________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિરાણિક સમય મુનિઓએ અગ્ર ભાગ લીધો હતો એમ સમજાય છે.૨૫ “કપિલ” અને “નારદી” બ્રાહ્મણે એ ભાગમાં છે એમ કહેવાય છે. આ નામ એ બ્રાહ્મણો મૂળરાજે ઉત્તરમાંથી બ્રાહ્મણે બેલાવીને વસાવ્યા તે કરતાં વધારે જાના વખતમાં આવીને વસેલા એમ બતાવી આપે છે. નારદ અને કપિલ એ અસલ ઋષિઓનાં જ નામ ગણવાં કે એ નામના બીજા પુરુષ તે કહેવું મુશ્કેલ છે. પુરાણકાર તો અસલ ઋષિઓ જ કહે છે. ભાર્ગવ બ્રાહ્મણે અસલ ભૃગુકુલમાંથી ઊતરેલા હોય તો આ બે બ્રાહ્મણ કુલ પ્રાચીન ઋષિઓ ઉપરથી ઊતરેલાં ન હોય એમ માનવાને કારણ નથી. ધર્મવર્મા રાજા જે વલભી કુલને માનીએ તે એ કુલના બ્રાહ્મણોને એણે વસવા માટે મુલક આપે એમ મનાય. કલાપગ્રામથી જે બ્રાહ્મણે નારદ લાવ્યા તે ઉત્તરમાંથી આવેલા છે. આ કલાપગ્રામના બ્રાહ્મણ
ઔદિચ્ય ટોળકિયા હોય એમ લાગે છે. ૨૫ વલભીના સમયમાં મહીસાગર સંગમ ઉપર એ બધા બ્રાહ્મણોએ પિતાના કુલના સ્થાપકે ઉપરથી નામ રાખી વસવાટ કર્યો એમ સમજાય છે. ગુપ્ત તીર્થ
આ પૌરાણિક સમયમાં ખંભાતના સ્થળ ઉપર આવેલા નગરનું એક વખત દાંતર થયું હોય એમ લોકકથા ઉપરથી સમજાય છે. એ દરંતર વલભીના સમયની લગભગમાં અગર તેથી પહેલાં થયું હોય એમ લાગે છે. સ્કંદપુરાણ સ્તંભતીર્થને ગુપ્ત તીર્થ કહે છે અને બ્રહ્મદેવની સભામાં એ તીર્થ સ્તભ એટલે ગર્વ છે તેથી ગુપ્ત થઈ જવાનો શાપ એને મળે એમ કથા છે. આ કથા એમ બતાવે છે કે એ તીર્થની પ્રાચીન પરંપરા ગુપ્ત થઈ ગઈ છે અને પુરાણુ છેવટના રૂપમાં લખાયું ત્યારે તીર્થનું માહાભ્ય બહુ હતું નહિ. કલિયુગમાં અમુક તીર્થ ગુપ્ત થશે એવા ભવિષ્યવાળા બીજા દાખલા પણ છે. એક દંતકથા ઉપરથી દટતર પહેલું થયું હોય એમ સમજાય છે અને વલભીના સમયમાં ફરી વસેલું શહેર માત્ર વલભીપુર લૂંટનારાઓએ લૂટેલું. શોના ઝગડા
આગળ જોયું તેમ ખભાતનું સ્થળ પ્રાચીન કાળથી બ્રાહ્મણ સંસ્થાન અને પાશુપત સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર જેવું હતું. સ્કંદપુરાણને માહેશ્વર ખંડ એના અવાંતર ખંડે સાથે શિવ મતોનું માહામ્ય વધારવા માટે લખાએલે છે. એના અવંતિ અને રેવાખંડ, કમારિકાખંડ, પ્રભાસખંડ અને નાગરખંડ એટલા તે મુખ્યત્વે કરીને શિવ મના પ્રચાર માટે જ છે. આ ખંડે ખંભાતના અખાતની આસપાસના મુલકમાં શિવ મતનું જોર વ્યક્ત કરે છે. એ મતોનું સ્થાપન ઘણું પ્રાચીન હોવા છતાં સર્વમાન્ય મત પ્રમાણે ઈ. સ. પૂર્વે પહેલી સદીથી એની શરૂઆત કહી શકાય. એટલે ગુજરાતમાં ક્ષત્રપ અને વલભીના સમયમાં ખંભાત બ્રાહ્મણ સંસ્થાન અને પાશુપતોનું કેન્દ્ર હશે એમ માનવાને વાંધો નથી.૨૭
૨ ક. ૫-ક ખંડ, . ૬ કપિલના બ્રાહ્મણે કપિલ બ્રાહાણે કહેવાય છે અને તે કેવી (ખંભાતની સામી બાજુ)માં છે. નારદી બ્રાહાણે પણ છે. ૨૬ કવિ શામળ ભટ સિહાસન બત્રીસીમાં વિક્રમ રાજાના વખતમાં ત્રંબાવટીનું દટંતર થયું અને ખંભાત વર્યું એમ લખે છે. પદ્મપુરાણ સાભ્રમતી માહાસ્યમાં બેત્રણ તળે ગુમ થયાનું લખે છે. ૨૭ . .-કે, ખંડ, અ. ૧૩મ. પ્રભાસ ક્ષેત્ર, આનનું હાટકેશ્વર ક્ષેત્ર અને ખંભાત ગુપ્ત કે કુમારિકા ક્ષેત્ર અને નર્મદા
For Private and Personal Use Only