________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પિરાણિક સમય ભયજ્ઞ નામના કોઈ ઐતિહાસિક મહાપુચ્છનું વર્ણન છે અને ઘણું વૈદિક બ્રાહ્મણોને શિવ મતના કરવામાં એણે ભાગ લીધો હોય એમ જણાય છે.૨૦ નારદને હાથે ઉત્તરના કલા૫ ગ્રામના બ્રાહ્મણો મહીસાગર સંગમ ઉપર આવી વસે છે અને મહીનગર એક મેટું બ્રાહ્મણ સંસ્થાન બને છે. આ સંસ્થાનને સૌરાષ્ટ્રના ધર્મવર્મા નામના રાજાએ જમીન આપી એમ પુરાણ કહે છે. કેટલાક વિદ્વાન આ વસવાટને મૂળરાજ સોલંકીએ ઉત્તરમાંથી ઔદિચ્ય બ્રાહ્મણો લાવીને વસાવ્યા તેની સાથે મેળવે છે. પરંતુ મહીનગરનું બ્રાહ્મણ સંસ્થાને મૂળરાજ સોલંકી કરતાં પ્રાચીન જણાય છે. વલભીના શીલાદિત્ય પહેલાનું બિરૂદ ધર્માદિત્ય હતું. એ સિવાય સૌરાષ્ટ્રમાં ધર્માદિત્ય કે ધર્મવર્મા નામનો કોઈ રાજા થયું નથી અને વલભીના તામ્રપત્રમાં નગરકના બ્રાહ્મણોને દાન આપ્યાનું લખ્યું છે તે આ નારદનું વસાવેલું નગરક મહાસ્થાન અથવા મગર છે એ આગળ જોઈ ગયા, એટલે બ્રાહ્મણ સંસ્થાન વલભીના સમયમાં સ્થપાયું હોય એમ જણાય છે. એતરેય બ્રાહ્મણ અને ખંભાત તારકાસુર અને આ બ્રાહ્મણ સંસ્થાનની વચ્ચેના લાંબા અંધકારમય સમયના ગાળામાં એક વિચિત્ર વાત પુરાણકાર મહીસાગર સંગમ સાથે જોડે છે. ઈતિરાના પુત્ર ઐતરેય બ્રાહ્મણ ઉપર વિષ્ણુ પ્રસન્ન થાય છે એ કથા સ્કંદપુરાણે લંબાણથી આપી છે. ૨૩ ઐતરેય બ્રાહ્મણની કથા લિંગપુરાણમાં ટુંકાણમાં છે, પરંતુ આ બનાવ મહીસાગર સંગમ ઉપર બન્યો એ સ્કંદપુરાણના લખાણનું તાત્પર્ય છે. આ કથા આ સ્થળમાં કેવી રીતે જોડે છે તે સ્પષ્ટ થતું નથી. ઐતરેય બ્રાહ્મણ એ ઐતરેય આરણ્યક અને બ્રાહ્મણ જેના નામથી પ્રસિદ્ધ છે એ જ વ્યક્તિ છે કે કેમ તે પણ સ્પષ્ટ નથી. પણ એક રીતે જોતાં પુરાણકારને પ્રયત્ન એક વ્યક્તિ ગણવાને જણાય છે. કદાચ ઐતરેય બ્રાહ્મણનું નામ મહીદાસપ૨૪ હતું એટલે એના જેવા પરમજ્ઞાની મહાપુરુષને મહી નદીના નામસદશ્યથી એ સ્થળે લાવવાનું પુરાણકારે સયુક્તિક ધાર્યું હોય. પરંતુ જે એ વાત ખરી હોય તો મહીસાગરનું સ્થળ ઐતરેય બ્રાહ્મણ જેટલું પ્રાચીન સપ્રમાણ સિદ્ધ થાય, પરંતુ એ બાબત સબળ આધાર મળતા નથી. બ્રાહ્મણ મહાસંસ્થાન ઉપર કહ્યું તેવું બ્રાહ્મણ સંસ્થાન ખંભાતના સ્થળ ઉપર વસાવવામાં નારદ અને કપિલ એ બે
અવતારમાં મહીસાગર તીર્થ ઉપર આવી પાશુપત દીક્ષા લીધી એમ લખ્યું છે. લે. ૬૮ થી ૧૦૩માં વિગતવાર સંવાદ આપેલ છે. આ લકુલીશાચાર્યને મત એમ અહ ૫ષ્ટ થાય છે, ૨૦ સે. માનાંકર એમના નાગરેલ્પત્તિના લેખમાં આ ભયજ્ઞને નાગર જ્ઞાતિની સુવ્યવરથા પ્રથમ કરનાર કહ્યો છે. એ ક્ષત્રપના સમયમાં થયાનું માને છે. એનું બીજું નામ પ્રભાવદત્ત કહે છે. પૃ. ૧૩૪ અને ૧૪૫. R? Bom. Gaz. VI Cambay, P. 214. R2 Bom. Gaz. I. Part 1. P. 90. ૨૩ પુ-કૌ. ખંડ, અ. ૪૨. મંડુકી નામના બ્રાહ્મણને ઈતિરાથી થએલો પુત્ર. વાસુદેવ એના ઉપર પ્રસન્ન થયા. તે વૃદ્ધ વાસુદેવ કહેવાય છે તેને લીધે ખંભાતમાં વડા વાસુદેવની પિળ છે. એમાં એ મૂર્તિ છે. 2x Vedic Index: Macdonell II.
For Private and Personal Use Only