐતિહાસિક પુરુષો તથા શ્રીકૃષ્ણ જેવાથી પાવન થએલા ગુજરાતના કિનારાએ સોમનાથના અપવાદ સિવાય એકે જ્ઞાતિને–ખાસ કરીને બ્રાહ્મણ જ્ઞાતિને નામ આપ્યું નથી. ઉત્તર ગુજરાતનાં સ્થળોએ જે નામ આપેલાં છે તે ઘણાં પ્રાચીન કહી શકાય તેમ નથી. કદાચ મુસલમાનોના આવ્યા પહેલાંના શક દૂણાદિના વિગ્રહને લીધે થએલાં જાતિઓનાં ભ્રમણ પછી એ નામે ઉત્પન્ન થયાં હોય. ખંભાતનું બ્રાહ્મણ સંસ્થાન હાલની સ્થળ ઉપરથી થએલી જ્ઞાતિઓ કરતાં વધારે પ્રાચીન હોય એમ સમજાય છે. એ સંસ્થાન નાશ પામ્યું એટલે બ્રાહ્મણને મન ગુપ્ત ક્ષેત્ર થઈ ગયું. નગરાના લેખોમાં એને નગરક મહાસ્થાન કહ્યું છે એ આ વાતની સાક્ષી પૂરે છે. એ મહાસ્થાન તે વલભીના લેખવાળું નગરક એમ કબૂલ કરીએ તે વલભીના નાશ પછી ખંભાતને પિરાણિક ઇતિહાસ બંધ થાય છે એમ માની શકાય.
For Private and Personal Use Only